- વડાપ્રધાન ઈમરાન ખાનની ઓફિસના જણાવ્યા પ્રમાણે, બે વર્ષમાં દેશની ફોરેન પોલિસી ઘણી સફળ રહી
- પીએમઓએ કહ્યું, ભારતે હંમેશા પાકિસ્તાનને દુનિયામાં આઈસોલેટ કરવાનો પ્રયત્ન કર્યો છે
દિવ્ય ભાસ્કર
Jul 13, 2020, 12:57 PM IST
ઈસ્લામાબાદ. દુનિયામાં એકલુ પડી ગયેલુ પાકિસ્તાન હજી આ વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી. વડાપ્રધાન ઈમરાન ખાનની ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, બે વર્ષમાં વિદેશની ફોરેન પોલિસી ઘણી સફળ રહી છે. પીએમઓએ કહ્યું કે, ભારતે હંમેશા પાકિસ્તાનને આઈસોલેટ કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તેને સફળતા નથી મળી. પીએમઓએ કહ્યું છે કે, વડાપ્રધાન ઈમરાને અમેરિકા અને યુએઈ સાથેના સંબંધો મજબૂત કર્યા છે.
ઈમરાન પોપ્યુલર નેતા
પીએમઓના જણાવ્યા પ્રમાણે, ઈમરાન ખાને વિદેશી નીતિ પર ઘણું સારું કામ કર્યું છે અને તેથી જ અત્યારે તેઓ દુનિયામાં એક પોપ્યુલર નેતા બન્યા છે. એક નિવેદનમાં પીએમઓએ કહ્યું છે કે, ભારતે ઘણી વાર પાકિસ્તાનને દુનિયામાં એકલા પાડવાનું કામ કર્યું છે. પરંતુ મોદી સરકારને તેમાં સફળતા નથી મળી. ઈમરાને દુનિયામાં ઘણાં નેતાઓ સાથે સારા સંબંધો જાળવ્યા છે અને તે જ કારણથી પાકિસ્તાન આજે મજબૂત સ્થિતિમાં છે.
અમેરિકા અને UAE સાથેના સંબંધો
નિવેદન પ્રમાણે, ઈમરાન સરકારના સમયમાં અમેરિકા અને યુએઈ સાથે પાકિસ્તાનના સંબંધો મજબૂત થયા છે અને હવે તે આદર્શ છે. મજાની વાત એ છે કે, યુએઈએ છેલ્લા કેટલાક દિવસોમાં 700થી વધારે પાકિસ્તાની તેમના દેશ પરત મોકલી દીધા છે. તે સાથે જ ત્યાંના પ્રશાસને પણ સ્પષ્ટ કહ્યું છે કે, જો પાકિસ્તાની નાગરિકો નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરશે તો તેમને યુએઈમાં સજા પણ આપવામાં આવી શકે છે. જ્યારે આતંકવાદના મુદ્દા પર અમેરિકા સતત પાકિસ્તાન પર આકરા પ્રહાર કરે છે.
હવે માત્ર તુર્કી સાથે
ઈમરાને થોડા મહિના પહેલાં UNમાં કાશ્મીર મુદ્દાને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન માત્ર મલેશિયાના તે સમયના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ અને તુર્કી રિસેપ તૈયપ એર્ડોગને તેમને સાથ આપ્યો હતો. દેશ પરત આવ્યા પછી થોડા દિવસોમાં જ મહાતિરની સરકાર પડી ગઈ હતી. હવે નવા વડાપ્રધાન મોઈનુદ્દીને ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયત્ન કર્યો છે. મલેશિયા સરકારે ખુલાસો કરી દીધો છે કે, તે ગઈ સરકારના પગલે ચાલવાની નથી.
Be the first to comment on "પાકિસ્તાન સરકારે કહ્યું- અમારી ફોરેન પોલિસી સફળ, ભારત અમને એકલા ન પાડી શકી; USA અને UAE સાથે સંબંધ સુધર્યા"