પાકિસ્તાનના પેશાવર સ્થિત પૃથ્વીરાજ કપૂરની હવેલી ધરાશાયી થવાનુ જોખમ, મ્યુઝિયમ નહીં બને


  • પાકિસ્તાનની કપૂર પરિવારની હવેલી ઋષિ કપૂરે મ્યુઝિયમમાં ફેરવવા કહ્યું હતું

દિવ્ય ભાસ્કર

Jul 15, 2020, 04:18 AM IST

વારસો. પાકિસ્તાનના પેશાવર સ્થિત બોલિવુડના પ્રસિદ્ધ અભિનેતા સ્વ. પૃથ્વીરાજ કપૂરના પરિવારની ઐતિહાસિક ખાનદાની હવેલી જર્જરીત થઈ ચૂકી છે. જે ધરાશાયી થવાનુ જોખમ વધ્યુ છે. પાકિસ્તાન સરકારે વચન આપ્યુ હતુ કે, હવેલીને તે મ્યુઝિયમમાં તબદીલ કરશે, પરંતુ ઈમરાન સરકાર હવેલી ખરીદવામાં નિષ્ફળ રહી હતી.

ઉલ્લેખનીય છે કે, અભિનેતા ઋષિ કપૂરે પેશાવરના કિસ્સા ખ્વાની બજાર સ્થિત કપૂર હવેલીને મ્યુઝિયમમાં તબદીલ કરવા આગ્રહ કર્યો હતો. 2018માં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ તેમની આ ઈચ્છા પૂર્ણ કરવા આશ્વાસન આપ્યુ હતું. 

અહીંના સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, આ હવેલી હવે ભૂત બંગલો બની ગઈ છે. અત્યંત જર્જરીત હાલતમાં તે ક્યારે પણ ધરાશાયી થઈ શકે છે. ખેબર પખ્તુનખ્વાની પ્રાંતિય સરકાર હવેલીનુ ઐતિહાસિક મહત્વ સમજે છે. અને પર્યટકો માટે તેને મૂળ સ્વરૂપમાં બચાવવા માગે છે. સરકારે તેને ખરીદવા પ્રયાસ પણ કર્યો હતો. સ્થાનિકોને ભય છે કે, આ જર્જરિત હવેલી ધરાશાયી ન થઈ જાય. 

હવેલીના માલિકની ઈચ્છા કોમર્શિયલ કોમ્પ્લેક્સની 
કપૂર હવેલીના માલિક મોહમ્મદ ઈસરાર શહરના ધનવાન જ્વેલર છે. અહીં તેઓ એક કોમર્શિયલ કોમપ્લેક્સ બનાવવા માગે છે. તેઓ 3-4 વખત હવેલી ધરાશાયી કરવાના પ્રયાસો કરી ચૂક્યા છે. પરંતુ નિષ્ફળ રહ્યા. 

Be the first to comment on "પાકિસ્તાનના પેશાવર સ્થિત પૃથ્વીરાજ કપૂરની હવેલી ધરાશાયી થવાનુ જોખમ, મ્યુઝિયમ નહીં બને"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: