[:en]
- Gujarati News
- National
- Tourists Stranded After Snowfall In Himachal, Rains In Delhi Rajasthan, Shivering Cold Punjab
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
11 મિનિટ પહેલા
- કૉપી લિંક
હિમાચલમાં શનિવારે ભારે બરફવર્ષાના કારણે અટલ ટનલથી સોલંગનાલા વચ્ચે લગભગ 12 કિમી સુધી પર્યટક વાહન ફસાયા હતા
પહાડો પર બરફવર્ષા અને દેશના મેદાની વિસ્તારમાં રેકોર્ડ તોડી ઠંડી પડી રહી છે. દિલ્હી સહિત પુરા ઉત્તર ભારતમાં ઠંડો પવન ફુંકાઈ રહ્યો છે. દિલ્હી, પંજાબ અને રાજસ્થાનમાં થયેલા વરસાદ પછી ઠંડી વધી ગઈ છે. આખું પંજાબ શીતલહેરના સકંજામાં છે. દિલ્હીમાં રવિવારે સતત બીજા દિવસે વરસાદ પડ્યો. મોટાભાગના વિસ્તારમાં ધુમ્મસ પણ છવાયું.

હિમાચલના લાહોલ-સ્પીતિમાં બરફવર્ષાના કારણે ફસાયા વાહન.
5 જાન્યુઆરી સુધી દિલ્હીમાં ફરી વરસાદ પડી શકે છે
દિલ્હીમાં શનિવારે મિનિમમ ટેમ્પરેચર લગભગ 6 ડિગ્રી વધીને 7 ડિગ્રી પહોંચી ગયું, પરંતુ દિલ્હી-NCRના અમુક વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 5 જાન્યુઆરી સુધી આ સિલસિલો ચાલી શકે છે.

રવિવારે સવારે 9 વાગ્યાની તસવીર દિલ્હીના ગ્રીન પાર્ક વિસ્તારની છે
રાજસ્થાનના 8 જિલ્લામાં વરસાદ
શીતલહર સાથે હવે રાજસ્થાનમાં માવઠાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. સાઈક્લોનિક સર્કુલેશન સિસ્ટમ બનવા અને વેર્સ્ટન ડિસબર્ન્સના સક્રિયના થવાથી જયપુર સહિત 8 જિલ્લામાં વરસાદ પડ્યો, ઘણા જિલ્લામાં બરફ પણ પડ્યો. માઉન્ટ આબૂ, ચૂરુ સહિત જે જિલ્લામાં એક સપ્તાહથી પારો જમાવ બિંદુથી નીચે હતો, ત્યાં તાપમાન વધી ગયું. આગામી 3 દિવસ હળવા વરસાદ સાથે ઘણી જગ્યાએ બરફ પડી શકે છે.

સવાઈ માધોપુરના લસોડા ગામમાં બરફ પડ્યો
પંજાબમાં ઓરેન્જ એલર્ટ, જલંધરમાં પારો 1.5 ડિગ્રી
આગામી 48 કલાક પંજાબના મોટાભાગના વિસ્તારમાં ધુમ્મસ અને ઝરમર વરસાદની અસર રહેશે. આગામી 3 દિવસ આવો જ માહોલ રહેશે. પંજાબ ઓરેન્જ એલર્ટ પર છે. શનિવારે ઘણા જિલ્લામાં ઝરમર વરસાદ થયો હતો. ત્યારપછી તાપમાનમાં અંતર આવ્યું છે. ભઠિંડામાં રાતનું તાપમાન 5.2 સુધી પહોંચી ગયું. અમૃતસરમાં દિવસ અને રાતના પારામાં લગભગ 12 ડિગ્રીનું અંતર રહ્યું હતું. આ બધાની વચ્ચે, જાલંધર સૌથી ઠંડું રહ્યું. અહીં મિનિમમ ટેમ્પરેચર 1.5 ડિગ્રી રેકોર્ડ થયું.

કપૂરથલામાં સવારે મોડી રાત સુધી ધુમ્મસ છવાયો
હરિયાણામાં વરસાદ સાથે બરફ પડી શકે છે
હરિયાણાના અમુક વિસ્તારમાં રવિવારે અને સોમવારે ભારે વરસાદ સાથે બરફ પણ પડી શકે છે. 7 જાન્યુઆરીથી પવનની દિશા બદલાશે તો પાછી ઠંડી વધશે. ગુરુગ્રામમાં મિનિમમ તાપમાન 7 ડિગ્રી રેકોર્ડ થયું છે. મેવાતના નૂંહ, ગુરુગ્રામના સોહના સહિત NCRના વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે.

ગુરુગ્રામમાં વરસાદ પછી ધુમ્મસ છવાવાથી વાહન ચાલકોને દિવસમાં લાઈટ ઓન કરવી પડી
હિમાચલના શિમલા,કૂલ્લૂ, લાહોલ-સપીતિમાં બરફવર્ષા થઈ
ઊંચાઈ વાળા વિસ્તારમાં અટકી અટકીને બરફ પડ્યાં પછી હિમાચલ પ્રદેશના 70 રસ્તા પર ટ્રાફિક અટકી ગયો. બરફવર્ષા પછી તાપમાનમાં 6 થી 7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. શનિવારે શિમલાનું મેક્સિમમ ટેમ્પરેચર 16 ડિગ્રીથી ઘટીને 9 ડિગ્રી થઈ ગયું હતું. હવામાન વિભાગે 4 અને 5 જાન્યુઆરી માટે શિમલા, કૂલ્લુ, કિન્નૌર, લાહોલ-સ્પીતિ અને ચંબામાં ભારે વરસાદ થવાનું એલર્ટ આપ્યું છે.
ઉત્તરપ્રદેશમાં એક દિવસમાં પારો 7 ડિગ્રી ઘટ્યો
ઠંડા પવનના કારણે ઉત્તર પ્રદેશમાં એક જ દિવસમાં પારો 7 ડિગ્રીથી વધુ ગગડ્યો. આ સિઝનમાં પહેલી વખત તાપમાન એક ડિગ્રી નીચે આવ્યું છે. હવામાન વિભાગે બે દિવસ સુધી લખનઉમાં હાડ થીજવે તેવી ઠંડી પડવાની ચેતવણી આપી છે.

લખનઉમાં ધુમ્મસ છવાયો
બિહારમાં રાતનો પારો ગગડવાથી ઠંડી વધી, 5 જાન્યુઆરી સુધી વાદળ છાયું વાતાવરણ રહેશે
પટના સહિત રાજ્યના ઘણા જિલ્લામાં રાતનું તાપમાન સતત ઘટી રહ્યું છે. શનિવારે પટનાનું મિનિમમ તાપમાન 6.1 ડિગ્રી રહ્યું. ગયામાં મિનિમમ તાપમાન શિમલા અને દેહરાદૂથી પણ ઓછું રેકોર્ડ થયું. ગયામાં 5.2 ડિગ્રી, શિમલામાં 5.3 અને દેહરાદૂનમાં પારો 5.6 ડિગ્રી હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બિહારમાં 5 જાન્યુઆરી સુધી વાદળ છવાયેલા રહેશે. અમુક વિસ્તારમાં હળવા વરસાદના પણ અણસાર છે.
દુનિયામાં સાઈબેરિયા પછી દ્રાસ બીજો સૌથી ઠંડો વિસ્તાર
લદ્દાખના દ્રાસમાં તાપમાન માઈનસ (-)35થી 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે. જેને સાઈબેરિયા પછી બીજું સૌથી ઠંડો વિસ્તાર ગણવામાં આવે છે. આ વખતે તાપમાન હાલ માઈનસ 28 થી 30 ડિગ્રી સુધી જ પહોંચ્યું છે.
[:]
Be the first to comment on "[:en]પહાડો પર બરફ,મેદાનમાં શીતલહેર: દિલ્હીમાં સતત બીજા દિવસે વરસાદ, રાજસ્થાનના ઘણા વિસ્તારમાં બરફ પડવાથી ઠંડી વધી[:]"