[:en]પત્ર પોલિટિક્સ: સીધી વાટા-ઘાટો ન થતાં ચિઠ્ઠીનો સહારો, સરકાર 8 દિવસમાં ત્રીજી વાર ખેડૂતોને ચિઠ્ઠી લખી[:]

[:en]

  • Gujarati News
  • National
  • Letter Politics On Farmer Protest 29th Day Government Write Three Letter To Farmers Union In 8 Days Live News And Updates

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમુક પળો પહેલા

  • કૉપી લિંક
  • ખેડૂતોએ અત્યાર સુધીની દરેક પ્રપોઝલ નકારી ચૂક્યા છે, તેઓ માત્ર નવા કૃષિ કાયદા રદ કરવાની માંગ કરી રહ્યા છે
  • દિલ્હી સીમા પર 29 દિવસથી ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન

નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ વિશે ખેડૂતો 29 દિવસથી આંદોલન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતો સામ સામે આવી ગયા છે અને બંને પક્ષ વચ્ચે વાતચીત શરૂ નથી થઈ રહી. સરકાર અત્યાર સુધી ખેડૂતોને કાયદામાં સુધારણાં વિશે ઘણી પ્રપોઝલ મોકલી ચૂકી છે અને આ વિશે બંને પત્ર વચ્ચે પાંચથી છ વખત બેઠક પણ થઈ છે. પરંતુ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આંદોલનમાં છેલ્લાં કેટલાક દિવસથી હવે પત્ર પોલીટિકસ જોવા મળી રહ્યું છે. છેલ્લાં 8 દિવસમાં જ સરકારે ખેડૂત સંગઠનોને 3 પત્ર લખીને વાત-ચીત કરીને ઉકેલ લાવવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ પહેલાં પણ સરકારે ખેડૂત સંગઠનને પત્રમાં કૃષિ કાયદામાં સુધારણાં લાવવાની પ્રપોઝલ પણ મોકલી હતી. સમયાંતરે ખેડૂત સંગઠન પણ સરકારને જવાબ આપતાં રહે છે. ખેડૂત આંદોલનને મહિનો થવા આવ્યો હોવા છતાં કોઈ ઉકેલ આવતો દેખાતો નથી, તો હવે જોવાનું એ છે કે, આ પત્ર પોલીટિક્સ ક્યાં સુધી પહોંચે છે…..

26 નવેમ્બરથી શરૂ થયેલા ખેડૂત આંદોલનને આજે 29 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન કૃષિ મંત્રાલયે ખેડૂત સંગઠન સાથે છથી વધારે વખત બેઠક કરી છે અને એક વખત તો ગૃહ મંત્રી અમિત શાહ પણ ખેડૂત સંગઠન સાથે બેઠક કરી ચૂક્યા છે. સરકારે કૃષિ કાયદામાં સુધારણાં લાવવા માટે દરેક ચર્ચા વિચારણાં કરવા તૈયાર છે પરંતુ ખેડૂતો કાયદો રદ કરવાની જ જીદ લઈને બેઠા છે. સરકાર દ્વારા ટેકાના ભાવના નિયમમાં પણ સુધારો કરવાનો લેખિત પ્રસ્તાવ આપવામાં આવ્યો છે પરંતુ ખેડૂતો તે વિશે પણ રાજી નથી. પરિણામે 29 દિવસના ખેડૂત આંદોલન-ધરણાં-પ્રદર્શન અને ઉપવાસ પછી પણ મુદ્દો ઠેરનો ઠેર છે.

સરકારે છેલ્લાં 8 દિવસમાં 3 વખત લખ્યો પત્ર

17 નવેમ્બરે કૃષિ મંત્રીનો ટ્વિટર પર ઓપન લેટર
ખેડૂતોને નામ લખેલા પત્રમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લખ્યું હતું કે, ત્રણ નવા કૃષિ સુધાર કાયદા ભારતીય ખેતીમાં નવા અધ્યાયના પાયા સમાન બનશે. અમે ખેડૂતોને વધારે સ્વતંત્ર અને સશક્ત બનાવીશું. તેમણે ખેડૂતોને આગ્રહ કર્યો હતો કે તેઓ રાજકીય સ્વાર્થ માટે ત્રણ કૃષિ કાયદા વિશે ફેલાવવામાં આવતા ભ્રમથી બચે. તેમણે વિપક્ષ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ સરકાર અને ખેડૂતો વચ્ચે જુઠ્ઠાણાની દિવાલ ઉભી કરવા માંગે છે. કૃષિ મંત્રીએ આ પત્રમાં કૃષિ કાયદાને ઐતિહાસીક ગણાવ્યા હતા અને તેમાં સુધારા કરવા માટે ખેડૂત સંગઠનને વાત-ચીત માટે આમંત્રણ પણ આપ્યું હતું.

20 નવેમ્બરે ઉપવાસ આંદોલન પહેલાં સરકારનો 40 ખેડૂત સંગઠનને પત્ર
ખેડૂત સંગઠન દ્વારા 21 ડિસેમ્બરે સોમવારે દરેક ધરણાં સ્થળ પર એક દિવસની ભૂખ હડતાલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેના એક દિવસ પહેલાં એટલે કે 20 ડિસેમ્બરે સરકારે એક ચિઠ્ઠી 40 ખેડૂત સંગઠનોને નામ લખી હતી. કૃષિ મંત્રાલાયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે ક્રાંતિકારી કિસાન મોર્ચા સહિત 40 ખેડૂત સંગઠનોને ચિઠ્ઠી લખીને ફરી એક વખત વાત-ચીત કરવા આમંત્રણ આપ્યું હતું. સમગ્ર ચિઠ્ઠીને નીચે વાંચો…

24 ડિસેમ્બર સરકારે ફરી પત્ર લખી વાતચીતનું આમંત્રણ આપ્યું
આંદોલનના 29માં દિવસે એટલે કે આજે 24 ડિસેમ્બરે સરકારે ફરી ખેડૂત સંગઠનોને પત્ર લખીને વાતચીતનો રસ્તો ખુલ્લો હોવાના સંકેત આપ્યા છે. આજે કૃષિ મંત્રાલય તરફથી ખેડૂત સંગઠનોને લખવામાં આવેલી ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર ખેડૂતોને દરેક માંગણી પર ચર્ચા કરવા માટે તૈયાર છે. તેઓ ખેડૂતોની દરેક વાત સાંભળવા તૈયાર છે, સરકારે તે માટે ક્યારેય ના પાડી નથી. દરેક ખેડૂત સંગઠન ખુલ્લા મનથી સરકાર સાથે વાત કરી શકે છે. સરકારે કહ્યું છે કે, હજી પણ વાતચીતના દરેક રસ્તા ખુલ્લા છે. સમગ્ર ચિઠ્ઠીને નીચે વાંચો

સરકારે ખેડૂતોની સૌથી મોટી માંગ નકારીસરકારે ખેડૂતોના 10 મહત્વના મુદ્દામાં સૌથી મોટી માંગ એટલે કે કાયદો રદ્દ કરવાની માંગને સંપૂર્ણપણે નકારી દીધી છે. 5 મુદ્દા પર સ્પષ્ટતા આપવાની વાત કરી અને 4 મુદ્દા પર વર્તમાન વ્યવસ્થામાં ફેરફાર કરવાની ખાતરી આપી.

ખેડૂતોના મુદ્દા સરકારનો જવાબ
કૃષિ સુધારા કાયદા રદ કરો વાંધો છે તો ખુલ્લા મનથી વિચાર કરવા તૈયાર છીએ
MSP અંગે ચિંતા છે. પાકોનો કારોબાર ખાનગી ક્ષેત્ર પાસે થતો રહેશે. સરકાર MSP અંગે લેખિત ખાતરી આપશે.
ખેડૂતોની જમીન મોટા ઉદ્યોગપતિઓ કબજો કરી લેશે ખેડૂતની જમીન પર કોઈ માળખુ બનાવી શકશે નહીં. માળખુ બનાવશે તો મિલકત ખેડૂતની
APMC મંડીઓ નબળી પડશે. ખેડૂત ખાનગી મંડીઓની ચુંગાલમાં ફસાઈ જશે. રાજ્ય સરકારો ખાનગી મંડીઓનું રજિસ્ટ્રેશન કરી શકે અને તેમની પાસે સેસ વસૂલી શકે તેવી વ્યવસ્થા કરશુ
ખેડૂતોની જમીન જપ્ત થઈ શકે છે વસૂલાત માટે જપ્ત નહીં થાય. તેમ છતા સ્પષ્ટતા આપશું
ખેડૂત સિવિલ કોર્ટમાં જઈ શકશે નહીં આ વિકલ્પ આપી શકાય છે.
પેન કાર્ડ દેખાડી પાકની ખરીદી થશે તો છેતરપિંડી પણ થશે રાજ્ય સરકારો પાક ખરીદનારા માટે રજિસ્ટ્રેશનનો નિયમ બનાવી શકે છે
પરાલી સળગાવવા બદલ દંડ અને સજા થઈ શકે છે ખેડૂતોના વાંધા દૂર કરવામાં આવશે
એગ્રીકલ્ચર એગ્રીમેન્ટના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા નથી એગ્રીમેન્ટ થયાના 30 દિવસમાં તેની એક નકલ SDM ઓફિસમાં જમા કરાવવાની વ્યવસ્થા કરશે
નવું વીજળી વિધેયક પાછું લેવામાં આવે વિધેયક ચર્ચા માટે છે. ખેડૂતોના વીજળી બિલની ચુકવણીની વર્તમાન વ્યવસ્થામાં કોઈ ફેરફાર નહીં થાય[:]

Be the first to comment on "[:en]પત્ર પોલિટિક્સ: સીધી વાટા-ઘાટો ન થતાં ચિઠ્ઠીનો સહારો, સરકાર 8 દિવસમાં ત્રીજી વાર ખેડૂતોને ચિઠ્ઠી લખી[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: