‘પત્થર કે ફૂલ’ના શૂટિંગ દરમિયાન ઈજાને કારણે રવીના ટંડન બેભાન થઈ ગઈ હતી, ભાન આવતા રડવા લાગી તો સલમાને મદદ કરી હતી


મુંબઈ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રવીના ટંડનનો 26 ઓક્ટોબરના રોજ 46મો જન્મદિવસ છે. રવીનાએ 1991માં ફિલ્મ ‘પત્થર કે ફૂલ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં સલમાન ખાન હતો. આ ફિલ્મ ઉપરાંત સલમાન-રવીનાએ ‘અંદાઝ અપના અપના’ તથા ‘કહી પ્યાર ના હો જાયે’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. જન્મદિવસ પર રવીનાએ પોતાની પહેલી ફિલ્મ સાથે જોડાયેલો કિસ્સો દિવ્ય ભાસ્કર સાથે શૅર કર્યો હતો.

રવીના સેટ પર બેભાન થઈ ગઈ હતી
રવીનાએ કહ્યું હતું, ‘ફિલ્મના ગીત ‘કભી તુ છલિયા લગતા હૈં..’માં મારે સ્કેટિંગ કરવાનું હતું, પરંતુ મને સ્કેટિંગ આવડતુંજ નહોતું. તેથી ગીતના દરેક શોટ દરમિયાન હું પડી જતી હતી. એકવાર અમે નરિમન પોઈન્ટ, મુંબઈમાં શૂટિંગ કરતા હતા. સેટ પર ભીડ હતી. મને શરમ પણ આવતી હતી. ફિલ્મના શોટ દરમિયાન હું પીઠના બળે નીચે પડી હતી અને માથામાં જોરદાર વાગ્યું હતું. ઈજાને કારણે હું બેભાન થઈ ગઈ હતી. જ્યારે મેં આંખો ખોલી ત્યારે સલમાન મારું નામ લેતો હતો અને લોકો મારા મોં પર પાણી નાખતા હતા. મને એટલી બધી શરમ આવતી હતી કે હું રડવા લાગી હતી. જેમ બાળકોને ફોસલાવવામાં આવે તે જ રીતે સલમાન મને મનાવી રહ્યો હતો અને મને કહેતો હતો કે જો કીડી મરી ગઈ…કીડી મરી ગઈ. પછી તો હું જોર જોરથી હસવા લાગી હતી.’

રવિના મોડલિંગમાંથી બોલિવૂડમાં આવી હતી
રવીનાએ કિરણ જુનેજાના ઓનલાઈન ચેટ શો ‘ઈનસાઈડ ટૉક’માં સલમાન ખાન સાથેની પહેલી મુલાકાત તથા એક્ટિંગ કરિયર અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે જ્યારે તે કોલેજમાં હતી ત્યારે તેણે એડ ગુરુ પ્રહલાદ કક્કરની સાથે મોડલિંગ પ્રોજેક્ટ કર્યા હતા.

વધુમાં રવીનાએ કહ્યું હતું, ‘જ્યારે હું પ્રહલાદ કક્કરની સાથે ઈન્ટર્નશિપ કરતી હતી ત્યારે ઘણાં લોકોએ મને કહ્યું હતું કે હું શા માટે કેમેરાની પાછળ કામ કરું છું. એક્ટિંગ કેમ નથી કરતી? હું પ્રહલાદની કંપનીમાં ફ્રી સ્ટેન્ડ ઈન મોડલ હતી એટલે કે જ્યારે કોઈ મોડલ કામ પર ના આવે તો હું તેના બદલે કામ કરતી હતી.’

આ રીતે સલમાન સાથે પહેલી મુલાકાત થઈ હતી
રવીનાએ કહ્યું હતું, ‘એકવાર તે બાંદ્રામાં હતી અને તેના મિત્ર બંટીનો ફોન આવ્યો હતો. બંટી અને સલમાન પણ ખાસ મિત્રો હતા. બંટીએ રવીનાને ફોનમાં એવું કહ્યું હતું કે તે હાલ બાંદ્રામાં છે અને જો તે આસપાસ હોય તો આવીને મળે. જ્યારે તે બંટીને મળવા આવી તો તેની સાથે સલમાન ખાન હતો. સલમાન તે સમયે જી પી સિપ્પી પ્રોડક્શનની ફિલ્મ ‘પત્થર કે ફૂલ’ માટે નવા ચહેરાની શોધમાં હતો. સલમાને તેને ફિલ્મની ઓફર કરી હતી અને તેણે તરત જ હા પાડી હતી.’

1 Trackbacks & Pingbacks

  1. 'પત્થર કે ફૂલ'ના શૂટિંગ દરમિયાન ઈજાને કારણે રવીના ટંડન બેભાન થઈ ગઈ હતી, ભાન આવતા રડવા લાગી તો સ

Leave a comment

Your email address will not be published.


*