[:en]ન્યૂ ઈનિંગ: દીકરાના ચોથા જન્મદિવસ પર કરીનાની જાહેરાત, આવતા વર્ષે ‘પ્રેગ્નન્સી બાઈબલ’થી લેખક તરીકે ડેબ્યૂ કરશે[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કરીના કપૂર ખાન હવે લેખક બનવા જઈ રહી છે. દીકરા તૈમુરના ચોથા જન્મદિવસ પર એટલે કે 20 ડિસેમ્બરના રોજ એક્ટ્રેસે સોશિયલ મીડિયામાં પોતાની પહેલી બુક અંગે વાત કરી હતી. આ બુકનું ટાઈટલ ‘કરીના કપૂર ખાનસ પ્રેગ્નન્સી બાઈબલ’ છે. આ બુકમાં માતા બનનારી મહિલાઓને પ્રેગ્નન્સીના આગામી મહિનાઓ માટે તૈયાર કરવામાં મદદ કરશે.

સોશિયલ મીડિયામાં બુક અંગે વાત કરી
કરીનાએ બુકનું કવર પેજ શૅર કરીને કહ્યું હતું, ‘આજે મારી બુક ‘કરીના કપૂર ખાનસ પ્રેગ્નન્સી બાઈબલ’ની જાહેરાત કરવાનો પર્ફેક્ટ દિવસ છે. આ બુકમાં હું મોર્નિંગ સિકનેસથી લઈને ડાયટ, ફિટનેસ સહિતની વાત કરીશ. તમે આ બુક વાંચો તેની રાહ જોઈ શકું તેમ નથી. આ બુક આવતા વર્ષે આવશે.’

કરીનાની બુકમાં તબીબી પાસાઓને આવરી લઈને પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓને કેવી કેવી તકલીફો થાય છે તે અંગેની વાત કરવામાં આવી છે અને ટિપ્સ આપવામાં આવી છે. બુકમાં પ્રેગ્નન્સી ડાયટ, વર્કઆઉટ, વેલનેસ તથા બાળક માટે કેવી રીતે તૈયાર થવું તેની વાત કરવામાં આવી છે.

દીકરાના જન્મદિવસ પર ભાવુક પોસ્ટ શૅર કરી
કરીનાએ દીકરા તૈમુરની તસવીર તથા વીડિયો શૅર કરીને ભાવુક પોસ્ટ લખી હતી. કરીનાએ કહ્યું હતું, ‘મારા બાળક.. હું બહુ જ ખુશ છું કે માત્ર ચાર વર્ષની ઉંમરમાં તારી અંદર એ વાત અંગે દૃઢ નિશ્ચય, સમર્પણ તથા ફોકસ છે કે તું શું કરવા માગે છે. હાલના દિવસોમાં ચારો ઉઠાવવો અને ગાયોને ખવડાવે છે. મારા મહેનતુ બાળકનું ભગવાન ભલું કરે. જ્યારે તું આ બધું કરી રહ્યો હો ત્યારે થોડીક ક્ષણો માટે બરફને ચાખવાનું, ફૂલોને તોડવાનું, ઉછળ-કૂદ, ઝાડ પર ચઢવાનું અને પોતાની કેક ખાવાનું ભૂલતો નહીં. સપનાઓની પાછળ દોડવાનું અને માથું ઊંચુ રાખીને જીવ અને સૌથી મોટી વાત…એ જ કરે જે તને ખુશ કરે. તને તારી અમ્મી કરતાં વધારે કોઈ પ્રેમ કરશે નહીં અને ના કરી શકશે. હેપ્પી બર્થડે દીકરા…મારા ટીમ..’

ફેબ્રુઆરીમાં બીજા બાળકને જન્મ આપશે
કરીના કપૂર ફેબ્રુઆરીમાં બીજા બાળકને જન્મ આપશે. સૈફ અલી ખાન પણ લેખક તરીકે આવતા વર્ષે પોતાની બુક લૉન્ચ કરશે. હાલમાં કરીના કપૂર રેડિયો શો ‘વોટ વિમેન વોન્ટ’માં વ્યસ્ત છે. આ શોમાં કરીના વિવિધ સેલેબ્સને બોલાવીને વિવિધ મુદ્દા પર ચર્ચા કરે છે. કરીનાની ફિલ્મની વાત કરવામાં આવે તો આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે.

[:]

Be the first to comment on "[:en]ન્યૂ ઈનિંગ: દીકરાના ચોથા જન્મદિવસ પર કરીનાની જાહેરાત, આવતા વર્ષે ‘પ્રેગ્નન્સી બાઈબલ’થી લેખક તરીકે ડેબ્યૂ કરશે[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: