‘ન્યાયઃ ધ જસ્ટિસ’ પર વિવાદ: સુશાંતના ચાહકે ફિલ્મની વિરુદ્ધ અરજી દાખલ કરી, બોમ્બે હાઈકોર્ટે પૂછ્યું- તમને કેવી રીતે ખબર કે તેઓ શું બતાવવા જઈ રહ્યા છે?


  • Gujarati News
  • Entertainment
  • Sushant’s Fans Filed A Petition Against The Film, The Bombay High Court Asked How Do You Know What They Are Going To Show?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બોમ્બે હાઇકોર્ટે મનીષ મિશ્રા નામના સમાજસેવીને તેમની અરજીને લઈને સવાલ કર્યા છે, જે તેણી અપકમિંગ ફિલ્મ ‘ન્યાયઃ ધ જસ્ટિસ’ની વિરુદ્ધ કરી હતી. પોતાને સુશાંત સિંહ રાજપૂતનો ફેન ગણાવતા મિશ્રાએ અરજીમાં દાવો કર્યો છે કે, એક્ટરના જીવન પર બનેલી આ ફિલ્મ તથ્યોની સાથે ચેડા કરીને તેમની છબીને ખરાબ કરશે. તેના પર સુનાવણી કરતા બુધવારે જસ્ટિસ પૃથ્વીરાજ ચૌહાણે મિશ્રાને પૂછ્યું, “તમને કેવી રીતે ખબર કે તેઓ શું બતાવવા જઈ રહ્યા છે?”

ફિલ્મ પર રોક લગાવવાની માગ કરી હતી
મનીષ મિશ્રાએ 22 ડિસેમ્બર 2020ના રોજ ડિંડોશી કોર્ટમાં ‘ન્યાયઃ ધ જસ્ટિસ’ની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. બાદમાં મિશ્રાએ તેને હાઈકોર્ટમાં પડકારી હતી, જેના પર બુધવારે સુનાવણી થઈ. મિશ્રાએ પોતાની પિટિશનમાં કહ્યું કે, હજી સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ ચાલી રહી છે. સુશાંતે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા કરવામાં આવી છે કે કેમ તે હજી સુધી સાબિત નથી થયું. તેથી નિર્માતાઓને ‘ન્યાયઃ ધ જસ્ટિસ’ની રિલીઝ, એગ્જિબિશન, તેને દર્શાવવા અને તેની જાહેરાતને રોકવામાં આવે.

પ્રોડ્યુસરનો દાવો- અમે પોલીસ તપાસને નથી દર્શાવી
સુનાવણી દરમિયાન જસ્ટિસ ચૌહાણે કેસમાં મિશ્રાના વ્યક્તિગત રસ પર સવાલ ઉઠાવ્યો હતો ત્યારે તેમના વકીલ ચેતન અગ્રવાલે કહ્યું, મારા ક્લાયન્ટ બિઝનેસમેન, સમાજસેવી, અને સુશાંત સિંહ રાજપૂતના ફોલોઅર છે. ચેતને દાવો કર્યો કે ફિલ્મનું ટાઈટલ તેના કન્ટેન્ટ વિશે ખુલાસો કરે છે. જ્યારે ફિલ્મના પ્રોડ્યુસર અને વકીલ અશોક સરાવગીએ દલીલ કરી કે તેમણે સુશાંતના મૃત્યુને લઈને ચાલી રહેલી પોલીસ તપાસને સ્પર્શ પણ નથી કર્યો.

સરાવગીએ આ દરમિયાન ડિંડોશી અદાલતના જજના નિવેદનને પણ ટાંક્યું. તેમણે કહ્યું કે, ડિંડોશીના જજે પૂછ્યું હતું કે, જ્યાં સુધી ફિલ્મ રિલીઝ નહીં થાય, ત્યાં સુધી તે કેવી રીતે કહી શકાય છે કે તેમાં તથ્યોની સાથે ચેડા થયા છે. કેસની આગામી સુનાવણી માર્ચના પહેલા અઠવાડિયામાં થશે.

રાઈટ્સ વગર પૂરું થયું ‘ન્યાયઃ ધ જસ્ટિસ’નું શૂટિંગ
દિલીપ ગુલાટીના નિર્દેશનમાં ‘ન્યાયઃ ધ જસ્ટિસ’નું શૂટિંગ હાલમાં જ પૂરું થયું છે. ફિલ્મમાં ટીવી એક્ટર ઝુબૈર ખાન સુશાંત સિંહ રાજપૂત દ્વારા પ્રેરિત ભૂમિકામાં જોવા મળશે, જ્યારે શ્રેયા શુક્લા રિયા ચક્રવર્તીથી ઇન્સ્પાયર્ડ રોલ કરી રહી છે. શક્તિ કપૂર આ ફિલ્મમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોના ચીફ રાકેશ અસ્થાનાની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના પ્રોડ્યુસર અશોક સરાવગીના જણાવ્યા પ્રમાણે, ફિલ્મની કહાની સુશાંત સિંહ રાજપૂતના જીવનથી પ્રેરિત છે. તેમાં લીડ રોલનું નામ મહેન્દ્ર ઉર્ફ માહી રાખવામાં આવ્યું છે. જ્યારે રિયા ચક્રવર્તીના રોલ કરનાર અભિનેત્રીનું નામ ઉર્વશી છે. કેમ કે આ કહાની પબ્લિક ડોમેનમાં છે, તેથી તેના રાઈટ્સ લેવાની જરૂર નહીં પડે.

1 Trackbacks & Pingbacks

  1. સુશાંતના ચાહકે ફિલ્મની વિરુદ્ધ અરજી દાખલ કરી, બોમ્બે હાઈકોર્ટે પૂછ્યું- તમને કેવી રીતે ખબર કે તે

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: