નેપાળના PM ઓલીના નિવેદનથી નારાજ રામ જન્મભૂમિના સંતોએ બુદ્ધિ શુદ્ધિ યજ્ઞ શરૂ કર્યો 


  • ઓલીનું નિવેદન બન્ને દેશના સાંસ્કૃતિક સંબંધ પર પ્રહારરૂપ છે, નિષ્ણાતોએ કહ્યું- રામ આપણા સંસ્કારમાં છે
  • સંતોએ કહ્યું- માતા જાનકીની જન્મભૂમિ અમારા માટે વંદનિય છે,નેપાળ-ભારતના સંબંધ માઓવારી કોઈ કિંમતે ખતમ નહીં કરી શકે

રવિ શ્રીવાસ્તવ

Jul 14, 2020, 08:16 PM IST

અયોધ્યા. અયોધ્યા ફરી એક વખત વિચલિત છે. આ વખતનું કારણ નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ ભગવાન શ્રીરામ અંગે આપેલુ નિવેદન છે. સરયૂ તટ પર વધારે લોકોની ભીડ જોવા મળી રહી નથી, પણ જે લોકો ત્યાં હાજર છે તેઓ નેપાળમાંથી આવેલા નિવેદનને લઈ નારાજ છે.

 શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ મહારાજના જણાવ્યા પ્રમાણે ભારત અને નેપાળના સંબંધોને નેપાળના પ્રધાનમંત્રી ઓલી ખતમ કરી રહ્યા છે. ચીન જેવા કપટી દેશના દોસ્ત બનીને ભારત સાથેના ભાઈ જેવા સંબંધોને તેમણે ઠોકર મારી રહ્યા છે. ઓલીનું આ નિવેદન તેમની નીરસ અને ભ્રમિત માનસિકતાને છતી કરે છે. શ્રી સીતા-રામ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પૂજાય છે અને વંદનિય છે. નૃત્યગોપાલદાસનું કહેવું છે કે નેપાળ પણ ભારતીય પરંપરા પર ચાલનારો દેશ રહ્યો છે. તેને કોઈ ચીની ભક્ત ખતમ કરી શકે નહીં.

 અયોધ્યા રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે નેપાળના PM ઓલીને મુરખ ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે નેપાળનો ભારત તથા અયોધ્યા સાથે ત્રેતા યુગથી સંબંધ રહ્યો છે. શાસ્ત્રોમાં અયોધ્યા પ્રમાણિત છે, નેપાળના PMને આ અંગે કોઈ જ જ્ઞાન કે જાણકારી નથી. PM ઓલીને જનકપુર અને અયોધ્યા વિશે કોઈ જ જાણકારી નથી. માતા સીતા અને રામને લગતી કોઈ જાણકારી ધરાવતા નથી. અયોધ્યા રામાદળ ટ્રસ્ટે તો નેપાળી PM ઓલી માટે બુદ્ધિ-શુદ્ધિ યજ્ઞ શરૂ કર્યો છે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ મહારાજ

 સનકાદિક આશ્રમના મહંત અને સંત સમિતિના અધ્યક્ષ મહંત કન્હૈયા દાસના જણાવ્યા પ્રમાણે નેપાળા કોમ્યુનિસ્ટ પ્રધાનમંત્રી નેપાળ સાથે પણ વિશ્વાસઘાત કરી રહ્યા છે. તેમની ભૂમિકા શંકાસ્પદ છે. તેમણે કહ્યું કે અયોધ્યા અને શ્રીરામ ભારતનો આત્મા છે, સાથે જ માતા જાનકીની જન્મભૂમિ પણ અમારા માટે વંદનિય છે. માટે નેપાળ તથા ભારતના સંબંધોને કોઈ માઓવાદી કોઈ પણ કિંમતે ખતમ કરી શકશે નહીં.

 સદ્રુરુ સદન ગોલાઘાટના મહંત સિયાકિશોરી શરણે કહ્યું કે અયોધ્યા અને શ્રીરામને નેપાળી કહેનાર લોકો માનસિક રીતે બીમાર છે. આમ તો ઓલી જેવા ચીની ભક્તોને એ વાતની ખબર હોવી જોઈએ કે માતા જાનકી નેપાળની દિકરી હતા અને રાજારામનું સામ્રાજ્ય ક્યાં સુધી હતું. આ રીતે સમગ્ર નેપાળ પર અયોધ્યાનું રાજ હતું.

 મહંત પરમહંસ દાસે નેપાળના PMના નિવેદનની ટીકા કરી છે. તેમણે કહ્યું કે નેપાળમાં તપસ્વી છાવણીના શિષ્ય માર્ગો પર ઉતરીને PM ઓલીનો વિરોધ કરશે. અયોધ્યા રામાદળ ટ્રસ્ટના અધ્યક્ષ પંડિત કલ્કિરામે દાવો કર્યો છે કે નેપાળી PM ઓલી પોતે જ નેપાળી નથી, ભારત અને નેપાળનો પ્રાચીનકાળથી સાંસ્કૃતિક સંબંધ છે. નેપાળની 60 ટકા પ્રજા ભારત પર નિર્ભર છે. તેઓ પ્રભૂ રામને પોતાના જમાઈ માની પૂજા કરે છે. ભગવાન રામ સમગ્ર વિશ્વના છે.
 

અયોધ્યા શોધ સંસ્થાના વડા ડો. વાઈપી સિંહે કહે છે કે તેમની સંસ્થા છેલ્લા 20 વર્ષથી દેશ વિદેશમાં શ્રી રામ સાથે જોડાયેલી બાબતો પર સંશોધન કરી રહી છે. એ બાબત અગાઉ જ સાબીત થઈ ગઈ છે કે અયોધ્યા જ શ્રીરામનું જન્મસ્થળ છે.

 તેમણે પ્રશ્ન કર્યો કે નેપાળના PM રામને નેપાળના ગણાવે છે તો મધુબની પેઈન્ટીંગમાં રામના જન્મને લઈ તેમના અન્ય સ્વરૂપ શાં માટે મળતા નથી. મધુબની પેઈનટિંગમાં ફક્ત શ્રીરામ અને સીતાના લગ્નનો ઉલ્લેખ છે. એવી જ રીતે ત્યાં રામનો જન્મોત્સવ નહીં પણ લગ્નને લગતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યાં રામનો નહીં પણ માતા સીતાના જન્મોત્સવનું આયોજન થાય છે.
 સિંહે છે કે રામની સંસ્કૃતિ અયોધ્યામાં વસેલી છે. નેપાળમાં આજે પણ ત્યાંના લોકો અયોધ્યાથી આવેલા લોકોને જમાઈનો દરજ્જો આપી સ્વાગત કરે છે. સીતા માતાના વિસ્તારોમાં આજે પણ પતિ પત્ની સાથે બે વખત લગ્ન કરે છે, કારણ કે પ્રથમ વખત શ્રીરામે પણ ધનુષ યજ્ઞ સાથે લગ્ન કર્યા હતા અને બાદમાં દશરથજી પહોંચ્યા ત્યારે ફરી રીત-રિવાજો પ્રમાણે લગ્ન કર્યા હતા. આ પરંપરા આજે પણ છે. ત્યાં સીતા વિવાહ બાદ રામલીલા પૂર્ણ થાય છે. ત્યાં રામના જન્મને લગતું કોઈ લોકગીત નથી. આ સંજોગોમાં ઓલીનું નિવેદન બન્ને દેશ વચ્ચેના સાંસ્કૃત્તિક સંબંધોને નુકસાન પહોંચાડનારું છે.

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ સોમવારે દાવો કર્યો હતો કે અયોધ્યા ભારતમાં નહીં પણ નેપાળમાં છે

અયોધ્યાના સીનિયર જર્નાલિસ્ટ વીએન દાસ કહે છે કે ગયા વર્ષે અયોધ્યામાં યોજાયેલા દીપોત્સવ કાર્યક્રમમાં નેપાળનું એક પ્રતિનિધિમંડળ આવ્યુ હતું.  UP સરકાર અને નેપાળ સરકાર વચ્ચે અયોધ્યાથી જનકપુર બસ સેવા પણ શરૂ કરવામાં આવી હતી. એટલું જ નહીં અયોધ્યાથી જનકપુર સુધી આશકે 218 કિમી રામજાનકી માર્ગ હાઈવે પણ તૈયાર થવાનો છે. જો રામ અયોધ્યાના નથી તો નેપાળ સરકાર આ બધુ શાં માટે કરાવી રહી છે?

1 Trackbacks & Pingbacks

  1. નેપાળના PM ઓલીના નિવેદનથી નારાજ રામ જન્મભૂમિના સંતોએ બુદ્ધિ શુદ્ધિ યજ્ઞ શરૂ કર્યો  -

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: