દિવ્ય ભાસ્કર
Jul 12, 2020, 05:34 PM IST
દિલ્હી. શનિવારે રાતે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને કોરોના પોઝિટિવ હોવાની જાણકારી ટ્વિટર પર આપી હતી. રવિવારે કરવામાં આવેલા ટેસ્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચના અને તેની પુત્રી આરાધ્યાનો પણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે, જ્યારે જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બચ્ચન પરિવાર માટે દેશમાં તેમના ચાહકો જલ્દી સાજા થઇ જવાની પ્રાર્થના કરી રહ્યા છે. હાલમાં નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પણ અમિતાભ અને અભિષેકના સ્વાસ્થ્ય માટે ટ્વીટ કરી છે. તેમણે લખ્યું કે, ‘ભારતના લેજેન્ડરી એક્ટર અમિતાભ બચ્ચન અને તેમના દીકરા અભિષેક બચ્ચનના સ્વાસ્થ્ય અને જલ્દી રિકવરી થાય તેવું ઈચ્છું છું.’
Wishing legendary actor of India @SrBachchan and his son actor @juniorbachchan good health and speedy recovery!
— K P Sharma Oli (@kpsharmaoli) July 12, 2020
આ ટ્વીટ પર હાલ યુઝર્સની કમેન્ટનો ઢગલો થઇ ગયો છે, કારણ કે તેમણે ભારત સાથે નેપાળની સરહદના તણાવ વચ્ચે ભારતીય અભિનેતા માટે ટ્વીટ કરી છે.
Be the first to comment on "નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ અભિતાભ અને અભિષેક બચ્ચન જલ્દી સાજા થાય તેની ટ્વીટ કરી"