નિવેદન: બાયો-બબલમાં રહેવું અઘરું છે, પરંતુ ભારતીય ખેલાડીઓની સહનશક્તિ વિદેશીઓ કરતાં વધુ છે: સૌરવ ગાંગુલી

નિવેદન: બાયો-બબલમાં રહેવું અઘરું છે, પરંતુ ભારતીય ખેલાડીઓની સહનશક્તિ વિદેશીઓ કરતાં વધુ છે: સૌરવ ગાંગુલી


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ મેન્ટલ હેલ્થ સામે સરળતાથી ઝઝૂમે છે અને જલ્દી હાર માની લે છે: ગાંગુલી

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે કહ્યું કે, “ભારતીય ખેલાડીઓ મેન્ટલ હેલ્થ બાબતે કોઈપણ સમસ્યાનો સામનો કરવામાં વિદેશીઓ કરતાં વધુ સહનશક્તિ ધરાવે છે. બાયો-બબલમાં રહેવું અઘરું છે, પરંતુ આપણા ખેલાડીઓ ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયન્સ કરતાં વધુ ટોલરન્ટ છે.” ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં ક્રિકેટ બાય-બબલમાં રમાઈ છે. જેમાં ખેલાડીઓની લાઈફ સ્ટેડિયમથી હોટલ અને હોટલથી સ્ટેડિયમ સુધી સીમિત થઈ જાય છે. તેઓ બબલની બહારની કોઈપણ વ્યક્તિને મળી શકતા નથી.

વિદેશી ખેલાડીઓ જલ્દી હાર માની લે છે
ગાંગુલીએ વધુ ઉમેર્યું કે, હું મારા રમવાના અનુભવથી કહી શકું છું કે, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ મેન્ટલ હેલ્થ સામે સરળતાથી ઝઝૂમે છે અને જલ્દી હાર માની લે છે .છેલ્લા 6-7 મહિના બાયો-બબલમાં ક્રિકેટની રમત રમાઈ છે. માત્ર હોટલ રૂમથી ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડમાં દબાણનો સામનો કરીને પાછું હોટલ રૂમમાં જ રહેવું, આ જ રૂટિન સતત ચાલે તો ખરેખર બહુ અઘરું પડે છે. આ સામાન્ય જીવન કરતાં અલગ લાઈફ છે.

ઓસ્ટ્રેલિયાની ટીમનું ઉદાહરણ આપ્યું
ગાંગુલીએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયાની ટીમે ભારત સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ગુમાવી પછી તેમણે સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાનું રદ કરી દીધું હતું. તેમણે કહ્યું કે, મેન્ટલ હેલ્થ અને પ્લેયર સેફટી રિસ્કને લીધે ટીમ ટ્રાવેલ નહીં કરે. હા, કોવિડ-19નો ડર તો કાયમ રહેવાનો. પણ તમારે પોઝિટિવ રહેવાની જરૂર છે. મેન્ટલ હેલ્થ પર કામ કરવાની જરૂર છે. તમે કેવી રીતે પોતાને મેન્ટલી ટ્રેન કરો છો એના પર બધું નિર્ભર કરે છે.

પોતાના દિવસો યાદ કર્યા
2005માં ગાંગુલી પાસેથી કેપ્ટનશિપ છીનવામાં આવી હતી. તેમજ તેને ટીમમાંથી પણ ડ્રોપ કરાયો હતો. તે બાદ પણ દાદાએ હાર ન માનીને શાનદાર વાપસી કરી હતી. આ અંગે તેમણે કહ્યું કે, પરિસ્થિતિ કેવી પણ ભલેને હોય તેનો સામનો કર્યા વગર છૂટકો નથી. પછી તે સ્પોર્ટ્સ હોય કે બિઝનેસ કે અન્ય કોઈ વસ્તુ, તમારે સામનો કરવો જ પડે છે. અપ્સ એન્ડ ડાઉન્સ લાઈફનો ભાગ છે. દરેકના જીવનમાં પ્રેસર હોય છે. તમારું માઈન્ડસેટ સારું હોય એ જરૂરી છે.

બાયો-બબલ શું છે?

  • સરળ ભાષામાં, તે એક એવું વાતાવરણ છે જેમાં રહેનાર બહારની દુનિયાથી એકદમ અલગ થઈ જાય છે.
  • એટલે કે, IPLમાં ભાગ લેનારા ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, મેચ અધિકારી, હોટલ સ્ટાફ અને કોરોના ટેસ્ટ કરનાર મેડિકલ ટીમને પણ બહાર જવાની મંજૂરી નથી.
  • કોઈપણ વ્યક્તિ બહારની દુનિયાના સંપર્કમાં આવી શકે નહીં.

અન્ય સમાચારો પણ છે…

1 Trackbacks & Pingbacks

  1. સૌરવ ગાંગુલી – Gujarati News -

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: