નાની બચત યોજનાઓનું મોટુ ચૂંટણી કનેક્શન: બંગાળીઓનો હિસ્સો સૌથી વધુ, ચૂંટણીની વચ્ચે વ્યાજ દર ઘટ્યા હોત તો BJPને મોટું નુકસાન થાત


  • Gujarati News
  • Business
  • The Share Of Bengalis Is The Highest. If Interest Rates Had Come Down In The Run up To The Elections, The BJP Would Have Suffered A Huge Loss

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હીએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • નેશનલ સ્મોલ સેવિંગ ફન્ડમાં પશ્ચિમ બંગાળનું સૌથી વધુ 15.1 ટકાનું યોગદાન
  • ચૂંટણી પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલા તમિલનાડુ અને આસામનો પણ મહત્વપૂર્ણ હિસ્સો

કેન્દ્રની મોદી સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય 24 કલાકમાં જ પરત ખેંચી લીધો છે. નાણાં મંત્રાલયે 31 માર્ચે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ(NSC) અને પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ(PPF) સહિતની તમામ બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું નોટિફેકેશન બહાર પાડ્યું હતું. જોકે 1 એપ્રિલની સવારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આ આદેશને પરત લેવાની જાહેરાત કરી. વાસ્તવિકતા તો એ છે કે વ્યાજદરોમાં ઘટાડો કરવાનો નિર્ણય પરત લેવામાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચાલી રહેલા વિધાનસભા ચૂંટણીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ચાલો તમને જણાવીએ વ્યાજ દરોનું ચૂંટણીઓ સાથે શું કનેક્શન છે…

નાની બચત યોજનાઓમાં પશ્ચિમ બંગાળનું સૌથી વધુ યોગદાન
મોટાભાગની નાની બચત યોજનાઓ સિનિયર સિટિઝન્સ અને ગરીબ મધ્યમવર્ગ માટે ચલાવવામાં આવે છે. નેશનલ સેવિંગ ઈન્સ્ટીટયુટ પર ઉપલબ્ધ ડેટા મુજબ નેશનલ સ્મોલ સેવિંગ ફન્ડમાં પશ્ચિમ બંગાળનું સૌથી વધુ યોગદાન છે. નાણાંકીય વર્ષ 2017-18માં NSSFમાં પશ્ચિમ બંગાળનું યોગદાન 15.1 ટકા કે લગભગ 90 હજાર કરોડ રૂપિયા હતું.

તમિલનાડુ અને આસામની મહત્વપૂર્ણ ભૂમિકા
નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કાપ મૂકવાનો નિર્ણય પરત લેવામાં બીજા રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. NSIના ડેટા મુજબ, 2017-18માં NSSFમાં તમિલનાડુનું 4.80% કે 25598 કરોડ રૂપિયાનું યોગદાન હતું. આ સિવાય આસામનું 9446 કરોડ રૂપિયાનું યોગદાન હતું. આસામમાં એક તબક્કા અને તમિલનાડુમાં બધી સીટો પર મતદાન છ એપ્રિલે થવાનું છે.

સતત વધી રહ્યું છે પશ્ચિમ બંગાળનું યોગદાન
NSSFમાં પશ્ચિમ બંગાળનું યોગદાન સતત વધી રહ્યું છે. 2007-08માં પશ્ચિમ બંગાળનું યોગદાન 12.4 ટકા હતું, જે 2009-10માં વધીને 14 ટકાથી વધુ થઈ ગયુ હતું. 2017-18માં તે વધીને 15.1 ટકા પર પહોંચી ગયું. 2017-18માં તે વધીને 15.1 ટકાએ પહોંચી ગયું. 2017-18માં કુલ NSSFમાં કુલ કલેક્શન 5.96 લાખ રૂપિયા હતું. જેમાં લગભગ 90 હજાર કરોડ રૂપિયાનું યોગદાન માત્ર પશ્ચિમ બંગાળનું હતું. તે પછી ઉત્તર પ્રદેશનું યોગદાન 11.7 ટકા કે 69660.70 કરોડ રૂપિયા અને મહારાષ્ટ્રનું યોગદાન 10.6 ટકા કે 63025.59 કરોડ રૂપિયા હતું. એટલે કે NSSFમાં યોગદાનના મામલામાં પશ્ચિમ બંગાળે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રને પાછળ છોડી દીધા છે.

પૈસા એકત્રિત કરવાની સરળ રીત છે નાની બચત યોજનાઓ
સરકાર માટે નાની બચત યોજનાઓ પૈસા એકત્રિત કરવાની સરળ રીત છે. નાણાંકીય વર્ષ 2020-21ના બજેટમાં સરકારે નાની બચત યોજનાઓ દ્વારા 2.4 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાનું અનુમાન રાખ્યું હતું. જોકે રિવાઈઝ એસ્ટીમટમાં સરકારે તેને વધારીને 4.8 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. નાણાંકીય વર્ષ 2020-21માં નાની બચત યોજનાઓ દ્વારા 3.91 લાખ કરોડ રૂિપયાનું બોરોઈંગ રહ્યું છે. નાણાંકીય નુકસાનની ભરપાઈ માટે સરકારે નાન બચત યોજનાઓમાંથી જ ઉધાર લે છે.

1.1 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો
નાણાં મંત્રાલયે 31 માર્ચે નોટિફિકેશન બહાર પાડીને 9 નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં 1.1 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ કાપ PPF, NSC, સુકન્યા સમુદ્ધ યોજના જેવી નાની બચત યોજાનાઓમાં માટે લાગુ કરવામાં આવ્યો હતો. આ કાપ 1 એપ્રિલથી શરૂ થનારા ત્રિમાસિક એટલે કે ત્રણ મહિના માટે મૂકવામાં આવ્યો હતો. જોકે 1 એપ્રિલની સવારે ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વ્યાજ દરોમાં કરાયેલા ઘટાડાને પરત લેવાની જાહેરાત કરી હતી.

પહેલાં કેટલો ઘટાડો કરવામાં આવ્યો હતો

યોજના આ વ્યાજદર કરવામાં આવ્યા હતા (% માં) વ્યાજદર (% માં)
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ 6.50 7.40
સુકન્યા સમૃદ્ધિ યોજના 6.90 7.60
PPF 6.40 7.10
કિસાન વિકાસ પત્ર 6.20 6.90
NSC 5.90 6.80
મંથલી ઈન્કમ સ્કીમ 6.60 6.60
ટાઈમ ડિપોઝિટ 4.40 થી 6.20 5.50 થી 6.70
રિકરિંગ ડિપોઝિટ 5.30 5.80
સેવિંગ એકાઉન્ટ 3.50 4.00

1 એપ્રિલ 2020એ થયો હતો વ્યાજ દરોમાં ઘટાડો
કેન્દ્ર સરકારે ગત વર્ષે 1 એપ્રિલ 2020ના રોજ નાની બચત યોજનાઓ પર મળતા વ્યાજમાં કાપ મૂક્યો હતો. ત્યારે વ્યાજ દરોમાં 1.40 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તે પછી 31 માર્ચ 2021ના રોજ વ્યાજમાં કાપ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેને બીજા દિવસે જ પરત ખેંચવામાં આવ્યો.

વિપક્ષો સહિત સોશિયલ મીડિયા પર થયો વિરોધ
વ્યાજ દરમાં ઘટાડો કરવાના નિર્ણયનો વિપક્ષો સહિત સોશિયલ મીડિયા યુઝર્સે ખૂબ જ વિરોધ કર્યો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું પેટ્રોલ-ડીઝલમાં તો પહેલેથી જ લૂટ હતી, ચૂંટણી પુરી થતા જ મધ્યવર્ગની બચત પર ફરીથી વ્યાજ ઘટાડીને લૂટ કરવામાં આવશે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે વ્યાજ દરોમાં ઘટાડો કરવા બાબતે નારાજગી દર્શાવતા વિરોધ કર્યો.

અન્ય સમાચારો પણ છે…

Be the first to comment on "નાની બચત યોજનાઓનું મોટુ ચૂંટણી કનેક્શન: બંગાળીઓનો હિસ્સો સૌથી વધુ, ચૂંટણીની વચ્ચે વ્યાજ દર ઘટ્યા હોત તો BJPને મોટું નુકસાન થાત"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: