નવો ટાર્ગેટ: શ્રી મારુતિ કુરિયરનું આગામી પાંચ વર્ષમાં રૂ.1,000 કરોડના ટર્નઓવરનું લક્ષ્યાંક


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શ્રી મારુતિ કુરિયર સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અજય મોકરિયા

  • કંપની કારોબારની વૃદ્ધિ માટે ગ્રામીણ, દ્વિતીય તથા તૃતીય શ્રેણીના બજારો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરશે

ભારતની ટોચની લોજિસ્ટિક્સ કંપનીઓ પૈકીની એક શ્રી મારુતિ કુરિયર સર્વિસિસ દેશના ખૂણેખૂણાં સુધી પહોંચ વધારવા માટે આક્રમક ધોરણે તેના નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે. અમદાવાદમાં મુખ્યમથક ધરાવતી કંપની આગામી પાંચ વર્ષમાં રૂ. 1,000 કરોડના ટર્નઓવરનો લક્ષ્યાંક હાંસલ કરવાની અને પોતાના નેટવર્કમાં દેશના 2000 શહેરો અને નગરો ઉમેરવાની યોજના ધરાવે છે. હાલમાં શ્રી મારુતિ કુરિયર સર્વિસિસ દેશભરમાં 2,650 આઉટલેટ્સ અને 24 કલાક કાર્યરત 89 પ્રાદેશિક કચેરીઓ ધરાવે છે. કંપની 868 શહેરો તથા નગરોમાં હાજરી ધરાવે છે અને 4,600 પિન કોડ્સમાં સેવાઓ પૂરી પાડે છે.

દેશભરમાં અમારા નેટવર્કમાં વધારાના 7,500 પિનકોડ ઉમેરવાનું લક્ષ્ય
આ વિસ્તરણ યોજના અંગે માહિતી આપતાં શ્રી મારુતિ કુરિયર સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અજય મોકરિયાએ જણાવ્યું હતું કે પડકારજનક કારોબારી માહોલ છતાં અમે તમામ પ્રકારના બજારોમાંથી માંગમાં મજબૂત વધારો અનુભવી રહ્યાં છીએ. આક્રમક વિસ્તરણ યોજના સાથે અમે દેશભરમાં અમારા નેટવર્કમાં વધારાના 7,500 પિનકોડ ઉમેરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. કંપનીએ સરફેસ કાર્ગોની નવી પ્રોડક્સ/વર્ટિકલ્સનો ઉમેરો કરવાની સાથે જ તાજેતરમાં 6 નવા ગેટવેઝ શરૂ કરી આંતરરાષ્ટ્રીય સેગમેન્ટને પણ અપગ્રેડ કર્યું છે, જેનાથી આગામી પાંચ વર્ષમાં રૂ.1,000 કરોડનું ટર્નઓવર સુનિશ્ચિત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના અભિયાનને ધ્યાનમાં રાખીને અમે આ વિસ્તરણ યોજના થકી રોજગારીની 10,000 તકોનું સર્જન કરી ભારતની વૃદ્ધિગાથામાં ફાળો આપી ગર્વ અનુભવીશું.

વર્ષ 2022ના અંત સુધી આશરે 4,000 આઉટલેટ્સ સુધી પહોંચવાનો ટાર્ગેટ
નાણાંકીય વર્ષ 2013-14માં રૂ. 57 કરોડના ટર્નઓવરથી કંપનીએ એકંદર વૃદ્ધિમાં મોટી છલાંગ લગાવી હતી અને નાણાંકીય વર્ષ 2019-20માં રૂ.345 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું. નાણાંકીય વર્ષ 2021-22 માટે કંપની 3,190 નવા યુનિક પિન કોડ શરૂ કરવાની યોજના ધરાવે છે, જે 900+ નવા સ્થળોને આવરી લેશે. આ 900+ નવા સ્થળોમાંથી 200 મુખ્ય શહેરો હશે અને બાકીના દ્વિતીય અને તૃતીય કક્ષાના શહેરો અને નગરો હશે. આ આક્રમક વિસ્તરણ યોજના સાથે શ્રી મારુતિ કુરિયર નાણાંકીય વર્ષ 2022ના અંતે આશરે 4,000 આઉટલેટ્સ સાથે 2,500 શહેરો તથા નગરોમાં નેટવર્ક સ્થાપવાનું લક્ષ્ય ધરાવે છે.

કારોબારમાં મેટ્રો અને મેગાસિટીનો ફાળો 65 ટકા જેટલો
શ્રી મારુતિ કુરિયર ભારતની સૌથી ઝડપથી વિકસતી લોજિસ્ટિક્સ કંપનીઓમાંની એક બનવાના માર્ગ પર ઝડપથી આગળ વધી રહી છે. કંપની મુખ્યત્વે દક્ષિણ, ઉત્તર-પૂર્વ અને અપર નોર્થ અને તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય વિસ્તારોના આંતરિક સ્થળો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જ્યાં એક્સપ્રેસ અને કાર્ગો વ્યવસાય માટે વિશાળ તકો રહેલો છે. કારોબારમાં મેટ્રો અને મેગાસિટીનો ફાળો 65 ટકા જેટલો છે, જ્યારે ગ્રામીણ, સેમી-અર્બન, દ્વિતીય અને તૃતીય કક્ષાના શહેરો તથા નગરો એકંદરે વ્યવસાયમાં 35 ટકા હિસ્સો ધરાવે છે.

આગામી પાંચ વર્ષમાં 150 વેરહાઉસ ઉમેરવાની યોજના
કંપની પાર્સલ અને કાર્ગોની સરળ અને ઝડપી ડિલિવરી માટે વેરહાઉસ સ્થાપવા માટે પણ મોટું રોકાણ કરી રહી છે. હાલ કંપની પાસે દેશભરમાં 89 વેરહાઉસ છે અને આગામી પાંચ વર્ષમાં 150 વેરહાઉસ ઉમેરવાની યોજના બનાવી રહી છે. મજબૂત નેટવર્ક, સમર્પિત સ્ટાફ અને તકનીકી કુશળતા ધરાવતી શ્રી મારુતિ કુરિયર લોજિસ્ટિક્સ વ્યવસાય પર ભારે દારોમદાર રાખી રહી છે અને તે એર અને સરફેસ પરિવહન માર્ગો દ્વારા દૈનિક ધોરણે 2.5 લાખ કુરિયર અને કન્સાઇનમેન્ટનું હેન્ડલિંગ કરે છે.

અન્ય સમાચારો પણ છે…

1 Trackbacks & Pingbacks

  1. શ્રી મારુતિ કુરિયરનું આગામી પાંચ વર્ષમાં રૂ.1,000 કરોડના ટર્નઓવરનું લક્ષ્યાંક – Gujarati News -

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: