નક્સલી હુમલો: બીજાપુરમાં નક્સલીઓ સાથેની અથડામણમાં 24 જવાન શહીદ, 20ના મૃતદેહ હજી પણ ઘટનાસ્થળે, 24 કલાક પછી પણ નથી પહોંચી રેસ્ક્યૂ ટીમ


  • Gujarati News
  • National
  • 24 Jawans Martyred In Clashes With Naxals In Bijapur, Bodies Of 20 Still At The Spot, Rescue Team Could Not Reach Even After 24 Hours

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જગદલપુર13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • નક્સલીઓએ જવાનોને ત્રણ બાજુએથી ઘેરી લીધા હતા

શનિવારે બસ્તરના બીજાપુરમાં નક્સલીઓએ 700 સૈનિકોને ઘેરી લીધા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. બીજાપુર એસપીએ જણાવ્યું કે આ હુમલામાં 22 જવાનો શહીદ થયા છે. જો કે, આ સંખ્યા 24 હોવાની આશંકા છે.ગ્રાઉન્ડ ઝીરોનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં 20 જવાનોના મૃતદેહ હજી ઘટનાસ્થળે જ જોવા મળી રહ્યા છે. અહીં રેસ્ક્યૂ ટીમ પણ હજી સુધી પહોંચી શકી નથી.

20 દિવસ પહેલા મોટી સંખ્યામાં નક્સલવાદીઓની હાજરી અંગેની જાણકારી મળી હતી
લગભગ 700 જવાનોને નક્સલીઓએ બીજાપુરના તર્રેમ વિસ્તારમાં જોનાગુડા ટેકરીઓ પાસે ઘેરી લીધા હતા. ત્રણ કલાક ચાલેલી અથડામણમાં 9 નક્સલીઓ પણ માર્યા ગયા છે. લગભગ 30 જવાન ઘાયલ થયા છે. 20 દિવસ પહેલા UAV તસવીરો પરથી અહીંયા મોટી સંખ્યામાં નક્સલવાદીઓની હાજરી હોવાની જાણકારી મળી હતી.

ઓપરેશનલ પ્લાનિંગ પર સવાલ
CRPFની એડીડીપી ઓપરેશંસ ઝુલ્ફિકાર હંસમુખ, કેન્દ્રના વરિષ્ઠ સુરક્ષા સલાહકાર અને CRPFના પૂર્વ ડીજીપી વિજય કુમાર અને હાલના આઇજી ઓપરેશંસ છેલ્લા 20 દિવસથી જગદલપુર, રાયપુર અને બીજાપુરના વિસ્તારમાં પોતે ઉપસ્થિત છે. આ છતાં આટલી મોટી સંખ્યામાં જવાનોનું શહીદ થવું તે સમગ્ર ઓપરેશનલ પ્લાનિંગ પર સવાલ ઉભા કરી રહ્યું છે.

નક્સલીઓએ જવાનો પર ત્રણ બાજુએથી વરસાવી ગોળીઓ
સુરક્ષાદળોએ જોનાગુડાની ટેકરીઓ પર નક્સલીઓએ પડાવ કર્યો હોવાનું જાણવા મળ્યું હતુ. શુક્રવારે રાત્રે CRPFના કોબ્રા કમાન્ડો, CRPF બસ્તરિયા બટાલિયન અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સના બે હજાર જવાનોએ ઓપરેશન શરૂ કર્યું હતુ, પરંતુ શનિવારે નક્સલવાદીઓએ 700 જવાનોને ઘેરી લીધા હતા અને ત્રણ બાજુએથી ફાયરિંગ કરી દીધું હતું.

પોલીસ મહાનિરીક્ષક પી સુંદરરાજે જણાવ્યું હતું કે 180 નક્સલવાદીઓ ઉપરાંત કોન્ટા એરિયા કમિટી, પામેડ એરિયા કમિટી, જાગરગુંડા એરિયા કમિટી અને બાસાગુડા એરિયા કમિટીના 250 જેટલા નક્સલીઓ પણ હતા. સૂચના મળી છે કે નક્સલીઓ બે ટ્રેક્ટરમાં મૃતદેહોને લઈ ગયા હતા.

અધિકારીઓને પહેલેથી અંદાજો હતો મોટા હુમલાનો
બીજાપુર-સુકમા જિલ્લાનો સરહદી વિસ્તાર જોનાગુડા નક્સલવાદીઓનો મુખ્ય વિસ્તાર છે. અહીં નક્સલવાદીઓની એક બટાલિયન અને અનેક પ્લાટૂન હંમેશાં તૈનાત રહે છે. નક્સલવાદી સુજાતા આ સમગ્ર વિસ્તારની મહિલા કમાન્ડર છે. એવું માનવામાં આવે છે કે અધિકારીઓબે પહેલેથી જ અંદાજો હતો કે જવાનો પર નક્સલીઓ દ્વારા કોઈ મોટો હુમલો થઈ શકે છે. આ જ કારણ હતું કે આખા વિસ્તારમાં બે હજારથી વધુ જવાનોને ઉતર્યા હતા.

પહેલા જ ફાયરિંગમાં તેમને મોટું નુકસાન સહન કરવું પડ્યું હતુ. જો કે, જવાનોએ હિંમત ગુમાવી નથી અને નક્સલીઓનો ઘેરાવ તોડતાં ત્રણથી વધારે નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. ઘાયલ જવાનો અને શહીદોના મૃતદેહને ઘેરાવમાંથી બહાર પણ કાઢી લેવામાં આવ્યા હતા.. શહીદ જવાનોમાં 2-2 બસ્તરિયા બટાલિયન અને DGR અને એક કોબ્રાના છે.

CRPFના DG છત્તીસગઢ પહોંચ્યા
આ દરમિયાન CRPFના ડાયરેક્ટર જનરલ કુલદીપ સિંહ છત્તીસગઢ પહોંચ્યા છે. આ દરમિયાન, તેઓ પરિસ્થિતિની સમિક્ષા કરશે. બીજાપુરમાં ઓપરેશન બાદ ગૃહ મંત્રાલયે તેમને સ્થાન પર જવા સૂચના આપી હતી. ગૃહ મંત્રી અમિત શાહ DGને બીજપુર મોકલવાની સાથે છત્તીસગઢના મુખ્યપ્રધાન સાથે પણ સંપર્કમાં છે.

PM મોદીએ દુખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોની શહાદત પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે જવાનોના બલિદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં. મારી સંવેદના છત્તીસગઢમાં શહીદ થયેલા જવાનોના પરિવાર સાથે છે. બહાદુર શહીદોના બલિદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં. તેમનં ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના છે.

23 માર્ચે નક્સલી બ્લાસ્ટમાં 5 જવાન શહીદ થયા હતા
છત્તીસગઢમાં 10 દિવસની અંદર આ બીજો નક્સલવાદી હુમલો છે. આ પહેલા 23 માર્ચે થયેલા હુમલામાં 5 જવાન શહીદ થયા હતા. આ હુમલો નક્સલીઓ દ્વારા નારાયણપુરમાં IED બ્લાસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. તર્રેમ પોલીસ સ્ટેશનમાંથી CRPF, DRG, ડિસ્ટ્રિક્ટ પોલીસ ફોર્સ અને કોબ્રા બટાલિયનના જવાનો સંયુક્ત રીતે સર્ચ કરવા નીકળ્યા હતા. દરમિયાન નક્સલવાદીઓએ બપોરે સિલગેરના જંગલમાં ઘાટ લગાવીને નક્સલીઓએ હુમલો કર્યો હતો. જેની સામે જવાનો દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી.

શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ મોકલ્યા બાદ હુમલાઓ તેજ થયા
નક્સલવાદીઓએ 17 માર્ચે શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ સરકાર સામે રાખ્યો હતો. નક્સલવાદીઓએ એક રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે તેઓ છત્તીસગઢ સરકાર સાથે જનતાની ભલાઈ માટે વાટાઘાટો કરવા તૈયાર છે. તેમણે વાટાઘાટો માટે ત્રણ શરતો પણ મૂકી હતી. આમાં સશસ્ત્ર દળોને હટાવવા, માઓવાદી સંગઠનો પરના પ્રતિબંધો હટાવવાની અને જેલમાં કેદ રહેલા તેમનાં નેતાઓની બિનશરતી મુક્તિની શરતોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે…

Be the first to comment on "નક્સલી હુમલો: બીજાપુરમાં નક્સલીઓ સાથેની અથડામણમાં 24 જવાન શહીદ, 20ના મૃતદેહ હજી પણ ઘટનાસ્થળે, 24 કલાક પછી પણ નથી પહોંચી રેસ્ક્યૂ ટીમ"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: