નક્સલીઓનો મીડિયાને મેસેજ: વ્હોટ્એપ કોલ પર કહ્યું- બીજાપુરના ઘર્ષણ પછી લાપતા થયોલા જવાનો અમારા સકંજામાં છે; નુકસાન નહીં પહોંચાડીએ


  • Gujarati News
  • National
  • Naksals Audio Message Viral, They Said On Whats App Call Regarding Missing Troop Soldier, We Have Him But We Wont Hurt Him

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

છત્તીસગઢના બીજપુરમાં નક્સલી એન્કાઉન્ટરમાં શહીદ સૈનિકોના મૃતદેહોને જગદલપુર લાવવામાં આવ્યા હતા. અહીં ગૃહમંત્રી અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • 60 કિમીનો મુશ્કેલ સફર ખેડીને ભાસ્કર ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું, ગામમાં ચારેય બાજુ લાશો હતી
  • ગામમાં 60-70 જેટલા નક્સલીઓ હતા, તેમણે ગ્રામજનો સાથે જવાનો ઈશારો કર્યો
  • ગામમાં પ્રવેશતા ચારેય બાજુ શહિદ જવાનોના શવ પથરાયેલા હતા, એકપણ જવાન જીવીત નહતો.

બીજાપુરના તર્રેમમાં 3 એપ્રિલના રોજ નક્સલિઓ સાથે થયેલા ઘર્ષણ બાદ ગુમ થયેલા જવાનોની માહિતી પ્રાપ્ત થઈ ગઈ છે. નક્સલીઓએ જ મીડિયાને ફોન કરીને આ અંગે જાણકારી આપી હતી. તેઓએ કહ્યું હતું કે જવાનો તેમના કબ્જામાં છે, પરંતુ કોઈને પણ નુકસાન નહીં પહોંચાડીએ, તેઓ સુરક્ષિત છે. આ જવાન કોબરા બટાલિયનનો છે અને તેનું નામ રાકેશસિંહ મનહાસ છે. તે જમ્મુ-કાશ્મીરનો રહેવાસી છે. બીજાપુરના SP કમલ લોચને આ જવાનના લોકેશનની માહિતી નહીં મળવાની વાત કરી હતી. એરફોર્સની મદદથી 20 જવાનોના મૃતદેહને રિકવર કરાયા હતા. જેમાંથી એક જવાન લાપતા હોવાનું જાણવા મળ્યું હતું.

ઑપરેશનથી પરત ફરતા સમયે હુમલો થયો, 4 કલાક ફાયરિંગ ચાલ્યુ
ઈજાગ્રસ્ત ASI આનંદ કુસામે જણાવ્યું હતું કે તેમની સાથે 450 જવાનોનું દળ હતું. ટીમને જે ઑપરેશન સોંપવામાં આવ્યું હતું, તેને પુરૂ કરીને તેઓ પરત ફરી રહ્યા હતા. તેઓ જ્યારે આ ઑપરેશનની શરૂઆત કરી રહ્યા હતા. ત્યારે કોઈપણ પ્રકારની નક્સલી ગતિવિધીઓ જણાઈ નહોતી. તેઓ જ્યારે પરત ફર્યા ત્યારે અચાનક 700 નક્સલીઓએ તેમને ઘેરી લીધા અને ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. આ એન્કાઉન્ટર સવારે 11 વાગ્યાથી શરૂ થયું હતું, જે બપોરના 3 સુધી ચાલ્યું હતું.

ભાસ્કર ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું, ગામમાં ચારેય બાજુ લાશો હતી
નક્સલી એન્કાઉન્ટરના બીજા દિવસે 4થી એપ્રિલે ભાસ્કરની ટીમ સુકમાના ડોરનાપલથી 60 કિમીનો મુશ્કેલ સફર ખેડીને ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. અહીં ગામમાં 60-70 જેટલા નક્સલીઓ હતા. તેઓએ તાત્કાલિક પૂછપરછ કરવાની શરૂ કરી દીધી, જ્યારે તેમને ખબર પડી કે મીડિયા છે, તો તેઓ થોડા શાંત થયા હતા. નક્સલીઓએ ગ્રામજનો તરફ ઈશારો કરીને કહ્યું કે આમની સાથે આગળ વધો. જ્યારે ટીમ આગળ વધી ત્યારે ચારેય તરફ શહીદ જવાનોના શવ પથરાયેલા હતા. એક પણ જવાન જીવતો નહતો. નક્સલીઓએ જવાનોના પગરખાથી માંડીને તમામ જરૂરી સામાન કબ્જે કરી લીધો હતો.

DRG, STF, કોબરા અને બસ્તર બટાલિયનના જવાન શહિદ

DRG STF COBRA 210 બસ્તર બટાલિયન

સબ ઈન્સપેક્ટર દીપક ભારદ્વાજ (જાંજગીર ચાંપા, CG)

હેડ કોન્સ્ટેબલ શ્રવણ કશ્યપ (બસ્તર, CG)

ઈન્સપેક્ટર દીલીપ કુમાર દાસ (બારપેટા, આસામ)

કોન્સ્ટેબલ સમૈયા માડંવી

હેડ કોન્સ્ટેબલ રમેશ કુમાર જુર્રી (કાંકેર, CG)

કોન્સ્ટેબલ રામદાસ કોર્રામ (કોંડાગામ, CG)

હેડ કોન્સ્ટેબલ રાજકુમાર યાદવ (ફિરોઝાબાદ, ઉત્તર પ્રદેશ)

હેડ કોન્સ્ટેબલ કાંસ્ટેબલ નારાયણ સોઢી(બીજાપુર, CG) કોન્સ્ટેબલ જગતરામ કંવર(રાજનાંદગામ, CG) સીટી રાકેશ્વર સિંહ મનહાસ (કોથિયન, જમ્મુ)*
કોન્સ્ટેબલ રમેશ કોરસા (બીજાપુર, CG)​​​​​​​ કોન્સ્ટેબલ સુખસિંબ ફરસ (ગરિયાબંધ, CG)​​​​​​​

સીટી ધર્મદેવ કુમાર (ચંદૌલી, ઉત્તર પ્રદેશ)

કોન્સ્ટેૂલ સુભાષ નાયક (બીજાપુર, CG)​​​​​​​ કોન્સ્ટેબલ રમાશંકપ પૈકરા(સરગુજા, CG)​​​​​​​ સીટી શખામુરી મુરારી કૃષ્ણ (ગુંટૂર, આંધ્ર પ્રદેશ)

સહાયક કોન્સ્ટેબલ કિશોર એન્ડ્રીક (બીજાપુર, CG)​​​​​​​

કોન્સ્ટેબલ શંકરનાથ (બીજાપુર, CG)​​​​​​​ સીટી રઘુ જગદીશ (વિજયનગરમ, આંધ્ર પ્રદેશ)
સહાયક કોન્સ્ટેબલ સનકુરામ સોઢી ( બીજાપુર, CG)​​​​​​​ સીટી શંભૂ રાય (નાર્થ ત્રિપુરા, ત્રિપુરા)
સહાયક કોન્સ્ટેબલ ભોસારામ કરટામી (બીજાપુર, CG)​​​​​​​ સીટી બબલી રંભા (ગોવલપરા, આસામ)

જવાન રાકેશ્વર સિંહ નામ શહીદોના લિસ્ટમાં છે, પરંતુ નક્સલીઓએ ઓડિયો મેસેજમાં દાવો કર્યો છે કે, રાકેશ્વર તેમના કબજામાં સુરક્ષિત છે.

અન્ય સમાચારો પણ છે…

1 Trackbacks & Pingbacks

  1. વ્હોટ્એપ કોલ પર કહ્યું- બીજાપુરના ઘર્ષણ પછી લાપતા થયોલા જવાનો અમારા સકંજામાં છે; નુકસાન નહીં પહો

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: