ધમેન્દ્રએ કહ્યું કે- મારા ભાઈ, તમે બે દિવસમાં સાજા થઈ જશો, હેમા માલિનીએ લખ્યું- હું તમારા માટે પ્રાર્થના કરું છું અમિત જી


દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 04:17 PM IST

સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેકનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. શનિવારે તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે સવારે હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંનેની હાલત સ્થિર છે અને તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 

77 વર્ષીય બિગ બીએ જાતે ટ્વીટ કરીને તેઓ કોરોના સંક્રમિત હોવાની જાણકારી ટ્વીટર આપી હતી. ત્યારબાદ તેમના મિત્રો, કલીગ્સ અને તેમના ચાહકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. 

અમિતાભની સાથે સૌથી સારી જોડી બનાવનાર ધર્મેન્દ્રએ પોતાના ફાર્મ હાઉસથી ટ્વીટ કરીને અમિતાભને હિંમત આપી. તેમણે લખ્યું- અમિત, જલ્દી સાજા થઈ જશો. 

અમિતાભની સાથે ઘણી સુપરહિટ આપનારી હેમા માલિનીએ લખ્યું- હું તમારા માટે પ્રાર્થના કરું છું અમિત જી, અને મને વિશ્વાસ છે કે અમારા બધાની પ્રાર્થનાથી તમે સુરક્ષિત ઘરે પાછા આવી જશો. 

અભિનેતા અક્ષય કુમારે પણ અમિતાભને ટ્વીટ કરીને રીટ્વીટ કરતા લખ્યું કે- સર તમે જલ્દીથી સાજા થઈ જાવ તે માટે હું પ્રાર્થના કરું છું.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ટ્વીટ કરી છે, “પ્રિય અમિતાભ જી, તમે જલ્દીથી સાજા થઈ જાવ તે માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે. તમે દેશના લાખો લોકોના આદર્શ છો. આઈકોનિક સુપરસ્ટાર છો. અમે તમારું સારી રીતે ધ્યાન રાખીશું. જલ્દી સ્વસ્થ થવા માટે શુભેચ્છા. “

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વિટર પર લખ્યું  – “શ્રી અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાના સમાચારથી હું દુઃખી છું. તેઓ ઝડપથી સાજા થઈ જાય તેવી હું પ્રાર્થના કરું છું.” 

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના ટ્વિટમાં લખ્યું છે કે,  “અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે તમે જલ્દીથી સ્વસ્થ થઈ જાવ. ગેટ વેલ સૂન અમિતાભ બચ્ચન જી.”

તેવી જ રીતે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ભાજપના નેતા શાહનવાઝ હુસેન, એનસીપી નેતા સુપ્રિયા સુલે, સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સહિત ઘણા રાજકારણીઓ અને દિગ્ગજોએ બિગ બી જલ્દી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરી છે. 

બોલિવૂડમાંથી પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે:-

અભિનેત્રી કૃતિ સેનને પણ બિગ બી જલ્દી સાજા થઈ જવાની પ્રાર્થના કરી. 

નિર્માતા બોની કપૂરે લખ્યું – ગેટ વેલ સૂન અમિતજી.

અમિતાભ માટે પ્રાર્થના કરતા સોનમ કપૂરે લખ્યું છે- ગેટ વેલ સૂન અમિત અંકલ. મારો પ્રેમ અને પ્રાર્થના. 

અભિનેત્રી પ્રીટિ ઝિન્ટાએ અમિતાભ બચ્ચન જલ્દી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરી છે.

સાઉથ ઈન્ડિયન સ્ટાર્સ પણ જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે
અમિતાભ બચ્ચન માટે પ્રાર્થનાઓ ચાલુ છે, સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ અમિતાભ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. મોહન લાલ, મહેશ બાબુ, મમૂટી અને ધનુષ સહિત ઘણા સેલિબ્રિટિઝ સોશિયલ મીડિયા પર બિગ બી પ્રત્યે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી અને તેમના માટે પ્રાર્થના કરી. સાઉથ ઈન્ડિયન સેલેબ્સની ટ્વીટ:-

સરહદ પારથી દુઆઓ
અમિતાભ માટે દુઆ સીમા પાર એટલે કે પાકિસ્તાનથી કરવામાં આવી રહી છે. પૂર્વ  ક્રિકેટર શોએબ અખ્તરે બિગ બીની સલામતી માટે દુઆ કરતા લખ્યું છે- ગેટ વેલ સૂન અમિતજી. સીમા પાર તમારા તમામ ફેન્સની તરફથી જલ્દી સાજા થઈ જાવ તેવી દુઆ છે. Be the first to comment on "ધમેન્દ્રએ કહ્યું કે- મારા ભાઈ, તમે બે દિવસમાં સાજા થઈ જશો, હેમા માલિનીએ લખ્યું- હું તમારા માટે પ્રાર્થના કરું છું અમિત જી"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: