દેશભરમાં કોરોનાનો પ્રકોપ: આજથી દેશના ઘણા રાજ્ય-શહેરોમાં વિકેન્ડ લોકડાઉન, મુંબઈના સ્ટેશન પર ટિકિટોનું વેચાણ બંધ, બજારોમાં ખરીદી કરવા લોકોનું ઘોડાપુર


 • Gujarati News
 • National
 • From Today, Weekend Lockdown In Many State cities Of The Country, Sale Of Tickets At Mumbai Station Will Be Stopped, People Will Be Able To Shop In The Markets.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

14 મિનિટ પહેલા

 • કૉપી લિંક

આ તસવીર મુંબઈમાં કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે આવેલા લોકોની છે. એક બાજુ ટેસ્ટિંગમાં કતારો લાગે છે, તો બીજે બજારોમાં ખરીદી કરવા માટે લોકોની ભીડ એકઠી થાય છે.

 • મુંબઈમાં વિકેન્ડ લોકડાઉન પહેલા બજારમાં લોકો ખરીદી કરવા ઊમટ્યાં હતા, દાદરના શાક માર્કેટમાં પણ ભીડ જોવા મળી
 • MPના છિંદવાડામાં 7 દિવસ, કોલારમાં 9 દિવસ અને શાજાપુરમાં 2 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે

કોરોના સંક્રમણની બીજી લહેરના પગલે વધતા જતા કેસો પર અંકુશ મુકવા માટે દેશમાં ઘણા બધા શહેરોની અંદર આજથી વિકેન્ડ લોકડાઉન લાદવાની શરૂઆત કરાઈ રહી છે. મુંબઈમાં આની અસર ખાસ વર્તાઈ રહી છે. સ્થાનિકો સવારથી માર્કેટમાં અને અન્ય દુકાનો પર સામાનની ખરીદી કરવા માટે મોટી માત્રમાં ઉપસ્થિત થઈ રહ્યા છે.

કોરોનાનું સંકટ ફરીથી દેશમાં પોતાનો સંકંજો કસી રહ્યું છે, જેના પગલે સંક્રમણને રોકવા માટે સ્થાનિક પ્રશાસન કડકાઈ પણ વર્તી રહી છે. ભારતના ઘણા રાજ્યો અને શહેરોમાં નાઈટ કર્ફ્યુ જાહેર કરી દેવાયું છે. તો કેટલીક જગ્યાએ આજથી વિકેન્ડ લોકડાઉનની પણ શરૂઆત થવા જઈ રહી છે. ચલો તો નજર ફેરવીએ કયા શહેરમાં વિકેન્ડ લોકડાઉન લાગી રહ્યું છે….

આખા મહારાષ્ટ્રમાં આજથી વિકેન્ડ લોકડાઉનની શરૂઆત કરવામાં આવી છે, જે આખા એપ્રિલ સુધી યથાવત રહેશે. જેમાં શુક્રવારની સાંજથી સોમવારની સવાર સુધી સમગ્ર શહેરમાં લોકડાઉન લાદવામાં આવશે. મુંબઈ, નાગપુર, નાસિક, થાણે અને પુણે જેવા શહેરોમાં કોરોના વાયરસના કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. જેથી અહીંયા સંક્રમણને કાબૂમાં લેવા માટે વિકેન્ડ લોકડાઉનની આવશ્યકતા પણ રહેલી છે.

જાણો ક્યાં-ક્યાં લોકડાઉન

 • મુંબઈમાં વિકેન્ડ લોકડાઉનની શરૂઆતના થોડાક સમય પહેલા જ બજારમાં ખરીદી કરવા માટે લોકોનું ઘોડાપુર ઉમટ્યું હતું. દાદરના શાકમાર્કેટમાં મોટા પ્રમાણમાં લોકો ઊમટ્યાં હતા.
 • મધ્યપ્રદેશના તમામ શહેરોમાં હવે વિકેન્ડ લોકડાઉન લાદવામાં આવશે. એટલે કે ભોપાલ, ઈન્દોર, છિંદવાડ. ગ્વાલિયર, જબલપુર સહિત દરેક શહેરોમાં લોકડાઉન રહેશે. આ પ્રતિબંધ શુક્રવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લાગૂ રહેશે. આ સમય દરમિયાન માત્ર જરૂરી કાર્ય કરવા અર્થે લોકોને બહાર નિકળવાની પરવાનગી આપવામાં આવશે.
 • મધ્યપ્રદેશના છિંદવાડામાં તો 8 એપ્રિલથી 7 દિવસો સુધી સંપૂર્ણ લોકડાઉન લાગી ગયું છે. કોલારમાં 9 એપ્રિલથી 9 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે અને શાજાપુરમાં આજથી 2 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે.
 • છત્તીસગઢના રાયપુરમાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. રાયપુરમાં 9 એપ્રિલથી 19 એપ્રિલ સુધી બધુ બંધ રહેશે.
 • છત્તીસગઢના દુર્ગમાં પણ સંપૂર્ણ લોકડાઉન છે. ત્યાં 6 થી 14 એપ્રિલ સુધી તમામ જગ્યાઓ બંધ રહેશે.

ક્યાં સુધી વિકેન્ડ લોકડાઉન રહેશે?
તમને જાણાવી દઈએ કે દેશના કેટલાક રાજ્યોમાં માત્ર ગણતરીના જિલ્લાઓ અને પ્રદેશોમાં લોકડાઉન જાહેર કરાયું છે. પરંતુ મહારાષ્ટ્રના દરેક પ્રદેશમાં વિકેન્ડ લોકડાઉન લાદવામાં આવ્યું છે, જે શુક્રવારે સાંજે 6થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે.

વિકેન્ડ લોકડાઉનની ગાઈડલાઈન્સ
ગત વર્ષે માર્ચ-એપ્રિલમાં જે પ્રમાણે કડક લોકડાઉનનો અમલ કરાવાયો હતો. આ પણ બિલકુલ એવું જ રહેશે. લોકોને બિન-જરૂરી બહાર ફરવા ઊપર પ્રતિબંધ અને શાક-ભાજીના વેચાણ અર્થે પણ પરવાનગી લીધેલી દુકાનોને જ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. એકદમ જરૂરી ક્ષેત્રના લોકોને જ કામ પર જવાની પરવાનગી આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં તો માત્ર હોમ-ડિલિવરીની પરવાનગી આપવામાં આવી છે, એટલે કે કોઈપણ વ્યક્તિ હોટલમાં જઈવે ખાઈ પણ નહીં શકે અને પેક પણ નહી કરાવી શકે.

મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન પર રિઝર્વેશન વગર કોઈને એન્ટ્રી આપવામાં નથી આવતી.

મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન પર રિઝર્વેશન વગર કોઈને એન્ટ્રી આપવામાં નથી આવતી.

મુંબઈમાં પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર રોક
મુંબઈમાં કોરોના કહેરના પગલે પ્લેટફોર્મ ટિકિટોના વેચાણ ઊપર રોક લગાવી દેવાયો છે. મુંબઈના કલ્યાણ, થાણે, દાદર, પનવેલ, CSMT અને LTT રેલ્વે સ્ટેશન પર હવે પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવાયું છે. કોરોના મહામારીના પગલે લોકડાઉનનો આભાસ થતા લોકોની ભીડ સ્ટેશન પર આવતી રહેતી હતી. LTT સ્ટેશનમાં તો વતન તરફ પ્રયાણ કરતા મજૂરોની એટલી મોટી સંખ્યામાં ભીડ ઊમટી આવી હતી કે પગ મૂકવાની પણ જગ્યા નહોતી. તેથી ટિકિટોનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

મુંબઈ સહિત મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ નાઈટ કર્ફ્યુ, વિકેન્ડ લોકડાઉનના સંકટને કારણે પ્રવાસી મજૂરો પોતાન વતન તરફ પરત ફરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Be the first to comment on "દેશભરમાં કોરોનાનો પ્રકોપ: આજથી દેશના ઘણા રાજ્ય-શહેરોમાં વિકેન્ડ લોકડાઉન, મુંબઈના સ્ટેશન પર ટિકિટોનું વેચાણ બંધ, બજારોમાં ખરીદી કરવા લોકોનું ઘોડાપુર"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: