દેશની પ્રથમ મહિલા, જેને ફાંસી થવાની છે: શબનમે હત્યાનું સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતુ; નવા મોબાઇલ અને સિમ ખરીદ્યા હતા, નશાની ગોળીઓ પણ દૂરના વિસ્તારમાંથી ખરીદી હતી જેથી કોઈને શંકા ન જાય


  • Gujarati News
  • National
  • Shabnam Did The Full Planning Of The Event; Bought New Mobiles And SIMs, Also Bought Drug Pills From A Remote Area So That No One Would Suspect

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરોહા, યુપી2 મિનિટ પહેલાલેખક: પૂનમ કૌશલ

  • કૉપી લિંક
  • તત્કાલીન CM માયાવતી શબનમને આર્થિક સહાય આપવાના હતા, આ ઘટનાની તપાસ કરનાર પોલીસ અધિકારીએ તેમને રોક્યા હતા
  • ચુકાદો સંભાળવતા પહેલા જજે સલીમ અને શબનમ સાથે વાત કરી હતી જેમાં બંનેએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો

ઉત્તર પ્રદેશના અમરોહાના બાવનખેડી ગામ હાલ શબનમની ફાંસીને લઈને ચર્ચામાં છે. અમરોહાની કોર્ટમાં પણ આ મામલો ચર્ચામાં છે. 2008માં એક જ પરિવારના 7 લોકોની હત્યાથી સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું હતું. ન્યાયની માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભાસ્કરે આ કેસના તપાસ અધિકારી, સરકારી વકીલ અને શબનમના વકીલ સાથે વાત કરી.

‘કેવી રીતે CMને શબનમને આર્થિક મદદ આપવાથી રોક્યા હતા’
બાવનખેડી હત્યાકાંડની તપાસ કરનાર પોલીસ અધિકારી આરપી ગુપ્તા હવે નિવૃત્ત થઈ ચૂક્યા છે અને એક ખાનગી યુનિવર્સિટીમાં વહીવટી અધિકારી તરીકે કામ કરી રહ્યા છે. શબનમ અને સલીમની ધરપકડ કરનાર ગુપ્તાને ઘટનાના બે દિવસ પહેલા જ હસનપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ મળ્યો હતો. તે કહે છે, ‘7 લોકોની હત્યા કરવામાં આવી હતી. ત્યાં કોઈ સાક્ષી ન હતો. મોટાભાગના પુરાવા નષ્ટ કરવામાં આવ્યા હતા. તે આંધળી હત્યા હતી. મુખ્યમંત્રી ખુદ સ્થળ પર આવ્યા હતા. હત્યારાને પકડવામાં મોડુ થઈ ગયું હોત તો પોલીસની ખૂબ જ ફજેતી થઈ હોત.’

આ ફોટો રામપુર જેલનો છે. તસ્વીરમાં શબનમના હાવ-ભાવથી બિલકુલ પણ નથી લાગી રહ્યું કે પોતાની ફાંસીની સજાને લઈને જરા પણ તણાવમાં હોય.

આ ફોટો રામપુર જેલનો છે. તસ્વીરમાં શબનમના હાવ-ભાવથી બિલકુલ પણ નથી લાગી રહ્યું કે પોતાની ફાંસીની સજાને લઈને જરા પણ તણાવમાં હોય.

તેઓ મગજ પર ભાર આપતા યાદ કરે છે, ‘તત્કાલીમ મુખ્યમંત્રી માયાવતી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બાવનખેડીમાં ભીડ સમક્ષ 24 કલાકમાં સત્ય સામે લાવવાનું વચન આપ્યું હતુ. CM શબનમને પાંચ લાખ રૂપિયાની આર્થિક મદદ આપવા માટે આગળ વધી રહ્યા હતા કે મેં તેમના PAને કહ્યું કે CMને આર્થિક સહાય આપવાથી રોકવામાં આવે. મને લાગ્યું કે PAએ મારી વાતને ગંભીરતાથી લીધી નથી ત્યારે મેં સ્થાનિક બસપા ધારાસભ્ય હાજી શબ્બનને કહ્યું કે શબનમ જ હત્યાની આરોપી હોય શકે છે. માટે CMને આર્થિક મદદ આપવાથી રોકવામાં આવે.’

‘સારું, આ સંદેશ ગમે તે રીતે પણ મુખ્યમંત્રી સુધીપહોંછી ગયો. તત્કાલીન માયાવતી થોડી મિનિટો પછી શબનમને મળી, સહાનુભૂતિ પણ વ્યક્ત કરી, પણ આર્થિક મદદ આપી નહીં. પાંચ લાખ રૂપિયા સહાયની જાહેરાત કરતી વખતે તેમણે કહ્યું કે સરકાર તપાસ પૂર્ણ થયા પછી જ પૈસા આપશે. બીજા દિવસે જ પોલીસે હત્યાકાંડનો ખુલાસો કર્યો, ત્યાં સુધીમાં શબનમ અને પ્રેમી સલીમ ફરાર થઈ ચૂક્યા હતા.’

નવો મોબાઈલ-સિમ ખરીદ્યા, નશાની ગોળીઓન પણ દૂરના વિસ્તારમાંથી ખરીદી
તપાસ અધિકારી ગુપ્તા કહે છે, ‘શબનમ અને સલીમે લાંબુ પ્લાનિંગ કરીને આ હત્યાઓ કરી હતી. દરેક સ્ટેપનું પ્લાનિંગ કર્યું હતું. વાત કરવા માટે નવો મોબાઈલ અને સિમ ખરીદ્યુ હતું. નશાની ગોળીઓંપન દૂરના વિસ્તારમાંથી ખરીદી હતી, જેથી કોઈને પણ શંકા ન થાય. શબનમે એક ચાલ એવી પણ ચાલી કે પોતાના પિતરાઇ ભાઇઓ પર આરોપ લગાવી દીધો. શબનમના પિતા સાથે જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો, પરંતુ તે બધાની વચ્ચે અમે ઘટના સ્થળે પહોંચતા જ અમને સમજાયું હતું કે ખૂની ઘરની અંદર જ છે. લૂંટ અને લૂંટારુઓના ભાગી જવાની વાર્તા ખોટી જ લાગી રહી હતી. જે ઘરેણાં મહિલાઓએ પહેરેલા હતા તે પણ ત્યાં જ હતા. ‘

બાવનખેડી હત્યાકાંડની તપાસ કરનાર પોલીસ અધિકારી આરપી ગુપ્તા નિવૃત્ત થઈ ચૂક્યા છે. હાલમાં તે એક ખાનગી યુનિવર્સિટીમાં વહીવટી અધિકારી તરીકે કામ કરી રહ્યા છે.

બાવનખેડી હત્યાકાંડની તપાસ કરનાર પોલીસ અધિકારી આરપી ગુપ્તા નિવૃત્ત થઈ ચૂક્યા છે. હાલમાં તે એક ખાનગી યુનિવર્સિટીમાં વહીવટી અધિકારી તરીકે કામ કરી રહ્યા છે.

પોલીસે શરૂઆતની તપાસમાં પિતરાઇ ભાઈને શંકાના આધારે પૂછપરછ માટે પકડ્યો પણ હતો. મુરાદાબાદના તત્કાલિન DIG બદ્રિ પ્રસાદે કહ્યું પણ હતું, સંપત્તિનો વિવાદ સામે આવી રહ્યો છે, એક શંકાસ્પદને પકડી લેવામાં આવ્યો છે. પોલીસે સાબનામને પૂછ્યું- જ્યારે લૂંટારુઓ ગયા ત્યારે દરવાજો બંધ કેમ હતો? રાત્રે તું એક વાગે છત પરથી ઉતારીને કેમ આવી? જ્યારે ઘરમાં જ ઇનવર્ટર હતું, વીજળી હતી, ત્યારે છત પર સુવા કેમ ગઈ? છત ઉપર કોઈ પથારી કેમ ન હતી. આ સવાલો સાંભળીને શબનમ હાંફળી-ફાંફળી થઈ હતી.

ગુપ્તા જણાવે છે, ‘શબનમની પિતરાઇ ભાઇઓને ફસાવવાની યુક્તિ કામ કરી ન હતી. અમે પુરાવા શોધી રહ્યા હતા કે કોઈએ અમને વિશ્વસનીય માહિતી જણાવી હતી. આ પછી, એક બાદ એક કડીથી કડી જોડાતી ગઈ. નશાની ગોળીઓ પણ મળી આવી હતી, મોબાઇલ અને સીમકાર્ડ પણ મળી આવ્યા હતા. હત્યામાં વપરાયેલી કુહાડી પણ મળી આવી હતી. અમે બનાવટી ઓળખકાર્ડ પર સિમ વેચતા દુકાનદારને પણ જેલમાં ધકેલ્યો હતો. બિસરા રિપોર્ટ પરથી નશાની ગોળીઓની પુષ્ટિ મળી હતી. તે કહે છે, ‘ટાવર લોકેશનના આધાર પર સલીમની નશાની ગોળીઓખરીદતા સમયે નજીકના કસ્બા પકબડેમાં હોવાના પુરાવા મળ્યા હતા.’

જજે ફાંસીની સજા સંભાળવતા પહેલા શબનમ-સલીમને ચેમ્બરમાં બોલાવીને વાત કરી હતી
સરકારી વકીલ ધર્મપાલ સિંહ કહે છે. ‘સમગ્ર મામલામાં કોઈ સાક્ષી ન હતા. આ કેસ સંપૂર્ણપણે પરિસ્થિતિગત પુરાવા પર આધાર રાખે છે. પુરાવા અને સાક્ષીઓની કડીથી કડી મળતી ગઈ હતી. મજબૂત પુરાવા અને આ કબૂલાત પછી જ ન્યાયાધીશ એસ.એ.હુસેની સાહેબે બંનેને ફાંસીની સજા સંભળાવ્યો હતો. વિશ્વની દરેક અદાલતમાં આ નિર્ણય યથાવત રહેશે. તેઓ કહે છે, ‘બાળકની પણ હત્યા કરવામાં આવી હતી. તે કેટલું નિર્દયતાભર્યું હશે. જો ફાંસી કરતા પણ કોઈ મોટી સજા હોત તો અમે તેની માંગ કરી હોત.

બાવનખેડી ગામના આ જ રૂમમાં શબનમે પ્રેમી સલીમ સાથે મળીને સાત લોકોની કરપીણ હત્યા કરી હતી. દિલાનો પર લાગેલા લોહીના ડાઘ આજે પણ તે હત્યાકાંડની જુબાની આપી રહ્યા છે.

બાવનખેડી ગામના આ જ રૂમમાં શબનમે પ્રેમી સલીમ સાથે મળીને સાત લોકોની કરપીણ હત્યા કરી હતી. દિલાનો પર લાગેલા લોહીના ડાઘ આજે પણ તે હત્યાકાંડની જુબાની આપી રહ્યા છે.

શબનમ અને સલીમના વકીલ રહેલા ઈરશાદ અન્સારી કહે છે, ‘શબનમે હંમેશા એવું જ કહ્યું હતું કે મેં અને સલિમે હત્યા કરી નથી. પોલીસે એટલા તોરચર કર્યા હતા કે અમે ગુનો સ્વીકારી લીધો હતો. સલીમ કહી રહ્યો હતો કે પોલીસે જે કુહાડી જપ્ત કરી છે તે પણ બનાવટી જ હતી. અમે કોઈ કુહાડી ફેંકી ન હતી.’

અન્સારી કહે છે, ‘ન્યાયાધીશે પહેલા સલીમને ચેમ્બરમાં બોલાવ્યો અને પછી શબનમને. બંને સાથે અલગ-અલગ વાત કર્યા પછી તેમને એકબીજાથી સામનો કરાવ્યો. ત્યારબાદ બંનેએ એકબીજા પર આરોપ લગાવ્યો હતો.

તપાસ અધિકારી આર.પી.ગુપ્તા અને સરકારી વકીલ ડી.પી.સિંઘ પણ તેની પુષ્ટિ કરે છે. ગુપ્તાએ કહ્યું, ‘ચુકાદો આપતા પહેલા જજ સાહેબે મને કહ્યું હતું કે પોલીસ ઘણી વાર વિચારણામાં ખોટા લોકોને પણ ફસાવી દે છે. ત્યારે મેં તેને કહ્યું કે મારી તપાસમાં મને 100 ટકા વિશ્વાસ છે. ગુપ્તા કહે છે, “જજ સાહેબ સજા સંભળાવતા પહેલા દરેક વસ્તુની પુષ્ટિ કરવા માંગતા હતા.” તેણે શબનમ અને સલીમ સાથે વાત કરી તો તેણે પણ ગુનો સ્વીકાર્યો હતો.

સરકારી વકીલ ડીપી સિંહ પણ કહે છે. ‘તત્કાલીન જિલ્લા ન્યાયાધીશ હુસેની સાહેબની સામે શબનમ અને સલીમે સત્યની કબૂલાત કરી હતી. ત્યાર બાદ જ તેમને ફાંસીની સજા સંભાળાવવામાં આવી હતી. આ રેયરેસ્ટ ઓફ રેયર મામલો હતો. શબનમ અને સલીમને 14 જુલાઇ 2010ના રોજ 100 તારીખો અને 29 સાક્ષીઓની જુબાની પછી અદાલતે દોષી ઠેરવ્યા હતા. પરિવારના સાત સભ્યોની હત્યા બદલ તેને દોષી ઠેરવવામાં આવ્યા હતા. કારણ એ હતું કે શબનમનો પરિવાર તેના અને સલીમના લગ્નમાં અવરોધ ઉભો કરી રહ્યા હતા. બીજા જ દિવસે 15 મી જુલાઈએ બંનેને માત્ર 29 સેકંડમાં જ ફાંસીની સજા સંભાળવવામાં આવી હતી.

સરકારી વકીલ ધર્મપાલ સિંહ કહે છે કે આ હત્યાકાંડ બર્બરતાની હદ હતી. ફાંસી કરતાં પણ કોઈ મોટી સજા હોત તો અમે તેની પણ માંગ કરી હોત.

સરકારી વકીલ ધર્મપાલ સિંહ કહે છે કે આ હત્યાકાંડ બર્બરતાની હદ હતી. ફાંસી કરતાં પણ કોઈ મોટી સજા હોત તો અમે તેની પણ માંગ કરી હોત.

અમરોહાના સિનિયર પત્રકાર ઓબૈદ-ઉર-રહેમાન પણ તે દિવસે કોરટમાં હાજર હતા. ઓબૈદ યાદ કરે છે, શબનમ અને સલીમ એક-બીજા પર આરોપ લગાવી રહ્યા હતા. આ તે જ લોકો હતા જેમણે સાથે રહેવા માટે એક નિર્દોષ બાળક સહિત સાત લોકોની હત્યા કરી હતી, પરંતુ ફાંસીની સજા સાંભળતા જ બંને એક-બીજાની વિરુદ્ધ થઈ ગયા હતા. કોર્ટના અનેક જૂના વકીલો કહે છે કે સજા સંભળાવ્યા બાદ શબનમ પોતાના બાળકને લઈને કોર્ટમાં પહોંચી હતી. કોર્ટમાંથી બહાર નીકળતા સમયે સલીમે શબનમ પર રોષ ઠાલવતાં કહ્યું હતું કે, મેં કંઇ કર્યું નથી, શબનમ મારા પર ખોટા આરોપ લગાવી રહી છે.

શબનમને હવે ફાંસી થવાની છે જે ભારતની પ્રથમ મહિલા બની શકે છે. તપાસ અધિકારી આરપી ગુપ્તા કહે છે, ‘મે ક્યારેય તેમની આંખોમાં પછતાવો જોયો નથી. તેઓ દુષ્ટ હત્યારા છે. તેમને ફાંસીએ લટકાવવાથી જ ન્યાય પૂર્ણ થશે. આવા લોકો માટે સમાજમાં કોઈ સ્થાન હોવું જોઈએ નહીં.’ તે કહે છે, ‘આજે શબનમના બાળકની નિર્દોષતાની આડ આપવામાં આવી રહી છે. તે પણ 10 મહિનાનું જ બાળક હતું જેનું ગળું શબનમે દબાવ્યું હતું. જે બન્યું તે બર્બરતાની હદ હતી. આના જેવો બીજો કોઈ દાખલો નથી.’

Be the first to comment on "દેશની પ્રથમ મહિલા, જેને ફાંસી થવાની છે: શબનમે હત્યાનું સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતુ; નવા મોબાઇલ અને સિમ ખરીદ્યા હતા, નશાની ગોળીઓ પણ દૂરના વિસ્તારમાંથી ખરીદી હતી જેથી કોઈને શંકા ન જાય"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: