દિવ્ય ભાસ્કર
Jul 14, 2020, 06:00 AM IST
1. પાયલટ ક્રેશ લેન્ડિંગથી બચવા ઈચ્છે છે
વર્તમાન સમયમાં “The Great Political Drama” રાજસ્થાનમાં જોવા મળી રહ્યું છે. CM અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી સચિન પાટલટનું ધ્યાન આંકડાકીય સમીકરણો પર કેન્દ્રીત છે. આમ જોવા જઈએ તો ગેહલોત થોડા મજબૂત સ્થિતિમાં દેખાય છે, કારણ કે સોમવારે કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી, જેમાં 107 જેટલા ધારાસભ્ય પહોંચ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ, પાયલટ છાવણીએ પણ એવો દાવો કર્યો છે કે તેમના 18 ધારાસભ્ય આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા નથી.
107ની તુલનામાં 18 સંખ્યા ઓછી છે. અલબત ગેહલોતની ગણતરીને બગાડવા માટે આ આંકડા પણ પૂરતા છે. પાયલટ પણ હવે એવું ઈચ્છશે નહીં કે ભંડારામાં જાય તો ભોજન પૂરું થયેલુ જણાય અને બહાર જાય તો ચપ્પલની ચોરી થઈ જાય. હવે પાયલટ ક્રેશ લેન્ડિંગથી બચવા ઈચ્છે છે, આ માટે તેમણે હવે આગળનો માર્ગ શું છે તે અંગે કોઈ જ સ્પષ્ટતા કરી નથી.
……તો હવે રાજસ્થાનમાં આગામી કેટલાક દિવસો સુધી રાજકીય ઉથલપાથલ જોવા મળશે. રાજભવન અને કોર્ટના દ્વાર તો હજુ કોઈએ ખખડાવ્યા નથી. બન્ને પક્ષે જ્યારે સંખ્યા નક્કી થશે પછી પણ આ નાટક આગળ વધતુ જણાશે.
ત્રણ એવી વાત જે અમારા પત્રકારોએ કહી….
પહેલીઃ ભાજપ-RSSના સૂત્રોથી એવી માહિતી મળી છે કે સચિન પાયલટનો અત્યાર સુધીમાં ભાજપ ત્રણ વખત સંપર્ક કરી ચુકી છે. પહેલી વખત-જ્યારે મધ્ય પ્રદેશમાં સિંધિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો ત્યારે. બીજી વખત- જ્યારે રાજ્યસભામાં ચૂંટણી હતી ત્યારે.ત્રીજી વખત- જ્યારે ગત રવિવારે પાયલટ ભાજપ-નેતાઓ સાથે વાતચીત થઈ.
બીજીઃપાયલટ અને ભાજપ વચ્ચે વાતચીતમાં ફરી જફર ઈસ્લામનું નામ આવ્યુ છે. તેઓ ભાજપના પ્રવક્તા છે. મધ્ય પ્રદેશમાં સિંધિયા સુધી પહોંચવામાં તેમણે મોટી ભૂમિકા ભજવી હતી. હવે પાયલટની ભાજપના નેતાઓ સાથે વાતચીત કરાવવામાં તેમની ભૂમિકા સામે આવી રહી છે.
ત્રીજીઃ રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારને લઘુમતીમાં લાવવાનું આયોજન વોટ્સએપ કોલિંગ મારફતે કરવામાં આવ્યું. તે એટલા માટે કારણ કે ધારાસભ્યોના ફોન ટેપ થઈ રહ્યા છે. જેવું પાયલટ જૂથની કામગીરી પૂરી થઈ તે સાથે જ પાયલટ સમર્થક ધારાસભ્યના ફોન ઓફ થઈ ગયા.
2. અમિતાભ બચ્ચનનું આરોગ્ય
રાજસ્થાનના રાજકારણમાં જે ઉથલપાથળ જારી છે તે ઉપરાંત છેલ્લા બે દિવસથી અમિતાભ બચ્ચન પણ સમાચારોમાં છે. અમિતાભ અને તેમના દિકરા અભિષેકને કોરોના થયો હતો. બન્ને હોસ્પિટલમાં છે. બાદમાં ઐશ્વર્યા અને તેમની દિકરી આરાધ્યા પણ કોરોના પોઝિટિવ આવી. તે બન્ને ઘરે છે. અમિતાભ બચ્ચનની સારવાર થઈ રહી છે. હોસ્પિટલમાં તેમનું રૂટીન તૂટ્યુ નથી. તે બ્લોક પણ લખી રહ્યા છે.
3. છોકરાઓની તુલનામાં છોકરીઓ આગળ
સોમવારે CBSEએ 12માં ધોરણના પરિણામ જાહેર કર્યા. સારા સમાચાર એ છે કે સતત છઠ્ઠા વર્ષે છોકરીઓ છોકરાઓની તુલનામાં આગળ છે. એટલે કે વર્ષ 2014થી અત્યાર સુધી છોકરીઓનુ પાસ થવાની ટકાવારી છોકરાઓથી વધારે છે. આ વખતે ધોરણ 12માં 92.15 ટકા છોકરીઓ અને 86.19 ટકા છોકરા પાસ થયા છે. આ પરિણામ 103 દિવસમાં આવ્યુ છે. જે ગત વર્ષની તુલનામાં 70 દિવસ મોડુ છે. કોરોનાને લીધે પરીક્ષા યોજાઈ શકી ન હતી. જેને બાદમાં રદ્દ કરવામાં આવી હતી. તેને લીધે પરિણામમાં વિલંબ થયો છે.
4. આજના દિવસને લગતી ત્રણ અગત્યની વાત
સૂર્ય અને ગુરુ વચ્ચે પૃથ્વી
આજે જે અવકાશી ઘટના બનવા જઈ રહી છે તે 20 વર્ષ અગાઉ થઈ હતી અને હવે તે આશરે 20 વર્ષ બાદ થશે. અહીં વાત થઈ રહી છે એસ્ટ્રોનોમીની. આજે સૂર્ય અને ગુરુ વચ્ચે પૃથ્વી આવશે. દિવસમાં 1:16 મિનિટ પર તે ત્રણેય એક લાઈનમાં હશે. રાત્રે 12 વાગ્યેને 28 મિનિટ પર ગુરુ પૃથ્વીની સૌથી નજીક હશે. તેને જ્યુપિટર એટ અપોઝીશન કહે છે. વર્ષ 2020 અગાઉ આ ઘટના 2000માં થઈ હતી. હવે તે વર્ષ 2020માં ફરી થશે. બાઈનાક્યુલરની મદદથી ગુરુને તેના ચાર ચંદ્રમા સાથે જોઈ શકાશે.
IT સિટી બેંગ્લુરુમાં ટોટલ લોકડાઉન
બે સપ્તાહ અગાઉ જે એક આદર્શ ગણવામાં આવતુ હતું તે બેંગ્લુરુમાં કોરોનાનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયુ છે. અહીં દરરોજ 1000થી 1300 પોઝિટિવ કેસ આવી રહ્યા છે. કર્ણાટક સરકારે બેંગ્લુરુમાં 14 જુલાઈની રાત્રે 8 વાગ્યાથી 22 જુલાઈની સવાર 5 વાગ્યા સુધી ટોટલ લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે અને નક્કી કરવામાં આવેલ પરીક્ષા યોજાશે. બાકી બધુ જ બંધ રહેશે.
ભારત-ચીન વચ્ચે કમાન્ડર સ્તરની વાતચીત
ભારત-ચીન વચ્ચે આજે કમાન્ડર સ્તરની વાતચીત યોજાશે. તેમા વિવાદિત જગ્યાથી બન્ને દેશનાની પીછેહઠ કરવાના બીજા તબક્કા અંગે ચર્ચા થશે. વાતચીત પૂર્વી લદ્દાના ચુશૂલમાં યોજાશે.
5. ઓસ્ટ્રેલિયામાં ફૂટબોલ અને ન્યૂઝીલેન્ડમાં ક્રિકેટનું પુનરાગમન થશે
ઓસ્ટ્રેલિયામાં 4 મહિના બાદ 17 જુલાઈથી એ-લીગનું પુનરાર્ગમન થયું છે. પહેલી મેચ સિડનીની FC અને વેલિંગ્ટન ફિનિક્સ વચ્ચે યોજાશે. સ્ટેડિયમમાં 4,500થી વધારે લોકોને પ્રવેશ મળશે નહીં. દરમિયાન ત્રણેય ટીમો મેલબોર્ન વિક્ટ્રી, વેસ્ટર્ન યૂનાઈડેટ અને મેલબોર્ન સિટીમાં રોકવામાં આવી છે. અહી ત્રણેય ટીમ 14 દિવસ ક્વોરન્ટીન રહેશે.
બીજી બાજુ, ક્રિકેટને લઈ સારા સમાચાર આવ્યા છે. ગયા મહિને કોરોના મુક્ત થયા બાદ ન્યૂજીલેન્ડમાં ક્રિકેટનું પુનરાર્ગમન થવાની શક્યાત વધી ગઈ છે. દેશના મોખરાના ક્રિકેટર્સ આ સપ્તાહે હાઈ પર્ફોમ્ન્સ સેન્ટરમાં તાલીમ શરૂ કરશે. ઓક્ટોબરમાં વેસ્ટઈન્ડિંઝની ટીમ અહીં T-20 રમશે. કોરોનાના 117 દિવસ બાદ રમાયેલી ટેસ્ટમાં વેસ્ટઈન્ડિઝ ઈગ્લેન્ડ સામે 4 વિકેટથી હારી ગયુ છે.
6. રિલાયન્સનું માર્કેટ કેપ 12 લાખ કરોડને પાર થયું
બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સમાં તાજેતરમાં વોરન બફેટને પાછળ છોડી ચુકેલા મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ વધીને 12.31 લાખ કરોડ થયુ છે.સોમવારે કંપનીના શેરની કિંમત 1,908 પર ખુલ્યો હતો અને 1,947 સુધી પહોંચ્યો હતો. ગયા મહિને 15 જૂનના રોજ આ કંપનીના શેરની કિંમત 1,615 પર હતી. તાજેતરમાં જિયો પ્લેટફોર્મ્સમાં 25.09 ટકા હિસ્સેદારીના બદલામાં 1.17 લાખ કરોડનું રોકાણ આવ્યુ છે.
7. આજનો દિવસ કેવો રહેશે?
ટેરોકાર્ડ્સ કહે છે કે મંગળવારનો દિવસ 12 પૈકી 8 રાશિઓ માટે ઘણુ સારો દિવસ રહી શકે છે. એ જૂની ચિંતાથી મુક્તિ અપાવશે. વૃષભ રાશિવાળા લોકોને પ્રમોશન મળી શકે છે. મેષ રાશિવાળાની મુશ્કેલી દૂર થઈ શકે છે. સિંહ રાશિવાળા આજે નિર્ણાયક ભૂમિકામાં રહેશે. ધનુ રાશિવાળાઓ માટે આજે નસિબ બદલાશે.
Be the first to comment on "દેશની નજર ત્રણ વ્યક્તિ ગેહલોત, પાયલટ અને અમિતાભ પર;ત્રણ ગ્રહ પણ 20 વર્ષ બાદ આજે એક લાઈનમાં હશે"