[:en]
- Gujarati News
- International
- Maradona, The First Bond And The Black Panther, Many Of The Superheroes Who Were Stripped Of Us This Year
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
10 મિનિટ પહેલાલેખક: અવિનાશ દ્વિવેદી
- કૉપી લિંક
એવા અનેક સુપરહીરો અને Larger Than Life ચરિત્ર કે જેમને વર્ષ 2020એ આપણી પાસેથી છીનવી દીધા છે. આ એવી મહાન વ્યક્તિઓ હતી કે જે કરોડો લોકોના હૃદયની ધડકન હતી. કોઈની સ્ફૂર્તિ અને ચાલાકીને જોવા માટે તેમના પ્રશંકો માટે થિયેટરની ખુરશીઓ પણ ઓછી પડી જતી હતી. કોઈ પહેલો બ્લેક સુપરહીરો રહ્યા અને અનેક લોકો માટે આદર્શ બની ગયેલા. કોઈએ પોતાની ઉત્તમ કામગીરીથી સમગ્ર વિશ્વને માટે પોતાનું યોગદાન અર્પીને વિદાય લીધી. અનેક મુશ્કેલીઓ સાથે આવેલા 2020ના આ વર્ષ સામે અનેક મોટા-મોટા કિરદાર પરાસ્ત થયા.
અહીં અમે એવી 11 વ્યક્તિ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જે હવે ફક્ત આપણી યાદોમાં જ રહેશે…..

ઈંગ્લેન્ડ સામે 1986ના ફીફા વિશ્વકપમાં મેરાડોનાએ હાથની મદદથી ગોલ કર્યો, જેથી તેને હેન્ડ ઓફ ગોડ કહેવામાં આવતો
ગર્વ, ડ્રામા, ગડબરી અને નશાના વ્યસન વાળા જીવનને પાછળ છોડી મેરાડોના 25 નવેમ્બર 2020ના રોજ 60 વર્ષની ઉંમરે આ જગતને અલ વિદા કહી દીધી. તેમના જીવનમાં તેઓ ક્યારેક ભગવાન જેવા બન્યા તો ક્યારે બદમાન અને શેતાન પણ. એકલા હાથે આર્જેન્ટીનાને વર્ષ 1986નો ફૂટબોલ વિશ્વકપ જીતાડનાર મેરાડોનાને વર્ષ 1994ના ફૂટબોલ વિશ્વકપમાંથી અપમાન કરીને કાઢી મુકવામાં પણ આવ્યા હતા.
મેરાડોનાના ક્લબ આર્જેન્ટીના જુનિયર્સના વાઈસ પ્રેસિડેન્ટનું કહેવું હતું…..
‘જ્યારે સરકાર મુશ્કેલીમાં હતી, મેરાડોના તેનાથી ધ્યાન અન્યત્ર ખસેડવાનું માધ્યમ હતો. તેમણે લોકોને ખુશ રાખ્યા. રોમન સરકારે તેના માટે સર્કસનો ઉપયોગ કર્યો હતો, અમારી સેનાએ ફૂટબોલ સ્ટેડિયમોનો ઉપયોગ કર્યો હતો.’

એક સમયે વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓમાં સામેલ હોસ્ની મુબારકે જેલની સજા થઈ અને સામાન્ય જીવન જીવી 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા
વર્ષ 1981માં હોસ્ની ઈજિપ્તની રાજગાદી પર આવ્યા અને ત્યારબાદ 30 વર્ષ સુધી શાસન કરતાં રહ્યા. જોકે તેમની એક મજબૂત છબિ ત્યારે પ્રજાના સમક્ષ ઝંખી પડી કે જ્યારે વર્ષ 2011માં લાચાર હોસ્નીને કાહિરાની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. તેમની ઉપર ભ્રષ્ટાચાર, ગેરરીતિ તથા ગેરકાયદેસર હત્યાઓને લગતા આરોપ લાગ્યા હતા. 25 ફેબ્રુઆરી 2020ના રોજ તેમનું મૃત્યુ થયું.
હોસ્ની મુબાકરના તેમના આ શબ્દો તેમની ઉપર જ લાગૂ પડે છે કે……
‘ કોઈ પણ રાજકીય વ્યવસ્થા અને રાજ્યમાં ભૂલ થઈ શકે છે. જરૂરી છે કે આ ભૂલો સ્વીકારવામાં આવે અને જલ્દીથી તેને ઠીક કરવામાં આવે. અને જે લોકો તેની પાછળ છે તેમને જવાબદાર ઠરાવવામાં આવે’

23 વર્ષની ઉંમરમાં કોબેએ ત્રણ વખત એનબીએ જીતનો રેકોર્ડ બનાવ્યો હતો, તેઓ 41 વર્ષની ઉંમરે અવસાન પામ્યા
બાસ્કેટબોલ સુપરસ્ટાર કોબે બ્રાયંટે 20 વર્ષની કારકિર્દીમાં બે ઓલિમ્પિક ગોલ્ડ અને પાંચ NBA ખિતાબ મેળવ્યા હતા. મહાન માઈકલ જોર્ડન નિવૃત થવાથી NBA લીગમાં જે જગ્યા ખાલી થઈ, કોબે એ તેને ભરી. 26 જાન્યુઆરીના રોજ આ સ્ટાર ખેલાડી તેમના કેલિફોર્નિયાના ઘર પાસે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. તેમની 13 વર્ષની દિકરી જિયાના મારિયા ઓનોર બ્રાયંટ પણ આ ઘટનામાં મૃત્યુ પામી. દુર્ઘટનાના સમાચાર સાંભળનાર તેમના પ્રશંસક ઈચ્છતા હતા કે કોબે પરત આવે અને કહે કે……
‘દબાણ, પડકારો જેવી જે પણ નેગેટિવિટી છે, મારા માટે તે ઉભા થવા માટે એક તક છે’

જોન લુઈસ અમેરિકામાં નસ્લભેદ વિરોધી આંદોલનનો મુખ્ય ચહેરો હતા. તેઓ 80 વર્ષની ઉંમરે દુનિયામાંથી વિદાય લીધી
અમેરિકાની કોંગ્રેસના સભ્ય જોન લુઈસનું જીવન છેલ્લા આઠ દાયકાના નસ્લભેદ વિરોધી આંદોલનનો દસ્તાવેજ છે. તે માર્ટિન લૂથર કિંગ સહિત આંદોલન સાથે જોડાયેલા 6 મોટા નેતા પૈકી એક હતા. વિરોધ પ્રદર્શન સમયે તેમની સાથે મારઝુટ થઈ હતી, જેલમાં મોકલવામાં આવ્યા હતા, જોકે તેઓ ડર્યા નહીં. જુલાઈમાં દુનિયા છોડીને જનારા લુઈસના આ શબ્દો તેમની વિરાસત રહેશે….
‘મત આપણી પાસે રહેલ સૌથી શક્તિશાળી અહિંસક હથિયાર છે’
જોન લુઈસના પ્રશંસોએ આ વાત ખૂબ જ સારી રીતે સમજી લીધી હતી. તેઓ જ્યોર્જિયાથી પહેલી વખત 1987માં ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ તેઓ 16 વખત ચૂંટણી જીત્યા. તેમને ક્યારેય 69 ટકાથી ઓછા મત મળ્યા ન હતા.

શોન કોનરીએ જેમ્સ બોન્ડ સિરીઝની ફ્રોમ રશિયા વિથ લવ, ગોલ્ડફિંગર, થંડરબોલ, યુ ઓનલી લીવ ટ્વાઈસ, ડાયમંડ્સ આર ફોરએવર જેવી ફિલ્મો કરી હતી
પહેલા જેમ્સ બોન્ડ શોન કોનરીને સફળતા અને સમૃદ્ધિ નસીબમાં મળી હતી તેને જોતા એવું લાગતુ હતું કે તેમને આગળ વધારે કામ કરવાની કોઈ જરૂર જણાતી ન હતી. તેમ છતા તેમણે ‘ The Name of the Rose’ જેવી ઙિલ્મોમાં ખૂબ જ મુશ્કેલ અભિનય કર્યો. જોકે, કોનરીનું નામ હંમેશા બોન્ડ સાથે જોડાયેલ રહ્યું છે. તમામ જેમ્સ બોન્ડ એક્ટર તેમના દ્વારા તૈયાર કરેલા ધોરણો પર માપવામાં આવે છે. આ તુલનામાં કોનરી હંમેશા 21 જ રહ્યા.
પરફેક્ટ બોડી, ચુસ્ત સ્કોટીશ લહજે અને ગંભીર અવાજ વાળા કોનરી અંગત જીવનમાં ખૂબ જ વિનમ્ર હતા. 90 વર્ષની ઉંમરે આ દુનિયા છોડી ગયેલા કોનરી પોતે કહેતા હતા….
‘એક્ટર થવું કોઈ ખાસ વાત નથી’

અમેરિકાની સુપ્રીમ કોર્ટની ન્યાયમૂર્તિ ગિંસબર્ગ કેન્સરનો સામનો કરતી હતી. તે ઈલાજ માટે કેટલાક મહિનાથી કીમોથેરાપી કરાવી રહ્યા હતા
મહિલા અધિકારોની હિમાયતી રુથ બેડર ગિંસબર્ગ, અમેરિકાની સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ બનનારી બીજી મહિલા હતી. વર્ષ 1993માં બિલ ક્લિન્ટને તેમનું નોમિનેશન કર્યું હતું. ત્યારબાદ 27 વર્ષ સુધી આ પદ પર રહ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં દક્ષિણપંથનો પ્રભાવ વધવા સાથે ગિંસબર્ગની ચર્ચા પણ વધી. અનેક કેસમાં તેમની અસહમતિ સમાચારોમાં રહી. અમેરિકામાં સમલેંગિક વિવાદને મંજૂરી અપનાવવાની બાબતને તેઓ પોતાની કારકિર્દીનો સૌથી ખાસ કેસ માનતા હતા. તેમના ચૂકાદામાં ઘણી વખત બે વાત સાંભળવા મળતી હતી…..
‘અમેરિકામાં મહિલાઓ સાથે ભેદભાવ થાય છે’
અને
‘આ ભેદભાવ અમેરિકાના બંધારણનું ઉલ્લંઘન છે’

ચેડવિક બોસમેનનું મૃત્યુ આંતરડાના કેન્સરથી થયું. જોકે મૃત્યુ અગાઉ કેન્સરની માહિતી જાહેર કરવામાં આવી ન હતી
બ્લેક પેન્થર પહેલી સુપરહીરો ફિલ્મ હતી, જે ઓસ્કરમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટે નોમિનેટ થઈ. આ ફિલ્મએ આશરે 10 હજાર કરોડ રૂપિયાની વિક્રમજનક કમાણી કરી. ફિલ્મનું કેન્દ્ર હતુ ચેડવિક બોસમેન. એક બ્લેક લીડ એક્ટર, જે સુપરહીરો ફિલ્મ જ નહીં, સમગ્ર હોલીવૂડમાં જોવા મળવુ દુર્લભ છે. તેમણે વકાંડાના રાજાની ભૂમિકા ભજવી હતી. તે સુપરહીરો 28 ઓગસ્ટના રોજ ફક્ત 43 વર્ષની ઉંમરે કેન્સર સામે જંગ હારી ગયા.
તેમણે કહેલી એ વાત ફેન્સના આંખોમાં અવાર-નવાર આંસુ લાવે છે…
‘વધતી ઉંમર માટે સૌથી સારી સલાહ! આભાર માનો કે તમે હજુ મર્યા નથી!’

ડાયના રિગનું કેંસરથી અવસાન થયું, તેમણે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
1960ના દાયકામાં બીટલ્સ, ફૂટબોલ વર્લ્ડ કપ ઉઠાવેલ બોબી મૂર, જેમ્સ બોન્ડ બનેલ શોન કોનરી સાથે ડાયના રિગ પણ વિશ્વનો ચર્ચિત ચહેરો રહ્યા. બ્રિટીશ ટીવીના ‘ધ એવેંજર્સ’ શોમાં સીક્રેટ એજન્ટની ભૂમિકા ભજવીને તેમણે અનેક ફેશન ટ્રેંડ બનાવ્યા. તેમણે અનેક ફિલ્મો પણ કરી. પણ પોતાના ટીવી સ્ટારડમ પરત મેળવ્યું- જાણીતા શો ‘ગેમ ઓફ થ્રોન્સ’થી. જેમા તેમણે લેડી ઓલેના ટાઈરેલની ભૂમિકા ભજવી હતી. શોનું રેકોર્ડિંગ પૂરું કરી તેમણે હાર્ટ સર્જરી કરાવી હતી, અને સાજા થઈ વ્યંગ કર્યો…..
‘ભગવાને કહ્યું હશે, આ જૂની બોરીને પરત મોકલો, હું હજુ તેને લઈ રહ્યો નથી’

કેથરીનને લીધે જ અંતરિક્ષની દોડમાં અમેરિકા સોવિયત સંઘથી આગળ નિકળી ગયું, નાસાએ તેના મૃત્યુની જાહેરાત કરી હતી
માનવીને ચંદ્રમા પર પહોંચાડવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવનારી નાસાની ગણિતશાસ્ત્રી કેથરીન જોનસનનું 24 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું. તેઓ 101 વર્ષની ઉંમર ધરાવતા હતા. તેઓ આફ્રિકી-અમેરિકી ગણિતજ્ઞ પહેલા અમેરિકી અંતરિક્ષ મિશન સાથે જોડાયેલા હતા. તેઓ બહુચર્ચિત અપોલો-13 મિશનનો હિસ્સો પણ હતા. કેથરીનના જીવન પર ‘ધ હિડન ફિગર્સ’નામની એક ફિલ્મ પણ બની. આ ફિલ્મ આ નામના પુસ્તક પર આધારિત હતી. ત્રણ કેટેગરીમાં ઓસ્કર માટે નોમિનેટ થઈ, પણ જીતી શકી નહીં. વર્ષ 2015માં રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રિડમથી સન્માનિત પણ કર્યાં. ગણિતમાં તેમના રસ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું….
‘વ્યક્તિ સુક્ષ્મ બાબતો પર ધ્યાન આપતી નથી’

મીરા નાયરે ભારતમાં વાલિગાવાના ઈલાજ માટે ભંડોળ મેળવવા મદદ કરી હતી, કારણ કે યુગાંડાના ડોક્ટરો પાસે આવશ્યક સામગ્રી ન હતી
વર્ષ 2016માં આવેલી મીરા નાયરના ડિરેક્શનવાળી ડિઝનીની ફિલ્મ ક્વિન ઓફ કેટવેમાં યાદગાર ભૂમિકા ભજવનાર નિકિતા પર્લ વાલિગાવા હવે રહ્યા નથી. તેઓ વર્ષ 2018માં જ બ્રેન ટ્યુમરની સમસ્યાનો સામનો કરતા હતા. સારવાર સમયે વાલિગાવાની ભારતમાં પણ સારવાર કરવામાં આવી હતી. આ ફિલ્મમાં જે રીતે યુગાંડાને દર્શાવવામાં આવ્યુ તેને લઈ પ્રશંસા કરવામાં આવી. વાલિગાવાએ ગ્લોરિયાની ભૂમિકા ભજવી હતી, જે લીડ ફિયોનાથી અલગ એક મુખ્ય શતરંજ ખેલાડીની ભૂમિકામાં હતા. ગ્લોરિયા દ્વારા આપવામાં આવેલ એક ડાયલોગ હંમેશા યાદ રહેશે….
‘શતરંજની રમતમાં કોઈ નાની વ્યક્તિ મોટી બની શકે છે’

જ્યોર્જ એટલા જાણિતા ન હતા, પણ મૃત્યુ બાદ તેઓ વર્ષ 2020ના સૌથી ચર્ચિત વ્યક્તિ બની ગયા હતા. પોલીસ બર્બરતાને લીધે તેમનું મૃત્યુ થયું. તેમના મૃત્યુ બાદ અમેરિકામાં હિંસક પ્રદર્શન થયા. બ્રિટન અને અમેરિકામાં ગુલામીના કારોબાર સાથે જોડાયેલ પ્રતિમાઓ તોડવામાં આવી. અમેરિકના પોલીસ વિભાગમાં પરિવર્તન કરવામાં આવ્યું. પોલીસ તરફથી એવા જાહેર આયોજન કરવામાં આવ્યા કે જેમા પોલીસ વિભાગે નસ્લભેદ માટે માંફી માંગી. અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં તે ટ્રમ્પની વિરોધમાં એક મુદ્દો બની ગયો. જોકે નેલૂ કેરામાતીએ જ્યોર્જના મૃત્યુ અંગે કહ્યું….
‘નજરઅંદાજપણુ તમને એ આગથી બચાવી શકે નહીં કે જેમાં સમગ્ર વિશ્વ જળગી રહી હોય’
[:]
Be the first to comment on "[:en]દુનિયાની 11 હસ્તી જેમણે 2020માં વિદાય લીધી: મેરાડોના, પહેલા બોન્ડ અને બ્લેક પેન્થર, અનેક સુપરહીરો, જેમને આ વર્ષે આપણી પાસેથી છીનવી લેવામાં આવ્યા[:]"