[:en]
- Gujarati News
- National
- Rajasthan, Madhya Pradesh, Bhopal, Jaipur, Latest Weather Forecast Today, Cold Day Temperatures In MP And Rajasthan Below 10 Degrees
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવી દિલ્હી16 મિનિટ પહેલા
- કૉપી લિંક
આ તસવીર મનાલી પાસે રોહતાંગની છે. પહાડો પર બરફવર્ષાની અસરથી ઉત્તર ભારતમાં ઠંડી વધી રહી છે.
જમ્મુ-કાશ્મીરથી માંડી પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને ઝારખંડ સહિત ઘણા રાજ્ય શીતલહેરના સકંજામાં આવી ગયા છે. હિમાચલના મોટાભાગના વિસ્તારમાં તાપમાન ઝીરોથી નીચે આવી ગયું છે. પંજાબમાં આદમપુર અને હરિયાણામાં નારોલ સૌથી ઠંડું રહ્યું. રાજસ્થાનના 18 શહેરોમાં રાતનું તાપમાન 10 ડિગ્રીથી ઓછું રહ્યું. મધ્યપ્રદેશમાં સિવનીને બાદ કરતા રાજ્યમાં રાતનો પારો 10 ડિગ્રી નીચે રહ્યો.

લાહોલ-સ્પીતિમાં સરોવરનું પાણી બરફ બની ગયું, પહાડોએ પણ બરફની ચાદર ઓઢી લીધી
રાજસ્થાનઃ 18 શહેરમાં રાતનો પારો 10 ડિગ્રીથી નીચે
પહાડી વિસ્તારમાં થયેલી બરફવર્ષાથી રાજસ્થાનમાં શીતલહેરની અસર ચાલું છે. ઠંડી હવાઓથી રવિવારે પણ 18 શહેરમાં રાતનો પારો 10 નીચે રહ્યો. માઉન્ટ આબૂમાં સતત ચોથા દિવસે પારો માઈનસ(-)1.5 ડિગ્રી રેકોર્ડ થયો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવારે શીતલહેરની અસર ચૂરુ, ઝૂંઝનૂં અને સીકર સુધી સમેટાઈ જશે.

માઉન્ટ આબૂમાં છેલ્લા 4 દિવસોમાં તાપમાન માઈનસમાં છે. સવારના સમયે બરફ જામવાનો સિલસિલો 7 દિવસથી ચાલી રહ્યો છે
મધ્યપ્રદેશઃભોપાલમાં પારો 6.8 ડિગ્રી, સિવનીને બાદ કરતા આખા રાજ્યમાં 10ની નીચે
બરફની હવાથી મધ્યપ્રદેશમાં ઠંડી વધી ગઈ છે. સિવનીને બાદ કરતા સમગ્ર રાજ્યમાં 10ની નીચે
બરફની હવાથી મધ્યપ્રદેશમાં ઠંડી વધી ગઈ છે. સિવનીને બાદક કરતા તમામ જિલ્લામાં રાતે પારો 10 ડિગ્રીની નીચે રહ્યો. આ ઉપરાંત 10 શહેરોમાં તાપમાન 6 ડિગ્રીથી નીચે ચાલી ગયું છે. ભોપાલમાં રાતનું તાપમાન બીજા દિવસે પણ સામાન્ય કરતા 4 ડિગ્રી ઓછું 6.8 ડિગ્રી નોંધાયું છે. ઉજ્જૈનમાં કોલ્ડ ડે રહ્યો. જબલપુર, ઉમરિયા અને રીવા જિલ્લામાં શીતલહેર થઈ હતી.

જબલપુરમાં ધુમ્મસના કારણે લોકો ફેરીમાં નર્મદા નદી પાર કરતા હતા
છત્તીસગઢમાં જામવા લાગી ધુમ્મસ, મૈનપાટમાં પારો 4 ડિગ્રી
રાજ્યના મોટાભાગના વિસ્તારમાં રાતનું તાપમાન સામાન્ય કરતા નીચે ચાલી ગયું છે. અંબિકાપુરના સામરી-મૈનપાટમાં મિનિમમ ટેમ્પરેચર 4 થી 5 ડિગ્રીએ પહોંચી ગયું છે. રવિવારે બિલાસપુરમાં શીતલહેર થઈ હતી. મેદાની વિસ્તારમાં દુર્ગ સૌથી ઠંડું રહ્યું. લાલપુર હવામાન કેન્દ્રના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આજે પણ ઠંડી રહેશે.
પંજાબમાં અમૃતસર સૌથી ઠંડુ, આગામી પાંચ દિવસ શીતરલહેર ચાલશે
પંજાબમાં હાડ થીજવતી ઠંડી છે. અમૃતસર હાલ પણ સૌથી ઠંડું છે. અહીં પારો 1 ડિગ્રી રેકોર્ડ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ શીતલહેર ચાલશે. જમ્મુ-કાશ્મીર અને હિમાચરમાં બરફવર્ષાના કારણે પંજાબમાં ઠંડી વધશે.

શ્રીનગરમાં ડાલ સરોવર વચ્ચે પાણી બરફ બની ગયું છે.
હરિયાણામાં આજે ધુમ્મસના અણસાર, 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે
હરિયાણાના નારનૌલ શિમલાથી લગભગ સાડા ત્રણ ગણું વધું ઠંડુ રહ્યું. અમુક વિસ્તારમાં સતત ત્રીજા દિવસે પણ ઠંડી. અંબાલામાં મેક્સિમમ ટેમ્પરેચર 18.5 ડિગ્રી પર આવી ગયું. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સોમવારે પણ આવું થઈ શકે છે. જો કે, આગામી 24 કલાકની અંગર 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાના અણસાર છે. 21 થી 24 ડિસેમ્બર સુધી ધુમ્મસ થઈ શકે છે.
બિહાર શીતલહેરના સકંજામાં, તમામ જિલ્લાનું તાપમાન 10 ડિગ્રીથી નીચે રહ્યું
બિહાર બીજા દિવસે પણ શીતલહેરના સકંજામાં રહ્યું. તમામ જિલ્લાનું ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચી ગયું.હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રવિવારે પણ ગયા સૌથી ઠંડુ રહ્યું. આ ઉપરાંત તમામ જિલ્લાનું તાપમાન 6 થી 9 ડિગ્રી વચ્ચે રહ્યું. હાલ 2 દિવસ સુધી ક્યાંક ક્યાંક ધુમ્મસનો પણ સામનો કરવો પડી શકે છે.
ઝારખંડના મોટાભાગના જિલ્લામાં પારો 5 થી 10 ડિગ્રી વચ્ચે
પશ્વિમ વિક્ષોભના કારણે ઝારખંડમાં આવી રહેલા ઠંડા પવને જવજીવન પ્રભાવિત કર્યું છે. સિઝનનો સૌથી ઠંડો દિવસ રવિવાર રહ્યો. લાતેહારનું ઓરસાપાઠ ગામ સૌથી ઠંડું રહ્યું, જ્યાં પારો શૂન્ય પર પહોંચી ગયો. નેતરહાટમાં 3 ડિગ્રી, જ્યારે રાંચીના કાંકે અને મૈકલુસ્કીગંજમાં ન્યૂનતમ તાપમાન 2 ડિગ્રી રહ્યું. તો આ તરફ તમામ જિલ્લાનું ન્યૂનતમ તાપમાન 5 થી 10 ડિગ્રી વચ્ચે રેકોર્ડ થયું.
[:]
Be the first to comment on "[:en]થથરી રહ્યું છે ઉત્તર ભારત: MPમાં સિવનીને બાદ કરતા આખા રાજ્યમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે, રાજસ્થાનના 18 શહેરોની આ જ સ્થિતિ[:]"