‘તું મારી સાથે રોજેરોજ ઝઘડા કરે છે, આજે હું તને પતાવી દેવાની છુ’ કહીને ઊંઘી રહેલા પતિની પત્નીએ કુહાડીના ઘા મારીને હત્યા કરી


  • છાલીયેર ગામે પત્નીએ રોજના કંકાસથી કંટાળીને પતિની હત્યા કરી, પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 09:03 PM IST

વડોદરા. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના છાલીયેર ગામમાં રોજના કંકાસથી કંટાળીને પત્નીએ પતિની કુહાડીના ઘા મારીને હત્યા કરી નાખી છે. ડેસર પોલીસે આ મામલે પત્નીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

પતિ ઊંઘી જતા પત્નીએ પતિ પર કુહાડીના ઘા માર્યા
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના છાલીયેર ગામમાં રહેતા રાજેન્દ્ર સોલંકીને રોજ તેમની પત્ની રમીલા સાથે ઝઘડા થતાં હતા. આજે બપોરના સમયે રાજેન્દ્ર સોલંકીએ ઘરે આવીને રોજની જેમ પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને પત્નીને કહ્યું હતું કે, આજે તો તને વેચી જ નાખીશ. પત્નીએ પતિને કહ્યું હતું કે, તું મારી સાથે રોજેરોજ ઝગડો કરે છે, આજે તને હું પતાવી દેવાની છું. ઘરના બીજા માળે રહેતા રાજેન્દ્ર ઝઘડો કરીને બપોરે ઊંઘી ગયો હતો. રોજના કંકાસથી કંટાળેલી પત્ની રમીલાએ ઊંઘી રહેલા પતિને કુહાડીના ઘા માર્યા હતા. જેથી નાની પુત્રી ડિમ્પલે બુમાબુમ કરતા મકાનની નીચે રહેતા માતા અને નાનોભાઇ ઉપરના ભાગે દોડી આવ્યા હતા. રાજેન્દ્રને લોહીથી લથપથ જોતા નાનાભાઈએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરીને બોલાવી હતી અને પોલીસને પણ જાણ કરી દીધી હતી. 

યુવાનને લોહીથી લથપથ હાલતમાં હોસ્પિટલ લઇ જવાયો, જ્યાં તબીબે મૃત જાહેર કર્યો
ડેસર પોલીસ સ્ટશનના PSI ડી.એસ. વસાવા સહિત સ્ટાફને બનાવની જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા રાજેન્દ્રને ડેસર સરકારી દવાખાનામાં સારવાર અર્થે દાખલ કર્યો હતો, પરંતુ, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પોલીસે આરોપીની રમીલા સોલંકીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(અહેવાલ અને તસવીરઃ ઝાકિર દિવાન, ડેસર)

1 Trackbacks & Pingbacks

  1. 'તું મારી સાથે રોજેરોજ ઝઘડા કરે છે, આજે હું તને પતાવી દેવાની છુ' કહીને ઊંઘી રહેલા પતિની પત્નીએ

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: