‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ દિલીપ જોષીએ 116 દિવસ બાદ શૂટિંગ શરૂ કર્યું, કહ્યું- અમારા માટે પ્રાર્થના કરજો


દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 03:55 PM IST

મુંબઈ. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યું છે. સૌ પહેલાં ટપુસેનાએ શૂટિંગ શરૂ કર્યું હતું અને પછીના દિવસે સિરિયલમાં જેઠાલાલ બનતા દિલીપ જોષીએ શૂટિંગ શરૂ કર્યું હતું. દિલીપ જોષીએ સેટ પર આવીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પ્રોડ્યૂસર અસિત મોદીનો આભાર માન્યો હતો અને ચાહકોને ક્રૂ તથા કલાકારો માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું.

ટ્વીટ કરી
દિલીપ જોષીએ શનિવાર (11 જુલાઈ)ના રોજ બે ટ્વીટ કરી હતી. ટ્વીટમાં એક્ટરે કહ્યું હતું, 116 દિવસ પછી..આજે ‘તારક મહેતા..’નું શૂટિંગ શરૂ કર્યું. હસતો ચહેરો અને હસતી આંખો…મારા એક માત્ર ગોકુલ ધામના પરિવારની કાસ્ટ તથા ક્રૂને જોઈ ઘણો જ ખુશ છું. તો મિત્રો ‘તારક મહેતા..’ના નવા એપિસોડ જોવા માટે તૈયાર થઈ જાઓ. અમારા પ્રોડ્યૂસર અસિતભાઈ આખી ટીમની કાળજી લઈ રહ્યાં છે પરંતુ હું તમને વિનંતી કરું છું કે તમે મહેરબાની કરીને અમારા માટે પ્રાર્થના કરો કે અમે આ મુશ્કેલભર્યાં સમયમાં સલામત રહીએ અને તમારું મનોરંજન કરતાં અમને કોઈ રોકી શકશે નહીં.’

10 જુલાઈથી શૂટિંગ શરૂ થયું
ઉલ્લેખનીય છે કે ‘તારક મહેતા..’નું શૂટિંગ 10 જુલાઈના રોજથી શરૂ કરવામાં આવ્યું હતું. 10 જુલાઈએ ટપુસેનાએ શૂટિંગ કર્યું હતું. અસિત મોદી સેટ પર હાજર રહ્યાં હતાં અને તેમણે કહ્યું હતું, ‘અમે, શૂટિંગ શરૂ કર્યું છે. પ્રોડ્યૂસર હોવાને નાતે મેં એપિસોડમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો, જેથી શૂટિંગ દરમિયાન કલાકારો તથા ક્રૂ કેટલી કાળજી રાખે છે અને ગાઈડલાઈનનું કેવી રીતે પાલન કરી શકે છે, તે ધ્યાનમાં રહે. અમે સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરી રહ્યાં છીએ અને ત્રણ મહિના બાદ શૂટિંગ શરૂ કરવું તે એક ઈમોશનલ અનુભવ છે.’

વધુમાં અસિત મોદીએ કહ્યું હતું, ટૂંક સમયમાં જ દર્શકો સિરિયલના નવા એપિસોડ જોઈ કશે. અમારા માટે પ્રાર્થના કરો કે આખી ટીમ સાજી રહે. અમે પણ તમારા સ્વાસ્થ્ય તથા ખુશી માટે પ્રાર્થના કરીએ છીએ. અમે હિંમતથી સેટ પર પરત ફર્યાં છીએ. અમે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, ગ્લવઝ તથા સરકારી ગાઈડલાઈનનું સંપૂર્ણ રીતે પાલન કરીશું. અમને તમારા આશીર્વાદની જરૂર છે.’

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નવા એપિસોડ કઈ તારીખથી શરૂ થશે, તે હજી સુધી જાહેર કરવામાં આવી નથી. આ સિરિયલ વર્ષ 2008થી શરૂ થઈ હતી. Be the first to comment on "‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ દિલીપ જોષીએ 116 દિવસ બાદ શૂટિંગ શરૂ કર્યું, કહ્યું- અમારા માટે પ્રાર્થના કરજો"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: