[:en]ડ્રગ કનેક્શન પર બનેલી ફિલ્મો: ‘ઉડતા પંજાબ’, ‘ચરસ’થી લઈને ‘હરે રામા હરે કૃષ્ણા’ સુધી, ડ્રગ એડિક્શન અને નશા પર બનેલી છે આ પોપ્યુલર બોલિવૂડ ફિલ્મો[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછીથી જ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ લેનારાઓના નામ સતત સામે આવી રહ્યા છે. તપાસ દરમ્યાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ઘણા સેલેબ્સની પૂછપરછ કરી છે અને ઘણાના ઘરે રેડ પાડી છે. આ કેસ અગાઉ પણ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં સેલેબ્સ અને સામાન્ય લોકોના ડ્રગ કનેક્શનની સ્ટોરી દેખાડવામાં આવી ગઈ છે. આવો જાણીએ કઈ છે આ ફિલ્મો…

ઉડતા પંજાબ
વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ ઉડતા પંજાબ એક એવા સિંગરની સ્ટોરી છે જે ડ્રગ્સનું વધુ સેવન કરીને એડિક્ટેડ થઇ જાય છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કઈ રીતે પંજાબમાં યુવાનો નશા તરફ આકર્ષિત થઇ રહ્યા છે. ફિલ્મમાં પંજાબની સ્ટોરી દેખાડવા પર ઘણા પંજાબી નેતાઓએ આના પર આપત્તિ જતાવી હતી. તેમનો આરોપ હતો કે અમુક સીન રાજ્યની ઇમેજને ખરાબ કરી રહ્યા છે. મામલો વધ્યા બાદ સેન્સર બોર્ડે અમુક સીન અને જગ્યાઓના નામ બદલવાનો આદેશ આપ્યો હતો.

ફેશન
પ્રિયંકા ચોપરા, કંગના રનૌત, મુગ્ધા ગોડસે, સમીર સોની અને અરબાઝ ખાન સ્ટારર ફિલ્મ ફેશન ગ્લેમર વર્લ્ડની હકીકત પર બનાવવામાં આવી છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કઈ રીતે ડ્રગ એડિક્ટ કંગના રનૌતના વિફરેલા મિજાજને કારણે તેને મોટા પ્રોજેક્ટમાંથી કાઢી નાખવામાં આવે છે. કંગના ફિલ્મમાં સુપરમોડલ બની છે જે ડ્રગ્સની લતને કારણે સંપૂર્ણ રીતે બરબાદ થઇ જાય છે. લાવારિસ કંગનાને પ્રિયંકા ચોપરા પોતાની સાથે રાખી લે છે પણ તેની લતને કારણે એક દિવસ તેની સાથે દુર્ઘટના થઇ જાય છે.

ગો ગોવા ગોન
વર્ષ 2013માં રિલીઝ થયેલી ફિલ્મ ગો ગોવા ગોનમાં દેખાડવામાં આવ્યું છે કે ત્રણ મિત્ર રેવ પાર્ટીમાં સામેલ થવા માટે આઇસોલેટેડ આયલેન્ડ પર પહોંચે છે. મોંઘા નશા બાદ બધા પાર્ટી એનિમલ બેસુધ થઇ જાય છે અને આગલા દિવસે બધાને અંદાજો આવી જાય છે કે તે ખતરનાક ઝોમ્બીથી ઘેરાયેલા છે. ધીરે- ધીરે બધા ઝોમ્બીઝ માણસ પર હાવી થવા લાગે છે અને એક અલગ પ્રકારના ડ્રગ્સથી જ બધા ઝોમ્બીઝનો અંત આવે છે.

કબીર સિંહ
શાહિદ કપૂર અને કિઆરા અડવાણી સ્ટારર ફિલ્મ કબીર સિંહ સુપરહિટ ફિલ્મ રહી હતી. 2019માં રિલીઝ થયેલી આ ફિલ્મ લવસ્ટોરી હતી. શાહિદ ઉર્ફે કબીર સિંહ એક ફિઝિશિયન છે જે કિઆરાના કેરેક્ટર પ્રીતિ સાથે બ્રેકઅપ પછી ડ્રગ્સના રવાડે ચડી જાય છે. કબીર નશાની લતમાં જ લોકોની સારવાર અને ઓપરેશન કરે છે. એક દર્દીના નિધન બાદ તેની વિરુદ્ધ ઈન્કવાયરી થાય છે અને તે દોષી સાબિત થાય છે.

દેવ ડી
અભય દેઓલ સ્ટારર ફિલ્મ દેવ ડી મોડર્ન દેવદાસ છે. ફિલ્મમાં દેવ તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયા બાદ ડ્રગ્સ અને દારૂ તરફ પ્રયાણ કરે છે. ફિલ્મમાં અભયની એક્ટિંગના ઘણા વખાણ થયા હતા.

દેવદાસ
મલ્ટિસ્ટારર ફિલ્મ દેવદાસ અલગ પ્રકારના કન્સેપ્ટને કારણે બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. ફિલ્મમાં શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, ઐશ્વર્યા રાય લીડ રોલમાં હતા. દેવ, પારોને પસંદ કરે છે અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે જોકે પરિવારના પ્રેશરમાં આવું થઇ શકતું નથી. પારોથી અલગ થયા બાદ દેવ તેના કરિયરને નજરઅંદાજ કરીને દારૂ પીવાનું શરૂ કરી દે છે. અંતે દારૂ જ તેના મૃત્યુનું કારણ બને છે.

કાલાકાંડી
વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ કાલાકાંડીમાં સૈફ અલીએ એક એવા વ્યક્તિનો રોલ નિભાવ્યો છે જેને પેટનું કેન્સર છે. જિંદગીના થોડા જ દિવસ બચ્યા હોવા પર સૈફ એવું નક્કી કરે છે કે તે હવે તેની જિંદગી સંપૂર્ણપણે એન્જોય કરશે. સૈફ નશો કરે છે, રેવ પાર્ટી કરે છે અને ફરે છે જોકે આખરે તે નિરાશ જ રહે છે.

સંજૂ
રાજકુમાર હીરાનીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ સંજૂ બોલિવૂડ એક્ટર સંજય દત્તની બાયોગ્રાફી છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કઈ રીતે સંજય ખોટી સંગતને કારણે ડ્રગ્સનું સેવન શરૂ કરી દે છે. ડ્રગ એડિક્ટ સંજયની લાઈફ ખરાબ થતી જોઈ માતાપિતા તેને રિહેબ સેન્ટર મોકલે છે જ્યાંથી તે ઘણીવાર ભાગવાની ટ્રાય પણ કરે છે. ત્યારબાદ માતાનો વિચાર કરીને સંજય નશાથી છુટકારો મેળવે છે.

હરે રામા હરે કૃષ્ણા
વર્ષ 1971ની ફિલ્મ હરે રામા હરે કૃષ્ણા ભાઈ બહેનની સ્ટોરી છે જે બાળપણમાં અલગ થઇ ગયા હોય છે. દેવ આનંદ તેની બહેન ઝીનત અમાનને શોધતા શહેર આવે છે જ્યાં તેને ખબર પડે છે કે તેની બહેન હિપ્પી કલ્ચરને માનનારી ડ્રગ એડિક્ટ બની ગઈ છે. આ ફિલ્મનું સોન્ગ દમ મારો દમ ઘણું ફેમસ થયું હતું. તેના નામ પરથી રીમેક ફિલ્મ દમ મારો દમ 2011માં આવી હતી.

ચરસ
1976માં આવેલી ફિલ્મ ચરસમાં હેમા માલિની, ધર્મેન્દ્ર, અમજદ ખાન, અજિત ખાન લીડ રોલમાં હતા. ફિલ્મમાં ધર્મેન્દ્ર સૂરજ નામના એક NRIના રોલમાં હતા જે ભારતનું ઘર કેરટેકરને હવાલે છોડી વિદેશ જતા રહે છે. જ્યારે સૂરજ પરત ફરે છે તો તેને ખબર પડે છે કે કેરટેકર (અજિત ખાન) તેના ઘરમાં ડ્રગ રેકેટ ચલાવી રહ્યો છે. ત્યારબાદ સૂરજ તેને પકડવામાં પોલીસની મદદ કરે છે.

[:]

Be the first to comment on "[:en]ડ્રગ કનેક્શન પર બનેલી ફિલ્મો: ‘ઉડતા પંજાબ’, ‘ચરસ’થી લઈને ‘હરે રામા હરે કૃષ્ણા’ સુધી, ડ્રગ એડિક્શન અને નશા પર બનેલી છે આ પોપ્યુલર બોલિવૂડ ફિલ્મો[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: