[:en]ડ્રગ્સ કેસ: હોટલમાં ડ્રગ પેડલર સાથે રોકાયેલી ટોલિવૂડ એક્ટ્રેસ પૂછપરછ માટે NCB ઓફિસ પહોંચી, ડ્રગ્સ સપ્લાય ગેંગ સાથે જોડાયેલી હોવાનો સંદેહ[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ડ્રગ્સ કેસમાં રવિવારે કસ્ટડીમાં લેવામાં આવેલી ટોલિવૂડ એક્ટ્રેસ શ્વેતા કુમારી સોમવારે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ની મુંબઈ સ્થિત ઓફિસમાં હાજર થઇ. એક્ટ્રેસે ફેસ પર ઓરેન્જ દુપટ્ટો નાખીને ઓફિસે એન્ટ્રી લીધી હતી. જાણકારી મુજબ, એક્ટ્રેસને શનિવારે રાત્રે MD ડ્રગ્સ સાથે મુંબઈના મીરા રોડની એક હોટલની રેડ દરમ્યાન કસ્ટડીમાં લેવામાં આવી હતી. જોકે, અહિયાંથી એક્ટ્રેસ સુધી ડ્રગ્સ પહોંચાડનારો સપ્લાયર સઈદ ભાગવામાં સફળ રહ્યો હતો.

NCB અધિકારીએ આ બાબતે કહ્યું, ‘શનિવારે અડધી રાત્રે ઓપરેશનમાં 8-10 લાખ રૂપિયાનું 400 ગ્રામ MD જપ્ત થયું હતું. શનિવારે રાત્રે બાંદ્રા રેલવે સ્ટેશન પાસે ગુરુનાનક માર્ગ પર સ્થિત એક હોટલથી એક્ટ્રેસને એક ડ્રગ સપ્લાયર સાથે પકડવામાં આવ્યો હતો. આ બાબતે એક્ટ્રેસની પૂછપરછ ચાલું છે.’

આ રીતે NCB ટીમ એક્ટ્રેસ સુધી પહોંચી હતી
NCB મુંબઈના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની ટીમને ગુપ્ત સૂચના મળી હતી કે શહેરની અંદર મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવવાના છે. આવામાં શનિવારની મોડી રાત્રે બાંદ્રા, વર્સોવા, મીરા રોડમાં અલગ-અલગ ટીમે રેડ પાડી હતી. પહેલી રેડ બાંદ્રા વિસ્તારમાં પાડવામાં આવી. ત્યાં MD ડ્રગ્સના કાર્ગો સપ્લાય કરવા માટે એક પેડલર આવવાનો હતો. NCBએ અહિયાંથી ચાંદ મોહમ્મ્દ નામના પેડલરને 400 ગ્રામ MD સાથે પકડ્યો.

રવિવારે સાંજે એક્ટ્રેસને જવા દેવામાં આવી હતી
ચાંદ મોહમ્મ્દની પૂછપરછમાં 25 વર્ષીય ડ્રગનો માસ્ટરમાઈન્ડ સઈદ મીરા રોડની એક હોટલ છે તેવી ખબર પડી. ત્યારબાદ બીજી ટીમે ક્રાઉન બિઝનેસ હોટલમાં રેડ પાડી. પણ, સઈદ નાસવામાં સફળ રહ્યો. NCBએ સઈદ સાથે રૂમમાં રોકાયેલી એક ટોલિવૂડ એક્ટ્રેસને કસ્ટડીમાં લીધી. તેની પાસેથી ડ્રગ્સ મળ્યા. રવિવારે આખો દિવસ એક્ટ્રેસની પૂછપરછ કર્યા બાદ સાંજે 6 વાગ્યે તેને જવા દેવામાં આવી.

એક્ટ્રેસે ઓરેન્જ દુપટ્ટાથી પોતાનો ચહેરો ઢાંક્યો હતો.

એક્ટ્રેસે ઓરેન્જ દુપટ્ટાથી પોતાનો ચહેરો ઢાંક્યો હતો.

ડ્રગ પેડલર સાથે રોકાયી હતી એક્ટ્રેસ
જાણકારી મુજબ, સઈદ મીરા રોડની આ હોટલમાં 1 જાન્યુઆરીથી આ એક્ટ્રેસ સાથે રોકાયો હતો. NCBના સૂત્રોના જણાવ્યા અનુસાર આ MD ડ્રગનો મોટો સપ્લાયર છે જે આ હોટલની આડમાં પહેલા ડ્રગ્સના કાર્ગો મીરા રોડ મગાવતો હતો. ત્યારબાદ મુંબઈના અલગ- અલગ પેડલર્સ મારફતે શહેરમાં ડ્રગ્સ સપ્લાય કરે છે. NCBના સૂત્રોના કહેવા મુજબ, ટોલિવૂડની 20 વર્ષીય એક્ટ્રેસ પણ આ ચેનનો હિસ્સો છે. આ એક્ટ્રેસને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે.

ડ્રગ્સ સપ્લાય કરવામાં એક્ટ્રેસ સામેલ હોય તેવો સંદેહ
NCBને શંકા છે કે ટોલિવૂડની આ એક્ટ્રેસનો ઉપયોગ સઈદ MD ડ્રગ સપ્લાય કરવા માટે કરી રહ્યો હતો. કારણકે સપ્લાય અને ડીલિંગમાં આવા માફિયા છોકરીઓને એટલે રાખે છે કે પોતે એજન્સીની રડારથી દૂર રહી શકે અને છોકરી પર ઓછામાં ઓછી શંકા હોય, જોકે દરેક એન્ગલે તપાસ થઇ રહી છે.

[:]

Be the first to comment on "[:en]ડ્રગ્સ કેસ: હોટલમાં ડ્રગ પેડલર સાથે રોકાયેલી ટોલિવૂડ એક્ટ્રેસ પૂછપરછ માટે NCB ઓફિસ પહોંચી, ડ્રગ્સ સપ્લાય ગેંગ સાથે જોડાયેલી હોવાનો સંદેહ[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: