ડિપ્રેશનનો ડર કેમ?: કોહલી અંગે પૂર્વ ક્રિકેટરની કોમેન્ટ, આટલી સુંદર પત્નીવાળો ડિપ્રેશનમાં કઈ રીતે જઈ શકે

ડિપ્રેશનનો ડર કેમ?: કોહલી અંગે પૂર્વ ક્રિકેટરની કોમેન્ટ, આટલી સુંદર પત્નીવાળો ડિપ્રેશનમાં કઈ રીતે જઈ શકે


  • Gujarati News
  • Sports
  • Former Cricketer’s Comment About Kohli, How Can Such A Beautiful Wife Go Into Depression

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી16 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સિલેક્ટર શરણદીપ સિંહે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં વિરાટ કોહલીને મજબૂત ઈચ્છાશક્તિવાળો માણસ ગણાવ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની 2014નો ઈંગ્લેન્ડનો પ્રવાસ તેના કરિયરના સૌથી કઠિન પ્રવાસમાંનો એક રહ્યો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરિઝમાં તેના બેટમાંથી રન નીકળી રહ્યા નહોતા. કોહલીએ હાલમાં જ ખુલાસો કર્યો હતો કે ખરાબ પ્રદર્શનના કારણે એ પ્રવાસમાં ડિપ્રેશનનો સામનો કરી રહ્યો હતો. કોહલીના આ નિવેદન પછી ક્રિકેટ ફેન અને પૂર્વ ખેલાડીઓ આશ્ચર્યમાં મૂકાયા. તેના આ ખુલાસા અંગે પૂર્વ વિકેટકીપર ફારૂખ એન્જિનિયરે પ્રતિક્રિયા આપી છે. તેણે વિરાટને પૂછ્યું કે જ્યારે તારી પાસે આટલી સુંદર પત્ની છે તો તું ડિપ્રેસ્ડ કઈ રીતે હોઈ શકે.

વિરાટ કોહલીના ઘરમાં એક પણ નોકર નથી. તે અને તેની પત્ની અનુષ્કા શર્મા જ બધાને ભોજન સર્વ કરે છે.

વિરાટ કોહલીના ઘરમાં એક પણ નોકર નથી. તે અને તેની પત્ની અનુષ્કા શર્મા જ બધાને ભોજન સર્વ કરે છે.

ફારૂખ એન્જિનિયરે વેબસાઈટ સ્પોર્ટકીડાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તમારી પાસે આટલી સુંદર પત્ની હોય તો તમે ડિપ્રેસ્ડ કઈ રીતે હોઈ શકો છો? તમે પિતા બની ચૂક્યા છો. ઈશ્વર પ્રત્યે આભારી હોવા માટે તમારી પાસે અનેક કારણ છે.

પૂર્વ વિકેટકીપરે કહ્યું કે ડિપ્રેશન પશ્ચિમી દેશોમાં વધુ છે. ત્યાં તેના વિશે વધુ ચર્ચા થાય છે, પરંતુ મન એક એવી ચીજ છે જેને તમે ક્યારેય જાણી શકતા નથી. ફારૂખ એન્જિનિયરે કહ્યું કે આપણે ભારતીયોના શરીરમાં ખરાબીઓ સામે લડવાની તાકાત વધુ છે. આપણે ઉતારચડાવ જોવાના હોય છે અને તેની સામે લડવાની આપણામાં ક્ષમતા હોય છે.

વિરાટ કોહલીએ શું કહ્યું હતું
આ અગાઉ, ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 2014ના ઈંગ્લેન્ડ પ્રવાસ અંગે વાત કરતા કહ્યું હતું કે એ એવો સમય હતો કે જ્યારે હું ચીજો બદલવા માટે કંઈ કરી શકતો નહોતો. મને લાગ્યું કે હું દુનિયામાં એકલો છું.

કોહલીએ કહ્યું કે મારા માટે અંગત રીતે એવો સમય હતો કે જ્યારે ખબર પડી કે તમે ભલે મોટા ગ્રૂપનો હિસ્સો છો પણ એકલતા અનુભવી શકો છો. હું એમ નહીં કહું કે મારી પાસે એવા લોકો નહોતા કે જેમની સાથે વાત કરી શકતો નહોતો. પરંતુ પ્રોફેશનલ એવી ચીજો નહોતી કે કોઈને સમજાવી શકું કે હું કેવા સમયમાંથી પસાર થઈ રહ્યો છું.

‘મજબૂત ઈચ્છાશક્તિવાળા માણસ છે વિરાટ’

વિરાટ કોહલીનો 2014નો ઈંગ્લેન્ડનો પ્રવાસ તેના કરિયરના સૌથી કઠિન પ્રવાસમાંનો એક રહ્યો છે.

વિરાટ કોહલીનો 2014નો ઈંગ્લેન્ડનો પ્રવાસ તેના કરિયરના સૌથી કઠિન પ્રવાસમાંનો એક રહ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સિલેક્ટર શરણદીપ સિંહે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં વિરાટ કોહલીને મજબૂત ઈચ્છાશક્તિવાળો માણસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કોહલી ડાઉન ટુ અર્થ છે અને મજબૂત ઈચ્છાશક્તિવાળો માણસ છે. શરણદીપ સિંહે કહ્યું કે વિરાટ કોહલીના ઘરમાં એક પણ નોકર નથી. તે અને તેની પત્ની અનુષ્કા શર્મા જ બધાને ભોજન સર્વ કરે છે. તેનાથી વધુ આપ શું કહેશો. વિરાટ હંમેશા તમારી સાથે બેસશે, તમારી સાથે વાત કરશે અને તમારી સાથે ડિનર પર જશે.

અન્ય સમાચારો પણ છે…

1 Trackbacks & Pingbacks

  1. કોહલી અંગે પૂર્વ ક્રિકેટરની કોમેન્ટ, આટલી સુંદર પત્નીવાળો ડિપ્રેશનમાં કઈ રીતે જઈ શકે – Gujarati News -

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: