ડિજિટલ પ્લેટફોર્મ પર સાત ફિલ્મ રિલીઝ થશે, સુશાંતના અવસાન બાદ પરિસ્થિતિ બદલતા તમામ ફિલ્મની રિલીઝ ડેટ બદલવામાં આવી


અમિત કર્ણ

Jul 14, 2020, 08:35 AM IST

મુંબઈ. હાલમાં જ એક મોટા ડિજિટિલ પ્લેટફોર્મ પર સાત ફિલ્મ રિલીઝ થવાની જાહેરાત કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે આ ફિલ્મની રિલીઝ ડેટમાં સુશાંતના અવસાન બાદ ફેરફાર કરવામાં આવ્યો હતો અને કંપની બદલાયેલી પરિસ્થિતિમાં સબ્સ્ક્રાઈબર્સ વધારવા માટે પૂરી રીતે તૈયાર છે. 

ડિજિટલ પ્લેટફોર્મ પર અક્ષય કુમારની ‘લક્ષ્મી બોમ્બ’, અજય દેવગનની ‘ભુજ’, આલિયા ભટ્ટની ‘સડક 2’, સુશાંતની ‘દિલ બેચારા’, કુનાલ ખેમુની ‘લૂટકેસ’, વિદ્યુત જામવાલની ‘ખુદા હાફિઝ’ તથા અભિષેક બચ્ચનની ‘ધ બિગ બુલ’ છે. ટ્રેડ પંડિતોના મતે, આ સાતેય ફિલ્મ સાથે પહેલી જૂનના રોજ ડીલ કરવામાં આવી હતી. 

24 જુલાઈથી દર શુક્રવારે એક ફિલ્મ રિલીઝ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પહેલાં ‘લૂટકેસ’ રિલીઝ થવાની હતી. ત્યારબાદ ‘ખુદા હાફિઝ’અને પછી સાત ઓગસ્ટના રોજ ‘દિલ બેચારા’ અને બીજી ફિલ્મ સ્ટ્રીમ થવાની હતી. 15 ઓગસ્ટે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ સ્ટ્રીમ કરવાનું આયોજન હતું. 

આ દરમિયાન 14 જૂનના રોજ સુશાંત સિંહે આત્મહત્યા કરી હતી અને તેના છ દિવસ પછી મિટિંગમાં એ વાત નક્કી કરવામાં આવી કે સૌ પહેલાં સુશાંતની જ ફિલ્મ સ્ટ્રીમ કરવામાં આવે. સુશાંતના અવસાન બાદ ચાહકોની ભાવના એક અલગ જ પ્રકારની છે. આ ફિલ્મને લઈ માહોલ પણ બની ગયો હતો. 

ડિજિટલ પ્લેટફોર્મના અધિકારીઓનો વિચાર પણ ખોટો નહોતો. યુટ્યૂબ પર ‘દિલ બેચારા’નું ટ્રેલર અત્યાર સુધી સૌથી વધુ લાઈક્સ મેળવનાર બન્યું છે. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ ‘એવેન્જર્સ’નો રેકોર્ડ તોડી નાખ્યો છે. ડિઝ્ની પ્લસ હોટ સ્ટારના અધિકારીઓને આશા છે કે સુશાંતની ફિલ્મને કારણે નવા 10 લાખ સબ્સ્ક્રાઈબર્સ એપ સાથે જોડાઈ શકે છે. 

હવે નવા પ્લાનિંગ પ્રમાણે ‘દિલ બેચારા’ના એક અઠવાડિયા બાદ એટલે કે 31 જુલાઈએ કુનાલ ખેમુની ફિલ્મ ‘લૂટકેસ’ આવશે. વિદ્યુત જામવાલની ફિલ્મ ‘ખુદા હાફિઝ’ સાત ઓગસ્ટે આવશે. આની જાહેરાત એકાદ-બે દિવસમાં કરવામાં આવશે. 

સામાન્ય રીતે 15 ઓગસ્ટે અક્ષય કુમારની ફિલ્મ રિલીઝ થતી હોય છે અને આ વખતે પણ ડિજિટલ પ્લેટફોર્મ પર આ ફિલ્મ રિલીઝ થવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ આ સ્ટ્રેટજીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્લેટફોર્મ સાથે જોડાયેલા અધિકારીઓએ નામ ના છાપવાની શરતે કહ્યું હતું કે ‘લક્ષ્મી બોમ્બ’ તથા ‘ભુજ’ જેવી ફિલ્મ સપ્ટેમ્બર મહિનામાં સ્ટ્રીમ કરવામાં આવશે. 

અધિકારીઓના મતે સાત ઓગસ્ટે ‘ખુદા હાફિઝ’ સ્ટ્રીમ થયા બાદ તેમને થોડો સમય મળશે અને તેઓ એ જાણવા માગે છે કે આ ફિલ્મને કેટલું ઓડિયન્સ મળ્યું હતું. લોકો ન્યૂ નોર્મલને અપનાવી ચૂક્યા છે કે નહીં. આ બંને ફિલ્મને વધુમાં વધુ લોકો જુએ છે કે નહીં. 

હાલમાં અક્ષય કુમારની ‘લક્ષ્મી બોમ્બ’, અજય દેવગનની ‘ભુજ’, આલિયા ભટ્ટની ‘સડક 2’ તથા અભિષેક બચ્ચનની ‘ધ બિગ બુલ’ની રિલીઝ ડેટ કહેવી મુશ્કેલ છે, આમાંથી બે ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ બાકી છે. હાલમાં તો એવું લાગી રહ્યું છે કે સુશાંતના અવસાન બાદ ઊભી થયેલી પરિસ્થિતિનો કંપની પૂરો ફાયદો ઉઠાવવાની તૈયારી કરી રહી છે. જોકે, આ સવાલને લઈ જ્યારે દિવ્ય ભાસ્કરે હોટ સ્ટારની ટીમનો સંપર્ક કર્યો તો તેમણે જવાબ આપવાને બદલે સમય માગ્યો હતો. આ લખાય છે ત્યાં સુધી જવાબ માટે રાહ જોવામાં આવી હતી.

Be the first to comment on "ડિજિટલ પ્લેટફોર્મ પર સાત ફિલ્મ રિલીઝ થશે, સુશાંતના અવસાન બાદ પરિસ્થિતિ બદલતા તમામ ફિલ્મની રિલીઝ ડેટ બદલવામાં આવી"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: