[:en]ઠંડીથી થથર્યું ઉત્તર ભારત: પંજાબમાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, દિલ્હી શિમલા બન્યું; રાજસ્થાનના તમામ 33 જિલ્લામાં પારો 7 સેલ્સિયસથી નીચે[:]

[:en]

  • Gujarati News
  • National
  • In All 33 Districts Of Rajasthan, Mercury Is Below 7 Degrees, Datia Coldest In Madhya Pradesh; Temperature 3.1 Degrees Here

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હીએક મિનિટ પહેલા

  • કૉપી લિંક

તસવીર કાશ્મીરના શોપિયાંની છે.ઠંડીથી મુશ્કેલી વધે છે, પણ બાળકોને તેની ચિંતા નથી. કાશ્મીરમાં બરફવર્ષાની ચાદર છવાઈ તો બાળકો ત્યાં રમવા પહોંચ્યા.

શિમલા અને કાશ્મીરમાં બરફવર્ષા પછી હવે દિલ્હીમાં પણ હાડ થીજવી દે તેવી ઠંડી શરૂ થઈ ગઈ છે. દિલ્હીના જાફરપુરમાં પારો શિમલા બરાબર પહોંચી ગયો છે. અહીં તાપમાન સામાન્ય કરતા 6 ડિગ્રી ઓછું નોંધાયું છે. સાથે જ પંજાબના અમૃતસરમાં ઠંડીએ દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અહીં પારો 0.4 ડિગ્રીએ પહોંચી ગયો છે. જાલંધરમાં તાપમાન 1.6 ડિગ્રી રહ્યું. ઠંડા પવને બિહારની રાજધાની પટનામાં પણ કોલ્ડ ડે જેવી સ્થિતિ પેદા કરી દીધી છે. અહીં એક દિવસમાં પારો 4 ડિગ્રી સુધી ઘટી ગયો છે.

રાજસ્થાનઃ તમામ 33 જિલ્લામાં પારો 7થી નીચે
રાજસ્થાનમાં શીતલહેર સાથએ ઠંડીનો પ્રકોપ ચાલું છએ. 24 કલાક દરમિયાન જ મોટાભાગના શહેરમાં પારો 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધુ નીચે ગયો છે.મોટાભાગના સ્થળ પર ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી ઓછું હતું. એક પણ શહેર એવું નથી રહ્યું જ્યાં રાતનો પારો 7 ડિગ્રીથી વધુ હોય. સાથે જ માઉન્ટ આબૂ અને ચાંદન પછી હવે ચૂરુ અને જોબનેરમાં પારો માઈનસમાં ચાલ્યો ગયો છે.ગત રાતે જોબનેર અને માઉન્ટ આબૂમાં તાપમાન -2.5 સેલ્સિયસ અને ચૂરૂમાં -0.3 સેલ્સિયસ નોંધાયું.

રાજસ્થાનના શ્રીગંગાનગરના ખેતરમાં જામેલા બરફની તસવીર

રાજસ્થાનના શ્રીગંગાનગરના ખેતરમાં જામેલા બરફની તસવીર

મધ્યપ્રદેશઃ 6 શહેરોમાં પારો 5-6 ડિગ્રીની આસપાસ, 23 શહેરોમાં 10 ડિગ્રી અથવા તેનાથી નીચે
વરસાદ પછી વાદળ છવાતાની સાથે જ રાજધાની ભોપાલ સહિત મધ્યપ્રદેશમાં હવે હાડ થીજવતી ઠંડી પડવા લાગી છે. શુક્રવારે ભોપાલમાં સિઝનનો પહેલો સૌથી ઠંડો દિવસ રહ્યો. અહીં દિવસનું તાપમાન સામાન્ય કરતા 5 ડિગ્રી ઓછું એટલે કે 21.7 ડિગ્રી નોંધાયું. રાતનું તાપમાન સામાન્ય કરતા 4 ડિગ્રી નીચે 7.4 ડિગ્રી પર પહોંચી ગયું. 24 કલાક ઠંડો પવન ફુંકાયો. રાજ્યના 6 શહેરોમાં પારો 5-6 ડિગ્રીની આસપાસ અને 23 શેહરમાં 10 ડિગ્રી અથવા તેનાથી ઓછો રહ્યો.

મધ્યપ્રદેશના રાયસેનમાં પત્તા પર બરફ જામ્યો

મધ્યપ્રદેશના રાયસેનમાં પત્તા પર બરફ જામ્યો

પટનામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 5 ડિગ્રીથી ઓછું રહેવા અને ન્યૂનતમ પારો 10 ડિગ્રી ઓછું થવાથી કોલ્ડ ડે જેવી સ્થિતિ બની ગઈ છે. બે દિવસ સુધી આ સ્થિતિ રહેશે તો કોલ્ડ ડે જાહેર કરી દેવાશે. સૌથી વધુ ગયામાં ન્યૂનતમ તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો થયો. શુક્રવારે પટનાનું મહત્તમ તાપમાન 19.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 5.3 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. સાથે જ ન્યૂનતમ તાપમાન 8.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 2.2 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે.

નવી દિલ્હીઃ NCRમાં સતત ઘટી રહ્યો છે પારો
રાજધાની દિલ્હીમાં માણસોથી માંડી પશુ પંખીઓ ઠંડીના પ્રકોપ આગળ લાચાર છે. દિલ્હી-NCRમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. શુક્રવારે નજફગઢ વિસ્તારના જાફરપુર કલાંમાં સામાન્યથી 6 ડિગ્રી ઓછુ, શિમલા જેટલું 2.7 ડિગ્રી તાપમાન રેકોર્ડ કરાયું.

જમ્મુ-કાશ્મીરમાં જામવા લાગ્યું ડાલ સરોવર

જમ્મુ-કાશ્મીરમાં જામવા લાગ્યું ડાલ સરોવર

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીનું સામાન્ય તાપમાન 4.4 સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 3 ડિગ્રી ઓછું છે. પશ્વિમ દિલ્હીના પાલમમાં સામાન્ય 5 ડિગ્રી ઓછું 3.4 સેલ્સિયસ, લોધી રોડમાં 3.8 સેલ્સિયસ, સફદરગંજમાં 4.4, નફઝગઢમાં 5.9 સેલ્સિયસ અને દિલ્હીના રિજ વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન 6.2 સેલ્સિયસ નોંધાયું.

પંજાબઃ સાઈકલ બદલાવાથી ઠંડી વધુ પડી રહી છે
શીતલહેરથી પંજાબમાં હાલ રાહત મળતી હોય તેવું લાગી રહ્યું છે. શુક્રવારે અમૃતસરમાં ઠંડીનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. અહીં ન્યૂનતમ પારો 0.4 ડિગ્રી રહ્યો, જે પ્રાંતમાં સૌથી ઓછો છે. જલંધર-કપૂરથલામાં પારો 1.6 ડિગ્રી રહ્યો. શીતલહેર સાથે ધુમ્મસ પણ વધશે. હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડો. સુરિંદર પાલે જણાવ્યું કે, દિવસ અને રાતના તાપમાનમાં સાઈકલ બદલાવાથી ઠંડી વધુ છે. ગત વર્ષે દિવસનું તાપમાન ઝડપથી ઘટતું હતું, રાતે વધી જતું હતું. આ વખતે સાઈકલ બદલાઈ છે.

અમૃતસરના ઈમ્પીરિયલ સિટી વિસ્તારમાં વાહનો પર બરફ જામ્યો

અમૃતસરના ઈમ્પીરિયલ સિટી વિસ્તારમાં વાહનો પર બરફ જામ્યો

તો આ તરફ ચંદીગઢમાં પણ પારો સતત ઘટી રહ્યો છે. અહીં સામાન્ય તાપમાન 4.4 ડિગ્રી રેકોર્ડ થયો. જે સિઝનમાં સૌથી ઓછો છે. આગામી થોડાક દિવસ સુધી પારો વધુ ગગડશે અને ધુમ્મસ પડી શકે છે.

છત્તીસગઢઃ રાયપુરમાં 2.5 સેલ્સિયસ અને પેન્ડ્રા રોડમાં 6 સેલ્સિયસ સુધી તાપમાન ઘટ્યું
ઉત્તરથી ઠંડી અને પૂર્વમાંથી શુષ્ક હવા આવવાના કારણે છત્તીસગઢમાં ઠંડીએ એન્ટ્રી કરી લીધી છએ. રાયપુરમાં રાતના તાપમાનમાં 2.5 ડિગ્રી અને પેન્ડ્રા રોડમાં 6 ડિગ્રીનો ઘટાડો થયો છે. આનાથી ઉત્તર છત્તીસગઢમાં ન્યૂનતમ તાપમાન સામાન્ય પર આવી ગયું છે. રાજધાનીમાં હાલ પણ રાતનું તાપમાન 17.2 ડિગ્રી પર છે અને તે સામાન્ય કરતા 5 ડિગ્રી વધુ છે. અંબિકાપુરમાં પણ ન્યૂનતમ તાપમાન 5 ડિગ્રી રહ્યું. ત્યાં તાપમાન 8.8 ડિગ્રી રહ્યું, જે સામાન્ય છે.

છત્તીસગઢના મહાસમુંદમાં પારો 8 સેલ્સિયસ પર પહોંચી ગયો. કરોડિયાના જાળમાં પણ ઝાકળે કબજો કર્યો

[:]

Be the first to comment on "[:en]ઠંડીથી થથર્યું ઉત્તર ભારત: પંજાબમાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, દિલ્હી શિમલા બન્યું; રાજસ્થાનના તમામ 33 જિલ્લામાં પારો 7 સેલ્સિયસથી નીચે[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: