ટ્રેન્ડિંગ: ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક મેદાનના નામે રાખ્યું પોતાના ડોગનું નામ

ટ્રેન્ડિંગ: ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક મેદાનના નામે રાખ્યું પોતાના ડોગનું નામ


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી ત્યારે ચાર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ પહેલાં સ્ટાર ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે T-20 શ્રેણી પછી નેટ બોલર તરીકે રોકાયેલા વોશિંગ્ટન સુંદરને ડેબ્યુ કેપ મળી હતી. સુંદરે અશ્વિનને રિપ્લેસ કરતાં ગાબા ખાતે ટેસ્ટ કરિયરની પ્રથમ મેચ રમી હતી.

પોતાના કુતરાનું નામ ગાબા રાખ્યું
સુંદરે સોશિયલ મીડિયા પર પોતાના ડોગ સાથેનો ફોટો શેર કર્યો. તેણે કેપ્શનમાં લખ્યું કે, “પ્રેમ એ ચાર પગવાળો શબ્દ છે. વિશ્વ, ગાબાને મળો! ”

4 વર્ષથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ નહોતો રમ્યો
સામાન્યપણે કોઈ ક્રિકેટરને ફર્સ્ટ ક્લાસમાં સારા દેખાવ બદલ દેશ વતી ટેસ્ટ રમવાની તક મળતી હોય છે. જોકે, સુંદર 2017થી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યો નહોતો. તેમ છતાં તેણે પોતાની ડેબ્યુ મેચમાં શાનદાર દેખાવ કરીને ભારતને મેચ જિતાડી હતી. તેણે શાર્દુલ ઠાકુર સાથે સાતમી વિકેટ માટે 123 રનની ભાગીદારી કરીને ભારતની મેચમાં જોરદાર વાપસી કરાવી હતી. સુંદરે 144 બોલમાં 62 રન, જ્યારે શાર્દુલે 115 બોલમાં 67 રન બનાવ્યા હતા.

સુંદરે ટીમ મેનેજમેન્ટનો આભાર માન્યો હતો
સુંદરે ગાબા ટેસ્ટ પછી કહ્યું હતું કે, હું ઓસ્ટ્રેલિયા પ્રવાસે આવ્યો ત્યારે મેં વિચાર્યું પણ નહોતું કે આ ટૂર પર હું ટેસ્ટ કરિયરની શરૂઆત કરીશ. વનડે શ્રેણી પછી હું ઘણો સમય ત્યાં રહ્યો અને એમાં મને ઓસ્ટ્રેલિયન સોઇલ પર બોલિંગ કરવાની અને વસ્તુઓ શીખવાની સારી તક મારી. મારી સ્કીલસેટ સુધરી. મને તક આપવા બદલ ટીમ મેનેજમેન્ટનો આભારી છું. મને ગાબા ટેસ્ટના એક કે બે દિવસ પહેલાં ખબર પડી ગઈ હતી કે, હું અંતિમ ટેસ્ટની પ્લેઈંગ-11માં હોઈશ.

ભારતે લગાવી હતી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં જીતની હેટ્રિક
ભારતે બ્રિસ્બેન ખાતે ચાર ટેસ્ટ સિરીઝની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવી 328 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ સાથે જ ટીમ ઇન્ડિયા શ્રેણી 2-1થી પોતાના નામે કરી હતી. ભારતે પહેલીવાર સતત ત્રીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી હતી. આ પહેલાં 2016-17માં આપણે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું, જ્યારે 2018-19માં ઓસ્ટ્રેલિયાને તેના ઘરે જ 2-1થી માત આપી હતી. ભારત અગાઉ ક્યારેય બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સતત 3 સિરિઝ જીત્યું નહોતું.

અન્ય સમાચારો પણ છે…

1 Trackbacks & Pingbacks

  1. ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક મેદાનના નામે રાખ્યું પોતાના ડોગનું

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: