[:en]ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો: મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર, પિંક બોલ ટેસ્ટમાં બેટીંગ કરતી વખતે હાથમાં ફ્રેક્ચર થઈ ગયુ[:]

[:en]ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો: મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર, પિંક બોલ ટેસ્ટમાં બેટીંગ કરતી વખતે હાથમાં ફ્રેક્ચર થઈ ગયુ[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હીઅમુક પળો પહેલા

  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયા સામે શનિવારે પહેલી ટેસ્ટની બીજી ઈનિંગમાં બેટીંગ સમયે પેટ કમિન્સનો એક બોલ શમીના જમણા હાથ પર લાગ્યો હતો

ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ મેચમાં હારનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયાને ફરી એક વખત મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીને જમણા હાથમાં ફ્રેક્ચર થવાને લીધે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાંથી તે બહાર થઈ ગયો છે. શનિવારે પહેલી ટેસ્ટની બીજી ઈનિંગમાં બેટીંગ કરતી વખતે પેટ કમિન્સનો એક બોલ તેના જમણા હાથ પર લાગ્યો હતો. ત્યારબાદ તે મેદાનની બહાર જતો રહ્યો હતો અને પરત ફર્યો ન હતો.

ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેટીંગ કરતી વખતે તેના હાથમાં ફ્રેક્ચર થઈ ગયુ હતું. પીડાને લીધે તે મેદાનમાં બેટ પકડી શકતો ન હતો. બાદમાં તે મેદાનમાંથી બહાર જતો રહ્યો હતો. ત્યારબાદ ભારતની બોલિંગ સમયે પણ તે મેદાનની બહાર જ રહ્યો હતો.

બીજી ઈનિંગની 22મી ઓવરમાં ઈજા પહોંચી હતી
22મી ઓવરમાં કમિન્સનો એક બાઉન્સર શમીના કાડા પર લાગ્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના મેડિકલ સ્ટાફને મેદાન પર બોલાવવામાં આવ્યો હતો. જોકે ફિઝીયો દ્વારા પેઈન કિલિંગ સ્પ્રે પણ લગાવવામાં આવ્યો હતો, તેમ છતાં તેને દુખાવામાં કોઈ જ રાહત મળી ન હતી અને મેદાનની બહાર જવાનો નિર્ણય કર્યો હતો.

8 વિકેટથી ભારત હાર્યું
ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં રમાયેલી ડે-નાઈટ ટેસ્ટમાં ભારતીય ટીમને 8 વિકેટથી હાર આપી હતી. ટીમ ઈન્ડિયા તેના બીજા અને વિદેશમાં પહેલા પિંક બોલ ટેસ્ટમાં આ પહેલી હાર છે. ભારતે પહેલી ડે-નાઈટ ટેસ્ટમાં ઘરઆંગણે ગયા વર્ષે બાંગ્લાદેશને એક ઈનિંગ અને 46 રનથી હાર આપી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમની આ ડે-નાઈટ ટેસ્ટમાં સતત 8મી જીત છે.

કોહલી પણ ટીમનો હિસ્સો નહીં હોય
હવે પછીની ટેસ્ટ સિરીઝમાં શમીનું નહીં રમવું તે ભારત માટે એક મોટો ઝાટકો છે. કોહલી પણ પેટરનિટી લીવને લીધે બાકીની અન્ય ત્રણ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. તેની ગેરહાજરીને લીધે ભારતીય બેટીંગ ઓર્ડર નબળું પડશે. ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ મેચ 26થી 30 ડિસેમ્બર વચ્ચે સિડનીમાં રમશે.

[:]

Be the first to comment on "[:en]ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો: મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર, પિંક બોલ ટેસ્ટમાં બેટીંગ કરતી વખતે હાથમાં ફ્રેક્ચર થઈ ગયુ[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: