[:en]ટીમ ઇન્ડિયાના મેનેજમેન્ટ પર પ્રશ્ન: ગાવસ્કરે કહ્યું- કોહલીને પેટરનિટી લીવ મળી, જ્યારે નટરાજન હજી તેની દીકરીને જોઈ શક્યો નથી[:]

[:en]ટીમ ઇન્ડિયાના મેનેજમેન્ટ પર પ્રશ્ન: ગાવસ્કરે કહ્યું- કોહલીને પેટરનિટી લીવ મળી, જ્યારે નટરાજન હજી તેની દીકરીને જોઈ શક્યો નથી[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેલબોર્ન2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ટીમ ચાર ટેસ્ટ સીરિઝની પહેલી મેચ હારી ગઈ છે. તે પછી કોહલી પેટરનિટી લીવ પર જતો રહ્યો છે.

ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ભારતીય ટીમમાં મતભેદ હોવાનો આરોપ લગાવતા મેનેજમેન્ટ પર અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, ટીમમાં ખેલાડીઓ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. વિરાટ કોહલીને પેટરનિટી લીવની પરવાનગી મળી છે. તે જ સમયે, ટી.નટરાજન IPL દરમિયાન પિતા બન્યો હતો, પરંતુ તે હજી સુધી તેની પુત્રીને જોઈ શક્યો નથી.

ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ટીમ 4 ટેસ્ટની શ્રેણીમાં પ્રથમ મેચ હારી ગઈ છે. આ પછી, કોહલી પેટરનિટી લીવ પર ગયો છે. જાન્યુઆરીમાં તે પિતા બનવા જઈ રહ્યો છે. અજિંક્ય રહાણે તેની ગેરહાજરીમાં ટીમની કપ્તાની કરશે.

અશ્વિન એક મેચમાં નિષ્ફળ ગયો અને બહાર થયો

ગાવસ્કરે સ્પોર્ટ્સ સ્ટાર માટેની કોલમમાં લખ્યું છે કે, “રવિચંદ્રન અશ્વિન ફક્ત તેની ક્ષમતાને કારણે લાંબા સમયથી રમી રહ્યો છે.” કોઈ પણ ટીમ એવા બોલરને બાકાત રાખવા માંગશે નહીં કે જેના નામે 350થી વધુ વિકેટ હોય. તેણે 4 ટેસ્ટ સદી પણ ફટકારી છે. જો કે, અશ્વિન સાથે આવું થાય છે. જો તે aek મેચમાં નિષ્ફળ જાય તો તેને નકારી કાઢવામાં આવે છે. જ્યારે બેટસમેનને ઘણી તક મળે છે. અહીં દરેક ખેલાડી માટે નિયમો અલગ અલગ છે.”

નટરાજન IPL પ્લેઓફ દરમિયાન પિતા બન્યો હતો

ગાવસ્કરે કહ્યું, ” બીજો બોલર છે, જેના માટે જુદા જુદા નિયમો બનાવવામાં આવ્યા છે.” તે ટી.નટરાજન છે. તે ટીમમાં નવો હોવાથી તે કઈ બોલી શકતો નથી. ડાબા હાથના યોર્કર નિષ્ણાતે T-20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાર્દિક પંડ્યાએ તેને મેન ઓફ ધ સિરીઝની ટ્રોફી પણ આપી હતી. IPL પ્લેઓફ દરમિયાન નટરાજન પિતા બન્યો હતો, પરંતુ તેને સીધા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર લઈ જવામાં આવ્યો હતો.”

ઇન્ડિયન ક્રિકેટમાં અલગ-અલગ ખેલાડીઓ માટે અલગ-અલગ નિયમ

ગાવસ્કરે કહ્યું કે, “અહીં તેને લિમિટેડ ઓવર્સની સીરિઝ માટે પસંદ કરાયો હતો. તેમાં તેણે સારું પ્રદર્શન કર્યું. તે પછી તેને ટેસ્ટ સીરિઝ માટે પણ રોકવામાં આવ્યો. તે પણ ખેલાડી નહિ, પરંતુ નેટ બોલર તરીકે. જ્યારે તેણે પહેલા જ ઘરે પરત ફરીને દીકરીને જોવાની જરૂર હતી. કોહલી કેપ્ટન છે, તેથી પ્રથમ ટેસ્ટ હારીને ઘરે પરત ફર્યો. આ ઇન્ડિયન ક્રિકેટ છે. અલગ-અલગ ખેલાડીઓ માટે અલગ-અલગ નિયમ છે.”

ગાવસ્કરે પહેલાં પણ કોહલી પર કમેન્ટ કરી હતી

IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની એક મેચ દરમિયાન ગાવસ્કરે કપ્તાન કોહલી પર તેની પત્ની અનુષ્કાને લઈને એક વિવાદાસ્પદ કમેન્ટ કરી હતી. તે પછી સોશિયલ મીડિયા યુઝર્સે ગાવસ્કરને ટ્રોલ કર્યો હતો.

ગાવસ્કરે કહ્યું હતું- વિરાટ જાણે છે કે પ્રેક્ટિસ કરીને તે વધુ સારું રમી શકે છે. લોકડાઉનમાં તેણે માત્ર અનુષ્કાની બોલિંગમાં પ્રેક્ટિસ કરી હતી. એ વીડિયો જુઓ. તેનાથી કઈ નહિ થાય. તેના પર સાથી કૉમેન્ટેટરે કહ્યું, પોતાના એપાર્ટમેન્ટમાં તે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. એટલી પ્રાઇવેસી પણ નથી. બાજુની બિલ્ડીંગમાં કોઈએ વીડિયો ઉતારી લીધો.

[:]

Be the first to comment on "[:en]ટીમ ઇન્ડિયાના મેનેજમેન્ટ પર પ્રશ્ન: ગાવસ્કરે કહ્યું- કોહલીને પેટરનિટી લીવ મળી, જ્યારે નટરાજન હજી તેની દીકરીને જોઈ શક્યો નથી[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: