ટિકિટનું વેચાણ શરૂ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડની ડે-નાઈટ ટેસ્ટ જોવા ઇચ્છતા યુવાથી લઈને વૃદ્ધ ચાહકોની સ્ટેડિયમની બહાર લાઈન

ટિકિટનું વેચાણ શરૂ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડની ડે-નાઈટ ટેસ્ટ જોવા ઇચ્છતા યુવાથી લઈને વૃદ્ધ ચાહકોની સ્ટેડિયમની બહાર લાઈન


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ટિકિટ ખરીદવા વહેલી સવારથી ચાહકો સ્ટેડિયમ પહોંચ્યા.

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીના રોજ સૌ પ્રથમવાર ટેસ્ટ મેચ યોજાવાની છે. જેને લઈને તમામ ચાહકો ટિકિટ લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ મેચની ટિકિટનું અગાઉ ઓનલાઈન વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર 4 કલાકમાં જ 15 હજાર જેટલી ટિકિટ વેચાઈ હતી.

મેચના 4 દિવસ પહેલાં સ્ટેડિયમની બહારનો નજારો

મેચના 4 દિવસ પહેલાં સ્ટેડિયમની બહારનો નજારો

મહત્વનું છે કે આ વખતે સ્ટેડિયમમાં 50 ટકા દર્શકોને મંજૂરી આપવામાં આવી છે. આ ટેસ્ટ મેચ માટે અત્યારે સુધી લગભગ 30000થી વધુ ટિકિટનું વેચાણ થઈ ગયું છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA) એ પણ આને ધ્યાનમાં લઈને આજથી ઓફલાઇન ટિકિટ નું વેચાણ શરૂ કર્યું છે ત્યારે વહેલી સવારથી જ યુવાનો થી લઈને વૃદ્ધ ચાહકોએ ટિકિટ માટે લાઈન લગાવી છે. જોકે સ્ટેડિયમ અંદર લોકોને ટિકિટ ખરીદવામાં સરળતા રહે તે માટે વ્યવસ્થા કરી છે. તેઓએ જણાવ્યું છે કે જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી ઓફલાઇન ટિકિટ મળશે.

ટિકિટ ખરીદવા લાઈનમાં ઊભા ફેન્સ.

ટિકિટ ખરીદવા લાઈનમાં ઊભા ફેન્સ.

મોટેરામાં મલ્ટીપલ પિચ
મોટેરા દુનિયાનું પ્રથમ સ્ટેડિયમ છે, જ્યાં 11 મલ્ટીપલ પિચ છે. 6માં રેડ સોઇલ અને 5માં બ્લેક સોઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ તો 13 પિચ થઈ શકે એમ છે, પરંતુ બોલર રનરઅપ અને અન્ય સ્પેસ માટે આંકડો 11 સુધી સીમિત રાખવામાં આવ્યો છે. મોટેરામાં મેન ગ્રાઉન્ડ ઉપરાંત જે અન્ય બે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ છે, ત્યાં પણ 9-9 મલ્ટીપલ પિચ છે. એમાં 5 રેડ સોઇલ અને 4 બ્લેક સોઇલથી બનાવવામાં આવી છે. બ્લેક અને રેડ બંને સોઈલનું આવું પ્રેઝન્સ વર્લ્ડના અન્ય કોઈપણ સ્ટેડિયમમાં આવી વેરાઇટી જોવા નહીં મળે.

મોટેરા 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા સાથે વર્લ્ડનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ.

મોટેરા 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા સાથે વર્લ્ડનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ.

રેડ સોઈલથી કેવી પિચ બને છે?
રેડ સોઈલ પિચ પર ઘાસને પરત ફરવાની તક આપે છે. એટલી જ ઘાસ જેનાથી પેસરને વિકેટ પર સિમ મૂવમેન્ટ મળી શકે. બાઉન્સમાં સમાનતા જળવાય રહે અને સ્પિનર્સના બોલ પણ પિચ પર સારી રીતે ઝીપ સાથે ટર્ન થાય. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રેડ સોઈલનો ઉપયોગ થાય છે.

બ્લેક સોઈલથી કેવી પિચ બને છે?
બ્લેક સોઈલ પાણીને સૌથી વધારે એબઝોર્બ કરે છે. તેનાથી. પાણી નાખવામાં આવે ત્યારે સોઈલ સોફ્ટ અને ન નાખવામાં આવે ત્યારે હાર્ડ થઈ જાય છે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના મેદાન પર બ્લેક સોઈલનો ઉપયોગ થાય છે. અહીં જેમ જેમ મેચ આગળ વધે તેમ બોલના બાઉન્સમાં સમાનતા રહેતી નથી. અમુક બોલ વધારે અને અમુલ ઓછા બાઉન્સ થાય છે.

કેમ હોય છે સ્ટેડિયમમાં મલ્ટીપલ પિચ?
એક વખત કોઈ પિચ પર મેચ રમાઈ તો પછી એને રિકવર થવામાં સમય લાગે છે. નવી મેચ માટે પિચ ફ્રેશ હોય એ પણ જરૂરી છે તેમજ હોમ ટીમ પોતાની સ્ટ્રેટેજી પ્રમાણે મેચના અઠવાડિયા પહેલાં કેવી પિચ બનાવી એની કયુરેટરને સૂચના આપે છે, તેથી પિચ કયુરેટર મલ્ટીપલ પિચમાંથી એ સૂચના મુજબ જે વધારે ફેવરેબલ હોય એને પસંદ કરીને એને ફિનિશિંગ ટચ આપે છે અથવા એના પર વધુ કામ કરે છે.

Be the first to comment on "ટિકિટનું વેચાણ શરૂ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડની ડે-નાઈટ ટેસ્ટ જોવા ઇચ્છતા યુવાથી લઈને વૃદ્ધ ચાહકોની સ્ટેડિયમની બહાર લાઈન"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: