ટિકરી બોર્ડરથી રિપોર્ટ: ખેડુતોએ બોર્ડર પર વેસ્ટર્ન ટોઇલેટ અને CCTV કેમેરા લગાવ્યા; શાકભાજી પણ ઉગાડવાની તૈયારી, ખેડૂતોએ કહ્યું- જ્યારે હવે અહીં જ રહેવાનુ છે તો સારી રીતે રહીશું


  • Gujarati News
  • National
  • Farmers Installed Western Toilets And CCTV Cameras At The Border; Ready To Grow Vegetables Too, The Farmers Said We Will Live Well Now That We Have To Stay Here

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી13 મિનિટ પહેલાલેખક: પૂનમ કૌશલ

  • કૉપી લિંક

તસવીર ટિકરી સરહદની છે. ખેડુતો હવે પાક્કા નિર્માણની તૈયારી કરી રહ્યા છે. કેમ્પમાં ઘરની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

ટીકરી બોર્ડર પરના કેમ્પમાં રોટલી બનાવી રહેલી શાંતિ, જે હવે તેની સલામતી અને સુવિધાને લઈને નિશ્ચિત થઈ છે. હવે તેઓ જે શિબિરમાં છે તેમાં કાયમી શૌચાલય, ગીઝર લગાવેલું બાથરૂમ, CCTV કેમેરા અને સબમર્સિબલ પમ્પ છે. ત્રણે કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનને અત્યાર સુધીમાં અઢી મહિનાથી વધુનો સમય લાગ્યો છે. ન તો સરકાર પીછેહઠ કરવા તૈયાર છે કે ન તો આંદોલનકારી ખેડૂતો. બંને વચ્ચે રસાકશી ચાલી રહી છે. આ બધાની વચ્ચે હવે સરહદ પર ખેડુતોના પાક્કા નિર્માણ જોવા મળી રહ્યા છે, જેમાં ઘરની તમામ સુવિધાઓ જોવા મળી રહી છે.

શાંતિ કહે છે, ‘પહેલા અમને વોશરૂમમાં જવામાં તકલીફ પડતી હતી, ટોઇલેટ જવું ન પડે તે માટે અમે દિવસભર પાણી પીતા નહોતા. હવે અમારા માટે એક પાક્કા શૌચાલય બનાવવામાં આવ્યું છે, હવે આપણને કોઈ ટેન્શન નથી. આ શિબિરનું સંચાલન કરી રહેલા જગરૂપ સિંહ કહે છે, ‘અમે મહિલાઓને રહેવા માટે એક શેડ પણ બનાવ્યો છે. વોશરૂમની સુવિધા મળવાથી મહિલાઓ મુશ્કેલી વિના રહી શકશે. આ કેમ્પમાં પાણી માટે સબમર્સિબલ પમ્પ પણ લગાવવામાં આવ્યા છે અને શૌચાલય માટે પાકી ગટર પણ બનાવવામાં આવી છે. નજીકના ટ્રાન્સફોર્મરો પાસેથી વીજળી લેવામાં આવી રહી છે.

ખેડુતોએ હવે તેમના કેમ્પમાં શૌચાલયની વ્યવસ્થા કરી છે. વોશરૂમમાં ગિઝર અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

ખેડુતોએ હવે તેમના કેમ્પમાં શૌચાલયની વ્યવસ્થા કરી છે. વોશરૂમમાં ગિઝર અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

કેમ્પ સંચાલક મનજોત સિંહ જણાવે છે, પંપ અને ટોઇલેટ પર લગભગ એક લાખ રૂપિયા ખર્ચ થયો છે. હવે આગામી સમયમાં ગરમીને ધ્યાનમાં રાખીને અમે ટિમ શેડ લગાવવા અને કુલર લગાવવાની પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ. જેમાં ત્રણથી ચાર લાખ રૂપિયા સુધીનો વધુ ખર્ચ આવી શકે છે. મનજોત કહે છે. ‘અમે CCTV કેમેરા પણ લગાવ્યા છે જેનું મોબાઈલથી મોનિટરિંગ થાય છે. જો ક્યારેક પોલીસ આવે છે તો અમારી પાસે વિડીયો ઉપલબ્ધ રહેશે. અમે બેકઅપ પણ સાચવી શકીએ છીએ.’

જગરૂપના જણાવ્યા મુજબ, એક લોન પણ બનાવવામાં આવી રહી છે, જેથી ખેડુતો નિરાંતે બેસી શકે. આ ઉપરાંત પાણીને સાફ કરવા માટે ફિલ્ટર્સ પણ લગાવવામાં આવી રહ્યા છે. જગરૂપ કહે છે, ‘અમે અહીં વધુ સમય સુધી ટકી રહેવાની તૈયારી કરી રહ્યા છીએ. અમારી પાસે બેસી રહેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અમારે ભલે અહીં ઘણા વર્ષો સુધી બેસવું પડે, પણ અમે પીછેહઠ કરીશું નહીં. ઉપયોગમાં લેવામાં આવેલ પાણી માટે નજીકમાં વીસ ફૂટ ઉંડો ખાડો પણ ખોદવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં જ આવા પાક્કા શૌચાલયો પણ બનાવવામાં આવશે.

શૌચાલય બનાવવા માટે ખેડુતો બધે ખાડા ખોદી રહ્યા છે. ગટર માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

શૌચાલય બનાવવા માટે ખેડુતો બધે ખાડા ખોદી રહ્યા છે. ગટર માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

પરંતુ, આ માટે રૂપિયા ક્યાંથી આવી રહ્યા છે? ખેડૂત નેતાઓએ આ પ્રશ્ને કહ્યું છે કે અમે હજી સુધી કોઈ યોજના હેઠળ આવા નક્કર બાંધકામો કર્યા નથી. આ નેતાઓ કહે છે કે સંયુક્ત મોરચામાં સામેલ વિવિધ સંસ્થાઓ તેમના સ્તરે કેટલાક પાક્કા બાંધકામોનું નિર્માણ કરાવી રહ્યા છે. કેટલાક લોકો ખાનગીમાં મદદ કરી રહ્યા છે. ટિકરી સિવાય સિંઘુ સરહદ પર આ પ્રકારના પાક્કા નિર્માણ પણ બનાવવામાં આવી રહ્યાં છે, પરંતુ હાલમાં, તેમની સંખ્યા ઓછી છે અને મોટાભાગના કોઈના અંગત પ્રયત્નો દ્વારા કરવામાં આવે છે.

અમે પણ અહીં રહીશું, ભલે ગણે એટલું રોકાવું પડે
નજીકમાં ચાના લંગર ચલાવનારા સતપાલસિંહના જૂથે હવે ટીન મૂકીને સિમેન્ટ ઇંટોથી દિવાલ પણ બનાવી લીધી છે. તેઓ કહે છે, ‘વરસાદમાં લંગરનો સમાન પલળી ગયો હતો તો લોકોના સહકારથી અમે પાકકું નિર્માણ કરી લીધી. હવે તો શિયાળો પસાર થઈ ગયો છે, હવે અમે ઉનાળાની તૈયારી કરી રહ્યા છીએ. ઉનાળો અને વરસાદ બધું અહીં જ વિતશે. ‘તેઓ કહે છે, ‘અમે આ બાંધકામમાં એક લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. અમને આ પાકી ઈંટો દાનમાં મળી છે. અમને સમાજનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. આંદોલન હજી લાબું ચાલવા બાબતે તેઓ કહે છે, ‘અમે અહીંથી નિરાશ પાછા ફરીશું નહીં, સરકાર વિચારી ર્હઈ છે કે પાક કાપણીનો સમય નજીક આવૈ રહ્યો છે, ખેડૂતો પાછા ફરી જશે, પરંતુ અમે પરત ફરીશું નહીં. અમે અહીંયા જ રહીચૂ, ભલે ગમે એટલો સમય રહેવું પડે.

ખેડુતોએ તેમના કેમ્પમાં ઘર જેવી બધી સુવિધાઓ વિકસાવી છે. તેમની પાસે CCTV પણ લગાવ્યા છે અને સતત દેખરેખ રાખી રહ્યા છે.

ખેડુતોએ તેમના કેમ્પમાં ઘર જેવી બધી સુવિધાઓ વિકસાવી છે. તેમની પાસે CCTV પણ લગાવ્યા છે અને સતત દેખરેખ રાખી રહ્યા છે.

ટિકરી બોર્ડર પર ત્રોલીઓ પહેલા કરવા વધુ વ્યવસ્થિત જોવા મળે છે. અહીં રોહતક બાયપાસ કિનારે ખાલી પડેલી જમીન પર ખેડૂતો પાર્ક બાવી રહ્યા છે. જમીન સાફ કરીને માટી નાંખવામાં આવી ર્હઈ છે. ફૂલ છોડ, લીલું ઘાંસ અને ખુરશીઓ લગાવી દેવામાં આવી છે. આરામદાયક ખુરશીઑ પર બેસીને ચર્ચા કરી રહેલા ખેડૂત કહે છે, હવે જ્યારે અહીં જ રહેવાનુ છે તો સારી રીતે જ રહીશું. ખાલી જમીન પર શાકભાજી અને ફૂલો વાવીશું.

મોગાથી આવેલા ઘોલિયા ખુર્દ ગામના સરપંચે ટિકરી બોર્ડર પરની જમીન સાફ કરીને કિસાન હવેલી બનાવી છે, જે ખૂબ પ્રખ્યાત થઈ રહી છે. અહીં રસ્તાની બાજુની સીડીઓ બનાવીને ફૂલોના છોડનું કુંડાઓમાં વાવેતર કરવામાં આવે છે. લીલા ઘાસની લોન બનાવવામાં આવી છે અને એડવેન્ચર ટેન્ટ પણ લગાવવામાં આવ્યા છે. આંદોલનમાં સામેલ યુવાઓ અહીંથી તસવીરો અને વીડિયો સોશિયલમીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.

ખેડુતોએ ટીકરી બોર્ડર પર લીલા ઘાસની લોન લગાવી છે. અહીં વિવિધ ફૂલોના કુંડાઓ પણ લગાવવામાં આવ્યા છે.

ખેડુતોએ ટીકરી બોર્ડર પર લીલા ઘાસની લોન લગાવી છે. અહીં વિવિધ ફૂલોના કુંડાઓ પણ લગાવવામાં આવ્યા છે.

ગુરસેવક કહે છે, ‘જરૂરિયાત ઉભી થતાં સુવિધાઓ વિકસિત થશે. જરૂરિયાત એ જ આવિષ્કારની માતા છે. ‘તે કહે છે, ‘ખેડુતો માટીમાંથી સોનું ઉગાડવાની શક્તિ ધરાવે છે. હવે જો અમારે અહીં જ રહેવાનું છે, તો અમે સારી રીતે જ રહીશું. અમે એક પાર્ક બનાવી રહ્યા છીએ. વોલીબોલ કોર્ટ પણ બનાવી રહ્યા છીએ. તેઓ કહે છે, ‘તેઓ ઉનાળા માટે કપડાનું તંબુ મૂકી રહ્યા છે. સો કે બસો લોકો આવે છે તો તેમના રોકાવાની સંપૂર્ણ વ્યવસ્થા છે. ઘરમાં જે પણ સુવિધાઓ મળે છે, તે બધી જ કિસાન હવેલીમાં મળશે.’

આંદોલન કેટલો સમય ચાલશે તે પ્રશ્નના મુદ્દે તેઓ કહે છે, ‘જ્યાં સુધી સરકાર ઇચ્છે ત્યાં સુધી. અમારી પાસે અહીં બેસવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. સત્યની જીત માટે અમારે શાંતિ અને ધીરજથી બેસવું જ પડશે. અમે બસ અહીં જ બેસી રહીશું. આપણે કોઈ પણ સંજોગોમાં નિરાશ થવાની જરૂર નથી. જો અહીં રોકાવાની વ્યવસ્થા સારી રહેશે તો લોકો ખુશ રહેશે.’

1 Trackbacks & Pingbacks

  1. ખેડુતોએ બોર્ડર પર વેસ્ટર્ન ટોઇલેટ અને CCTV કેમેરા લગાવ્યા; શાકભાજી પણ ઉગાડવાની તૈયારી, ખેડૂતોએ કહ્

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: