[:en]’ટાઈગર જિંદા હૈ’ને ત્રણ વર્ષ: ડિરેક્ટર અલી અબ્બાસે કહ્યું, ફિલ્મમાં દેશભક્તિ છે, કટ્ટર રાષ્ટ્રવાદ નહી; આ જ કારણે ચાહકોનો પ્રેમ મળ્યો[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ3 મિનિટ પહેલાલેખક: અમિત કર્ણ

  • કૉપી લિંક

સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’ને 22 ડિસેમ્બરના રોજ ત્રણ વર્ષ પૂરા થયા. આ ફિલ્મ 2017માં 22 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. 210 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ ચાહકોને ઘણી જ પસંદ આવી હતી. ફિલ્મની ત્રીજી ઍનિવર્સરી પર ડિરેક્ટર અલી અબ્બાસે ફિલ્મ સાથે જોડાયેલી રસપ્રદ વાતો શૅર કરી હતી. તેમણે કહ્યું હતું કે ફિલ્મમાં દેશભક્તિ છે, કટ્ટર રાષ્ટ્રવાદ નથી, આથી જ દર્શકોનો આટલો પ્રેમ મળ્યો.

આ ફિલ્મ બહુ જ મોટી જવાબદારી હતી
અલી અબ્બાસે કહ્યું હતું, ‘આ ફિલ્મ બહુ જ મોટી જવાબદારી હતી. ફિલ્મનો પહેલો ભાગ ‘એક થા ટાઈગર’ હિટ ગયો હતો. બીજી વાત એ હતી કે અમારી ફિલ્મ ‘સુલ્તાન’ પછી આવવાની હતી. ‘સુલ્તાન’ ચાહકોને ઘણી જ પસંદ આવી હતી, આથી જ મારા તથા આદિત્ય ચોપરા પર વધારાની જવાબદારી આવી ગઈ હતી. અમે ફિલ્મમાં સોશિયો-પોલિટિકલ સિનેરિયો તથા આતંકવાદથી લઈ વૈશ્વિક સમસ્યાની વાત કરી હતી. અમે સત્ય ઘટના ફિલ્મમાં રાખી હતી.’

ટાઈટલ સાંભળી સલમાનના ચહેરા પર હાસ્ય આવ્યું
અલીએ કહ્યું હતું, ‘સ્ક્રિપ્ટ તૈયાર થયા બાદ સલમાન સર સાથે મારી વાતચીત ફિલ્મના ટાઈટલ અંગે થઈ હતી. ફિલ્મનું ટાઈટલ હતું- ‘ટાઈગર જિંદા હૈ.’ અમે જ્યારે સલમાનને આ ટાઈટલ કહ્યું ત્યારે તે મારી સામે જોઈને હસ્યો હતો, કારણ કે તેમની ફિલ્મની ટાઈટલ આવા જ હોય છે. ફિલ્મ એકતા, શાંતિ, ભાઇચારા તથા ખુશી પર આધારિત હતી. આ તમામ પર સલમાન એક બ્રાન્ડ તરીકે ઊભો હતો.’

ફિલ્મમાં ઝોયાનો રોલ મહત્ત્વનો હતો
અલીએ આગળ કહ્યું હતું, ‘કેટરીના કૈફે ફિલ્મમાં એક્શન સીન્સ કર્યાં હતાં અને તેના વખાણ કરવામાં આવ્યા હતા. કેટરીના કૈફ (ઝોયા) ફિલ્મનો મહત્ત્વનો હિસ્સો છે. કબીર ખાને ‘ટાઈગર’ના પહેલાં ભાગમાં હીરો-હીરોઈનને એકદમ સ્ટ્રોંગ રીતે રજૂ કર્યાં હતાં.

ઝોયાના પાત્રને અલગ બનાવવાની પણ જવાબદારી હતી
અબ્બાસે કહ્યું હતું, ‘મારા પર ઝોયાના પાત્રને નવું બનાવવાની પણ જવાબદારી હતી. તેનું પાત્ર ટાઈગર જેટલું જ મજબૂત હોવું જરૂરી હતું. આઈડિયા એવો પણ હતો કે ઝોયાને પોતાની ઈન્ડિવિઝ્યુઆલિટી આપવામાં આવે. ઝોયાનું પાત્ર માત્ર સ્ક્રીનપ્લે તથા સ્ટોરી ટેલિંગમાં જ નહીં પરંતુ ઈમોશનલ રીતે પણ એકદમ દમદાર છે. હું હંમેશાં સ્ટ્રોંગ મહિલાઓથી ઘેરાયેલો રહ્યો છું. મારી માતા, મારી પરિવારની મહિલા, મારી મિત્ર. સલમાન તથા આદિત્ય ચોપરા સાથે પણ આવું જ છે. વિચાર એવો હતો કે મુશ્કેલીના સમયમાં દર વખતે કોઈ પુરુષને જ કેમ મહિલાની રક્ષા કરતો બતાવવામાં આવે. મહિલા પણ એટલી જ સક્ષમ તથા તાકાતવર હોય છે. તે પોતાની રીતે લડી શકે છે. એ વાતથી કોઈ ફરક પડતો નથી કે તે કઈ પરિસ્થિતિમાં છે અને કોની સામે લડી રહી છે. ઝોયાનું પાત્ર ઊભું કરવામાં એક માત્ર આ જ વિચાર હતો કે તે આપણા સમયની સમકાલીન મહિલાનો અવાજ બને.’

ઈમોશનને કારણે ફિલ્મ ચાહકોમાં લોકપ્રિય બની
વધુમાં અલીએ કહ્યું હતું, ‘ઝોયાએ એ પણ બતાવ્યું હતું કે તે ફીલ્ડની મહિલા કેટલી સ્ટ્રોંગ હોય છે. તેને પોતાની લડાઈ લડવા માટે અન્ય કોઈની જરૂર પડતી નથી. મારા મતે, સમય આવી ગયો છે કે અમે મોટા પડદા પર મહિલાઓના વખાણ કરવાનું તથા તેમની જીતની ઉજવણી કરવાનું શરૂ કરી દઈએ. ફિલ્મને ઈમોશનને કારણે ચાહકોનો પ્રેમ મળ્યો. આ એક દેશભક્તિ ફિલ્મ હતી, કોઈ કટ્ટર રાષ્ટ્રવાદ પર આધારિત નહોતી. કર્મશિયલની સાથે એન્ટરટેઇનિંગ પણ છે.’

[:]

Be the first to comment on "[:en]’ટાઈગર જિંદા હૈ’ને ત્રણ વર્ષ: ડિરેક્ટર અલી અબ્બાસે કહ્યું, ફિલ્મમાં દેશભક્તિ છે, કટ્ટર રાષ્ટ્રવાદ નહી; આ જ કારણે ચાહકોનો પ્રેમ મળ્યો[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: