[:en]જ્યારે ફોરેનર્સ પર આવ્યું સેલેબ્સનું દિલ: વિદેશી મૂળની બેકગ્રાઉન્ડ ડાન્સર બની ડિરેક્ટર અલી અબ્બાસની દુલ્લહનિયા, આ સેલેબ્સે પણ વિદેશીઓ સાથે લગ્ન કર્યાં[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

‘સુલતાન’, ‘ભારત’ અને ‘ટાઇગર ઝિંદા હૈ’ જેવી ફિલ્મોના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર હાલ સિક્રેટ વેડિંગને લઈને ચર્ચામાં છે. અલીએ 3 જાન્યુઆરીના રોજ દેહરાદૂનમાં ફ્રાન્સની અલિસિયા સાથે લગ્ન કર્યાં હતાં. અલિસિયા ફિલ્મ ‘ભારત’માં દિશા પટનીના સોન્ગ ‘સ્લો મોશન’માં બેકગ્રાઉન્ડ ડાન્સર હતી. આ ફિલ્મના સેટ પર અલી અને અલિસિયા વધુ ક્લોઝ આવ્યા અને બંનેએ લગ્ન કરી લીધા.

જોકે, અલી આવા પહેલા સેલેબ નથી જેને કોઈ વિદેશી પાર્ટનર પસંદ કર્યો હોય. અગાઉ પણ બોલિવૂડના ઘણા સેલેબ્સને વિદેશીઓએ એટ્રેક્ટ કર્યા છે અને પછી તે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. નજર કરીએ આવા જ સેલેબ્સ પર…

પ્રિયંકા ચોપરા

ગ્લોબલ સેલિબ્રિટી બની ચૂકેલી દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ ડિસેમ્બર, 2018માં અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કરી લીધા હતા. બંને એક અવોર્ડ શો દરમ્યાન વધુ નજીક આવ્યા હતા જ્યાં તેમની પહેલી મુલાકાત થઇ હતી. ત્યારબાદ ડેટિંગ શરૂ થયું અને બંનેએ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં સાત ફેરા લીધા. નિક ક્રિશ્ચન છે અને પ્રિયંકા હિન્દૂ, માટે લગ્ન બંને રીતિ-રિવાજોથી થયા હતા.

પ્રિટી ઝિન્ટા

પ્રિટી ઝિન્ટાએ તેનાથી 10 વર્ષ નાના અમેરિકન મૂળના જિન ગુડઇનફ સાથે લગ્ન કરી લીધા હતા. 29 ફેબ્રુઆરી, 2016ના રોજ કપલે લોસ એન્જલસમાં એક પ્રાઇવેટ સેરેમનીમાં સાત ફેરા લીધા હતા. લગભગ 6 મહિના પછી પ્રિટી અને જિનના વેડિંગ ફોટોઝ સામે આવ્યા હતા.

શ્રિયા સરન

‘ગલી ગલી મેં ચોર હૈ’ અને ‘દ્રશ્યમ’ જેવી બોલિવૂડ ફિલ્મોની હિરોઈન રહેલી શ્રિયા સરને માર્ચ, 2018માં સિક્રેટલી લગ્ન કરી લીધા હતા. તેણે રશિયન મૂળના ટેનિસ પ્લેયર આન્દ્રેઈ કોશેચેવ સાથે હિન્દૂ રીતરિવાજથી લગ્ન કર્યાં હતાં.

લીઝા હેડન

લીઝાએ 29 ઓક્ટોબર, 2016ના રોજ તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ડીનો લલવાણી સાથે લગ્ન કરી લીધા હતા. બંનેએ થાઈલેન્ડના ફુકેતમાં સ્થિત અમનપુરી વચ્ચેના બીચ રિઝોર્ટમાં લગ્ન કર્યાં હતાં. જેના ફોટો લીઝાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. લીઝાનો પતિ મૂળ પાકિસ્તાનના બ્રિટિશ એન્ત્રોપ્રેન્યોર ગુલ્લુ લલવાણીનો દીકરો છે.

સેલિના જેટલી

‘જાનશીં’થી બોલિવૂડ ડેબ્યુ કરનારી સેલિનાએ ઓસ્ટ્રિયા બેઝ્ડ પીટર હાગ સાથે જુલાઈ, 2011માં લગ્ન કર્યાં હતાં. માર્ચ 2012માં સેલિનાએ ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યા. ત્યારબાદ પાંચ વર્ષ પછી સપ્ટેમ્બર 2017માં તે ફરીવાર ટ્વિન્સ બાળકોની માતા બની. તેમાંથી એક બાળક શમશેર હાર્ટ પ્રોબ્લેમને કારણે બચી શક્યું નહીં અને મૃત્યુ પામ્યું. સેલિના છેલ્લે 2012માં આવેલી ફિલ્મ ‘વિલ યુ મેરી મી’માં દેખાઈ હતી.

[:]

Be the first to comment on "[:en]જ્યારે ફોરેનર્સ પર આવ્યું સેલેબ્સનું દિલ: વિદેશી મૂળની બેકગ્રાઉન્ડ ડાન્સર બની ડિરેક્ટર અલી અબ્બાસની દુલ્લહનિયા, આ સેલેબ્સે પણ વિદેશીઓ સાથે લગ્ન કર્યાં[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: