[:en]જ્યાં કોરોનાની વેક્સિન બની રહી, ત્યાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ: 15 હજાર વૈજ્ઞાનિક, 200 કંપનીઓ, વર્ષમાં બનાવે છે વેક્સિનના 6 અબજ ડોઝ[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હૈદરાબાદ19 મિનિટ પહેલાલેખક: અક્ષય બાજપેયી

  • કૉપી લિંક
  • જીનોમ વેલી હૈદરાબાદથી 40 કિમી દૂર આવેલું છે, અહીં ભારત બાયોટેક, બાયોલોજીકલ ઇ અને ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહી કોરોના વેક્સિન
  • અહીંથી 100થી વધુ દેશોમાં જાય છે વેક્સિન, વડાપ્રધાનની મુલાકાત પછીથી કંપનીઓમાં પ્રવેશ ખૂબ જ કડક

હું હૈદરાબાદ ગયો હતો. સૌ પ્રથમ પહોંચ્યો શહેરથી લગભગ 40 કિલોમીટર દૂર જીનોમ વેલી, કારણ કે અહીં દેશની ત્રણ મોટી કંપનીઓએ કોરોનાની વેક્સિન બનાવી રહી છે. જેમાં ભારત બાયોટેક, બાયોલોજીકલ ઇ અને ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ્સ લિમિટેડ સામેલ છે.

જીનોમ વેલીમાં પ્રવેશ કરવામાં કોઈ તકલીફ નથી, કારણ કે તેની વચ્ચેથી ગામમાં જવાનો રસ્તો પસાર થાય છે અને આખો દિવસ લોકોની અવાર-જવર રહે છે. પરંતુ અહીં મોટી- મોટી ફેકટરીઓમાં કોઈની એન્ટ્રી નથી.

આમાંની એક ઈન્ડિયા બાયોટેક કંપનીમાં થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા અને તેમણે કોવેક્સિનની ડેવલપમેન્ટ વિશે માહિતી લીધી હતી. ત્યારથી અહીં સુરક્ષા વધુ કડક બની છે. 600 વર્ગ કિલોમીટરથી પણ વધુ વિસ્તારમાં ફેલાયેલી આ વેલીને દેશનું સૌથી મોટુ લાઇફ સાયન્સ ક્લસ્ટર તરીકે ઓળખાય છે. જીનોમ વેલીનું નામ એશિયાના ટોપ લાઇફ સાયન્સ ક્લસ્ટરમાં સામેલ છે, કારણ કે અહીંથી 100થી વધુ દેશોમાં વેક્સિન મોકલવામાં આવે છે.

જીનોમ વેલીમાં આવેલી ભારત બાયોટેક કંપની. સ્ટાફ સિવાય અહીં દરેકના પ્રવેશ પર પ્રતિબંધ છે.

જીનોમ વેલીમાં આવેલી ભારત બાયોટેક કંપની. સ્ટાફ સિવાય અહીં દરેકના પ્રવેશ પર પ્રતિબંધ છે.

સૌ પ્રથમ હું ભારત બાયોટેક ફેક્ટરીની સામે પહોંચ્યો. સિક્યોરિટીએ કહ્યું કે આખો સ્ટાફ બસમાં આવે એ જાય છે. સ્ટાફ સિવાય ફક્ત તે જ લોકો અંદર જઇ શકે છે, જેમણે પહેલાથી પરવાનગી લઈ લીધી છે. આ સિવાય કોઈની પણ એન્ટ્રી નથી. ભારત બાયોટેકે જુલાઈથી નવેમ્બર સુધી કોવેક્સિન ડેવલપ કરી રહેલા પોતાના વૈજ્ઞાનિકોને ગેસ્ટ હાઉસમાં જ રોકયા હતા. વૈજ્ઞાનિકોએ ડિસેમ્બરથી ઘરે આવવા-જવાનું શરૂ કર્યું છે.

જીનોમ વેલી શહેરથી ખૂબ દૂર છે, તેથી આખો સ્ટાફ કંપની બસમાં જ આવે અને જાય છે. ભારત બાયોટેકની થોડાજ દૂર બાયોલોજિકલ ઇ-ફેક્ટરી છે. અહીં પણ બહારના લોકોની એન્ટ્રી બંધ છે. જ્યારે મને એન્ટ્રી ગેટ પાસે કર્મચારીનું ફૂડ પેકેટ લઈ જતા જોયો ત્યારે મેં ત્યાં ઉભેલા ગાર્ડને પૂછ્યું, શું આ લોકો કોરોના વેક્સિનવાળી ટીમમાં સામેલ છે તો ગાર્ડે કહ્યું, બધા સ્ટાફના લોકો છે. ફૂડ પેકેટ બહારથી આવે છે.

આ ફેક્ટરી બાયોલોજિકલ ઇ કંપનીની છે. તેમની કોરોના વેક્સિનના પ્રથમ અને બીજા તબક્કાની ટ્રાયલ હજી ચાલી રહી છે.

આ ફેક્ટરી બાયોલોજિકલ ઇ કંપનીની છે. તેમની કોરોના વેક્સિનના પ્રથમ અને બીજા તબક્કાની ટ્રાયલ હજી ચાલી રહી છે.

15 હજાર વૈજ્ઞાનિકો, 6 અબજ ડોઝ એક વર્ષમાં બનાવવામાં આવે છે
જીનોમ વેલીમાં એગ્રીકલ્ચર-બાયોટેક, ક્લિનિકલ રિસર્ચ મેનેજમેન્ટ, બાયોફાર્મા, વેક્સિન મેન્યુફેક્ચરિંગ, રેગ્યુલેટરી એન્ડ ટેસ્ટિંગ કરનારી 200થી પણ વધુ કંપનીઓ છે, આથી તેને લાઇફ સાયન્સ ક્લસ્ટર કહેવામાં આવે છે.

તેલંગાણા સરકારના લાઈફ સાયન્સ અને ફાર્માના ડિરેક્ટર શક્તિ નાગપ્પને જ્યારે મેં જીનોમ વેલી વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, ‘થોડા સમય પહેલા અમે એક સર્વે કરાવ્યો હતો તેમાં જાણવા મળ્યું હતું કે જીનોમ વેલીમાં 15 હજારથી વધુ સાયંટિફિક વર્કફોર્સ છે. અહીંથી લાખો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગાર મળી રહ્યો છે. અહેવાલો અનુસાર, આગામી દસ વર્ષમાં અહીં ચાર લાખથી વધુ રોજગારીનું સર્જન થઈ શકે છે.

શહેરની બહાર હોવાથી, જીનોમ વેલીમાં પુષ્કળ હરિયાળી અને જગ્યા છે. લગભગ 18 દેશોની કંપનીઓ અહીં ચાલી રહેલા રિસર્ચમાં સામેલ છે.

શહેરની બહાર હોવાથી, જીનોમ વેલીમાં પુષ્કળ હરિયાળી અને જગ્યા છે. લગભગ 18 દેશોની કંપનીઓ અહીં ચાલી રહેલા રિસર્ચમાં સામેલ છે.

એશિયાના ટોપ ફાર્મા ક્લસ્ટરમાં આવે છે નામ
મેં તેમને પૂછ્યું, એક વર્ષમાં જીનોમ વેલીમાંથી કેટલી માત્રામાં દવાઓ બનાવવામાં આવે છે? ત્યારે તેમણે કહ્યું, ‘અહીંથી દર વર્ષે વેક્સિનના છ અબજ ડોઝ બનાવવામાં આવે છે. તે જુદા-જુદા રોગોની વિવિધ દવાઓ હોય છે. મેં પૂછ્યું, એવું કહેવામાં આવી રહ્યું છે કે જીનોમ વેલીથી વિશ્વની અડધી વસ્તી માટે કોરોનાની વેક્સિન બનાવી શકાય છે? તો તેમણે કહ્યું, ‘મને ખબર નથી કે આ આંકડો ક્યાંથી આવ્યો છે, પરંતુ જીનોમ વેલી એશિયાનું ટોપ ટોચનું લાઈફ સાયન્સ ક્લસ્ટર છે.’

ડો.એલ્લાએ બાયોટેક નોલેજ પાર્ક બનાવવાની રજૂઆત કરી હતી
જીનોમ વેલીને બનાવવા પાછળ ભારત બાયોટેકના એમડી ડો કૃષ્ણ એમ એલ્લાની વિચારશક્તિને માનવામાં આવે છે કે છે. તેમણે વર્ષ 1996માં તત્કાલીન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને બાયોટેક નોલેજ પાર્ક બનાવવા માટે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ પછી, આંધ્રપ્રદેશ ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન દ્વારા નોલેજ પાર્ક માટે જમીન લેવામાં આવી હતી.

ભારત માટે આ એક સંપૂર્ણપણે નવો કોન્સેપ્ટ હતો, તેથી સરકારે પણ તેમાં સંપૂર્ણપણે રસ દાખવ્યો. ભારત બાયોટેકનો હિપેટાઇટિસ વેક્સિન પ્લાન્ટ જ સૌ પ્રથમ અહીં સ્થાપિત કરાયો હતો. ત્યાર બાદ ICICI નોલેજ પાર્ક અને અન્ય તમામ કંપનીઓ અહીં આવી અને પછી તેનું નામ જીનોમ વેલી રાખવામાં આવ્યું. આજે અહીં 100થી વધુ નોલેજ બેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ છે.

[:]

Be the first to comment on "[:en]જ્યાં કોરોનાની વેક્સિન બની રહી, ત્યાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ: 15 હજાર વૈજ્ઞાનિક, 200 કંપનીઓ, વર્ષમાં બનાવે છે વેક્સિનના 6 અબજ ડોઝ[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: