જુહી ચાવલાએ તેના ટ્વીટને લઈને ચોખવટ કરી, અમિતાભ જી, અભિષેક, આયુર્વેદ..જલ્દી સાજા થઇ જશો – આ કોઈ ટાયપો એરર ન હતી


દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 06:20 PM IST

બચ્ચન પરિવારમાં કોરોનાનું આગમન થયા બાદ દેશના સામાન્ય લોકો, રાજકારણીથી લઈને સેલેબ્સ તેમના પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા હતા. સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમની ચિંતા અને પ્રાર્થના વ્યક્ત કરી હતી. તેમાં જુહી ચાવલા પણ સામેલ હતી. જુહીએ તેના ટ્વીટને લઈને હવે ચોખવટ કરી છે કે, તેના અગાઉના ટ્વીટમાં કોઈ ટાયપો મિસ્ટેક ન હતી.

જૂનું ટ્વીટ 
જુહી ચાવલાએ પહેલાં ટ્વીટ કર્યું હતું કે, અમિતજી..અભિષેક..આયુર્વેદ.. જલ્દી સાજા થઇ જશો, જોજો. આ ટ્વીટને લઈને લોકોએ કમેન્ટ કરી હતી કે આમાં ભૂલ છે, ટાઈપ કરવામાં એરર રહી ગઈ છે. લોકો જુહીને ટ્રોલ કરવા લાગ્યા હતા.

ચોખવટ કરી જૂનું ટ્વીટ ડીલીટ કર્યું 
જુહીએ જૂનું ટ્વીટ ડીલીટ કરી નવું ટ્વીટ કર્યું કે, અમિતજી, અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા… તમે જલ્દી સાજા થઇ જાઓ એવી દિલથી શુભેચ્છા. મારું જૂનું ટ્વીટ ટાયપો ન હતું, મારો કહેવાનો મતલબ છે કે મેં જ્યારે આયુર્વેદ લખ્યું હતું ત્યારે હું કુદરતની દયા વિશે કહી રહી હતી જે તેમને જલ્દી સાજા થવામાં મદદ કરશે.

અમુક યુઝર્સનો જુહીને સપોર્ટ 
એક યુઝરે ધ્યાન દોર્યું કે જુના ટ્વીટમાં જુહીએ ઘણા બધા પાંદડાના ઈમોજી યુઝ કર્યા હતા જેના પરથી એવું સાબિત થાય છે કે તેમણે આયુર્વેદ જાણી જોઈને લખ્યું છે. યુઝરે લખ્યું હતું, ભાઈ તે ટ્વીટમાં ઘણા બધા પાંદડા હતા જે આયુર્વેદ માટે જ હતા. જ્યારે અમુક યુઝર્સે જુહીની ચોખવટ બાદ લખ્યું કે, તો પછી જૂનું ટ્વીટ ડીલીટ કેમ કરી નાખ્યું.

અમિતાભ અને અભિષેક સિવાય ઐશ્વર્યા રાય અને આરાધ્યા પણ કોરોના પોઝિટિવ છે. જોકે, બીએમસીએ તેમને ઘરે આઇસોલેટ કર્યા છે. જયા બચ્ચન, દીકરી શ્વેતા બચ્ચન અને તેના બાળકો નવ્યા અને અગત્સ્યના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.Be the first to comment on "જુહી ચાવલાએ તેના ટ્વીટને લઈને ચોખવટ કરી, અમિતાભ જી, અભિષેક, આયુર્વેદ..જલ્દી સાજા થઇ જશો – આ કોઈ ટાયપો એરર ન હતી"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: