જાપાનના ઓકીનાવા બેઝ પર અત્યારસુધી 92 અમેરિકન સૈનિક સંક્રમિત, દ.આફ્રિકાએ દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો, વિશ્વમાં 1.30 કરોડ કેસ


  • કોરોનાથી અત્યારસુધી વિશ્વમાં 5.71 લાખ લોકોના મોત, 75.82 લાખ સ્વસ્થ થયા

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 06:26 PM IST

વોશિન્ગટન. વિશ્વમાં કોરનાવાયરસના લીધે અત્યારસુધી એક કરોડ 30 લાખ 35 હજાર 942 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. 75 લાખ 85 હજાર 35 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. 5 લાખ 71 હજાર 517ના મોત થયા છે. જાપાનના ઓકિનાવા આઇલેન્ડ પર રવિવારે 23 સૈનિકોમાં સંક્રમણ જોવા મળ્યું હતું. શનિવારે પણ અહીં 71 સૈનિકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમેરિકાની નેવીના અધિકારી મેજર કેન કુંજેએ કહ્યું કે અત્યારે આ બેઝ પર સંક્રમિતોની સંખ્યા 94 થઇ ગઇ છે. આ દરેક કેસ 7 જુલાઇથી 13 જુલાઇ વચ્ચે સામે આવ્યા છે. 

દ. આફ્રિકામાં રવિવાર રાતથી કર્ફ્યૂ લગાવવામા આવ્યો છે. દારૂના વેચાણ પર પ્રતિબંધ લાગૂ થઇ ગયો છે. ગત અઠવાડિયે અહીં દારૂ વેચવાની મંજૂરી આપવામા આવી હતી. રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ કહ્યું કે દેશમાં સંક્રમણ વધી રહ્યું છે. તેથી જરૂરી છે કે દારૂ પીને ઘાયલ થયેલા દર્દીઓનો ભાર હોસ્પિટલ પર ન પડે. 

10 દેશ જ્યાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ

સંક્રમિત મોત સ્વસ્થ થયા
અમેરિકા 34,13,995 1,37,782 15,17,084
બ્રાઝીલ 18,66,176 72,151 12,13,512
ભારત 8,79,466 23,187 5,54,429
રશિયા 7,27,162 11,335 5,01,061
પેરૂ 3,26,326 11,870 2,17,111
ચિલી 3,15,041 6,979 2,83,902    
સ્પેન 3,00,988 28,403 પ્રાપ્ત નથી
મેક્સિકો 2,99,750 35,006 1,84,764
બ્રિટન 2,89,603 44,819 પ્રાપ્ત નથી
દ.આફ્રિકા 2,76,242 4,079 1,34,874

અમેરિકા: કોવિડ પાર્ટીમાં સામેલ થનારનું મોત
અમેરિકાના ન્યૂયોર્કમાં કોવિડ પાર્ટીમાં સામેલ થનાર 30 વર્ષની વ્યક્તિનું મોત થયું હતું. આ પાર્ટી એક સંક્રમિત વ્યક્તિએ આપી હતી. હોસ્પિટલના મેડિકલ ઓફિસરના જણાવ્યા અનુસાર મરનારે કોરોનાને અફવા ગણી હતી. 

અમેરિકાના ફ્લોરિડામાં ટેસ્ટિંગ સેન્ટર પર રવિવારે લોકોની ટેસ્ટમાં જોડાયેલા કર્મચારીઓ.

ઓસ્ટ્રેલિયા સંક્રમણને રોકવા માટે સૈનિકોની સંખ્યા વધારવામા આવશે
ઓસ્ટ્રેલિયા સરકાર સંક્રમણ રોકવાના કામમાં લાગેલા સૈનિકોની સંખ્યા વધારશે. દેશના સ્વાસ્થ્ય મંત્રી ગ્રેટ હંટે જણાવ્યું કે વિક્ટોરિયા રાજ્યમાં વધારાના 1 હજાર સૈનિકો તહેનાત કરવામા આવશે. અહીં છેલ્લા અમુક દિવસોથી નવા કેસ વધી રહ્યા છે તેથી સરકારે આ નિર્ણય લીધો છે. રવિવારે અહીં 177 નવા કેસ નોંધાયા હતા. 

રવિવારે ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં એક વ્યક્તિને પૂછપરછ કરી રહેલા સુરક્ષાકર્મી.

બોલિવિયા: નાણામંત્રી સંક્રમિત
બોલિવિયાના નાણામંત્રી ઓસ્કર ઓરિટ્ઝ સંક્રમિત છે. તેઓ દેશના ચોથા નેતા છે જેઓ સંક્રમિત થયા છે. ચાર દિવસ પહેલા કાર્યવાહક રાષ્ટ્રપતિ જેનિન એનેજનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તે સિવાય સ્વાસ્થ્યમંત્રી ઇડી રોકા, ખનનમંત્રી જોર્જ ફર્નાન્ડો ઓરોપેજા અને પ્રેસિડેન્સી મિનિસ્ટર યેર્કો નુનેજ નેગ્રેટ્ટે પણ પોઝિટિવ છે. બોલિવિયામાં અત્યાર સુધી 47 હજાર 200 કેસ નોંધાયા છે અને 1754 લોકોના મોત થયા છે. 

બોલિવિયાના લા પાજમાં રવિવારે શંકાસ્પદ સંક્રમિતોને પૂછપરછ કરી રહેલા કર્મચારીઓ.

મેક્સિકો: મોતનો આંકડો ઇટલીથી વધુ
મેક્સિકોમાં રવિવારે મોતનો આંકડો ઇટલીથી વધી ગયો છે. અત્યારસુધી અહીં 35 હજાર 6 મોત થયા છે અને 2 લાખ 95 હજાર 268 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમુક અઠવાડિયા પહેલા અહીં લોકડાઉનમાં થોડી છૂટ આપવામા આવી હતી. ત્યારબાદ લગાતાર કેસ વધી રહ્યા છે. જોકે રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુએલ લોપેઝે રવિવારે કહ્યું કે દેશમાં મહામારીનું જોર ઘટ્યું છે. મીડિયા તેને વધારે ચગાવે છે. 

મેક્સિકોની રાજધાની ન્યૂ મેક્સિકો સિટીમાં રવિવારે ચર્ચમાં એક કાર્યક્રમ દરમિયાન મહિલાને પાદરી વેફર આપી રહ્યા છે. 

બ્રાઝીલ: માસ્ક ન પહેરનાર લોકો પર એક્શન
બ્રાઝીલમાં માસ્ક ન પહેરનાર લોકો વિરુદ્ધ એક્શન લેવામા આવી રહી છે. રાજધાની રિયો ડે જેનેરિયોમાં પોલીસ માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડ વસૂલી રહી છે. અહીં 21મેથી ઘરથી બહાર જવા પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામા આવ્યું છે. જોકે ઘણા લોકો તેનું પાલન નથી કરતા. બ્રાઝીલ સંક્રમણના મામલે વિશ્વમાં બીજા નંબરે છે. સાઓ પાઉલોમાં સૌથી વધુ 1 લાખ 30 હજાર સંક્રમિત મળ્યા છે. 

રવિવારે બ્રાઝીલની રાજધાની રિયોમાં બીચ પરનું એક દ્રષ્ય.

મેડાગાસ્કર નાણામંત્રી સંક્રમિત 
મેડાગાસ્કરમાં સંક્રમણના કારણે બે સાંસદોના મોત થયા છે અને 14 સાંસદો સંક્રમિત છે. રાષ્ટ્રપતિ એન્ડ્રી રૈજોઇલિનાએ જણાવ્યું કે તે સિવાય 25 અન્ય સાંસદોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. રાજધાની એન્ટાનાનારિવોમાં બે મહિના પહેલા લોકડાઉન હટાવવામા આવ્યું હતું. જોકે કેસની સંખ્યા વધવા લાગતા 5 જુલાઇએ ફરી લોકડાઉન લાગૂ કરવામા આવ્યું છે. 

કોલંબિયા: રાજધાની બોગોટાની બોર્ડર સીલ
કોલંબિયામાં રવિવારે 5 હજાર 83 નવા કેસ નોંધાયા હતા. દેશના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અહીં સંક્રમિતોનો આંકડો 1 લાખ 50 હજારને પાર થઇ ગયો છે. અત્યારસુધી 5 હજાર 307 લોકોના મોત થયા છે. ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે રાજધાની બોગોટાની બોર્ડર સીલ કરવાનો નિર્ણય લીધો છે. બોગોટાથી 49 હજાર 644 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલા સરકારે 1 ઓગસ્ટથી દેશમાં લોકડાઉન લંબાવી દીધું હતું. 

કોલંબિયાની રાજધાની બોગોટામાં રવિવારે એક કારને સેનિટાઇઝ કરી રહેલો કર્મચારી. 

રવિવારે  2 લાખ 30 હજારથી વધુ કેસ નોંધાયા: WHO

WHOએ રવિવારે રેકોર્ડ 2 લાખ 30 હજાર 370 નવા કેસ નોંધ્યા હતા. સૌથી વધુ કેસ અમેરિકા, બ્રાઝીલ, ભારત અને દ.આફ્રિકામાં સામે આવ્યા હતા. આ દરમિયાન 5000થી વધુ લોકોના મોત થયા હતા. અગાઉ 10 જુલાઇએ રેકોર્ડ 2 લાખ 28 હજાર 102 કેસ સામે આવ્યા હતા. 

Be the first to comment on "જાપાનના ઓકીનાવા બેઝ પર અત્યારસુધી 92 અમેરિકન સૈનિક સંક્રમિત, દ.આફ્રિકાએ દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો, વિશ્વમાં 1.30 કરોડ કેસ"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: