જાણો આજથી આકાશમાં હજારો વર્ષોમાં એક વાર દેખાતા ‘NEOWISE’ ધૂમકેતુને તમે કેવી રીતે નિહાળશો


 • ‘NEOWISE’ ધૂમકેતુ સૂર્યથી 44 મિલિયન કિમી નજીકથી પસાર થઇ ચૂક્યો છે
 • ધૂમકેતુ હવે વર્ષ 2020 પછી વર્ષ 8786માં દેખાશે
 • આકાશમાં તેને ઉત્તર-દક્ષિણ દિશામાં જોઈ શકાશે
 • સૂર્યાસ્ત થયાની 20 મિનિટ બાદ તે આકાશમાં જોવા મળશે

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 02:53 PM IST

આજથી એટલે મંગળવારથી આકાશમાં એક એવી અદભુત ઘટના બનવા જઈ રહી છે કે જેને જોઈ કદાચ તમે કોરોનાની નકારાત્મકતા ક્ષણભર માટે ભૂલી જશો! જી હા, મંગળવારથી સંધ્યા સમયે તમે આકાશમાં હજારો વર્ષોમાં એક વાર દેખાતા ‘NEOWISE’ ધૂમકેતુને જોઈ શકશો. આ ધૂમકેતુને નાસાની NEOWISE (નિયર અર્થ ઓબ્જેક્ટ વાઈડ ફિલ્ડ ઈન્ફ્રારેડ સર્વે એક્સપ્લોરર) ટીમે શોધી કાઢ્યો હતો. તેથી નાસાએ તેને ‘C/2020 F3 NEOWISE’ નામ આપ્યુ છે. માર્ચ મહિનામાં અમેરિકન સ્પેસ એજન્સી NASAએ પૃથ્વીથી 200 મિલિયન કિમી દૂર સ્થિત ધૂમકેતુ ‘NEOWISE’ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો અને હવે તમે આજથી આવનારા 20 દિવસ સુધી હંમેશા માટે તમારી સ્મૃતિમાં કેદ કરી શકો છે.

કેવી રીતે અને આકાશમાં કઈ દિશામાં ‘NEOWISE’ જોશો?

 • ‘NEOWISE’ ધૂમકેતુ નરી આંખે પણ જોઈ શકાશે. તમે તમારી અગાશી કે ધાબા પર જઈ ખુલ્લા આકાશમાં ઉત્તર-દક્ષિણ દિશામાં મીટ માંડશો કે તમારી નજર ‘NEOWISE’ પર પડશે.
 • આમ તો આ ધૂમકેતુ નરી આંખે જોઈ જ શકાશે, પરંતુ જો તમને અવકાશ વિજ્ઞાનમાં રુચિ હોય તો તમે દૂરબીન કે ટેલિસ્કોપની મદદથી વધુ સારી રીતે જોઈ શકશો.
 • આકાશમાં ‘NEOWISE’ સૂર્યાસ્ત થયાની 20 મિનિટ બાદ જોઈ શકાશે.
 • તેનો નજારો તમે આવનારા 20 દિવસ સુધી દરરોજ સૂર્યાસ્ત બાદ નિહાળી શકશો.

ભુવનેશ્વરના પથની સમન્તા પ્લેનેટેરિયમ સંસ્થાના ડાયરેક્ટર ડૉ. શુભેંદુ પટનાયકના જણાવ્યા અનુસાર, 30 જુલાઈની આસપાસ આ ધૂમકેતુ સપ્તઋષિ તારામંડળની નજદીક જોવા મળે છે. ધૂમકેતુ પહેલેથી જ સોલર સિસ્ટમની બહારની દિશામાં જઈ રહ્યો છે.

‘NEOWISE’ની કેટલીક રસપ્રદ વાતો

 • 5 જુલાઈએ એ આ ધૂમકેતુ એરિઝોનામાં દેખાયો હતો. એસ્ટ્રોફોટોગ્રાફર ક્રિસે તેનો ફોટો ક્લિક કર્યો હતો.
 • ‘NEOWISE’ સૂર્યથી 44 મિલિયન કિમી નજીકથી પસાર થઇ ચૂક્યો છે. આ અંતર મંગળ ગ્રહથી સૂર્યના અંતર કરતાં પણ ઓછું છે.
 • ‘NEOWISE’  22-23 જુલાઈએ 100 મિલિયન કિમી દૂર હશે. જો કે, આ અંતર ચંદ્રના અંતર કરતાં 200 ગણું વધારે છે.
 • આ ધૂમકેતુ વર્ષ 2020 પછી વર્ષ 8786માં દેખાશે, પણ ત્યાં સુધીમાં અન્ય ઘણા તેજસ્વી ધૂમકેતુ પૃથ્વી પરથી પસાર થઇ શકે છે.

અમેરિકન સ્પેસ એજન્સી NASAએ 2 દિવસ અગાઉ વોશિંગ્ટનમાં કેદ કરેલી ‘NEOWISE’ ની તસવીરો ટ્વીટ કરી શેર કરી છે.

આ અગાઉ હાલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેતા એસ્ટ્રોનોટ બોબ બેહ્ન્કીને ટ્વિટર પર નિઓવાઈસ ધૂમકેતુના ફોટોઝ શેર કર્યા હતા.Be the first to comment on "જાણો આજથી આકાશમાં હજારો વર્ષોમાં એક વાર દેખાતા ‘NEOWISE’ ધૂમકેતુને તમે કેવી રીતે નિહાળશો"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: