જસ્ટિસ શશિકાંત અગ્રવાલે ગેંગસ્ટર વિકાસ દુબેના ગામની મુલાકાત કરી, 8 પોલીસ કર્મચારીઓની હત્યા વિશે લોકો પાસેથી માહિતી મેળવી


  • યુપી સરકારે રવિવારે એક સભ્યવાળુનું તપાસ પંચ બનાવ્યું હતું
  • પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટના જજ પાસે તપાસ કરાવવાની માંગ કરી હતી

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 06:36 PM IST

કાનપુર. હાઈકોર્ટના રિટાયર્ડ જસ્ટિસ શશિકાંત અગ્રવાલે કાનપુર શુટઆઉટની તપાસ શરૂ કરી છે. સોમવારે તેઓ ગેંગસ્ટ વિકાસ દુબેના ગામ બિકરુ પહોંચ્યા હતા. તેમણે ડીએમ બહ્મદેવ તિવારી, એસએસપી દિનેશ કુમાર અને ગામના લોકો સાથે વાત કરી છે. જસ્ટિસ શશિકાંતે બિકરુ ગામમાં વિકાસ દુબેના ઘરના કાટમાળનું પણ નિરિક્ષણ કર્યું હતું. તેમણે જે જગ્યાએ 8 પોલીસની હત્યા કરવામાં આવી હતી, તે જગ્યાની પણ મુલાકાત લીધી હતી. અધિકારીઓએ તેમને તે જગ્યા પણ બતાવી જ્યાંથી 2 જુલાઈની રાતે ફાયરિંગ થયું હતું.

તેમના હાથમાં એક ડાયરી હતી, જેમાંથી તેઓ શૂટઆઉટ સાથે સંકળાયેલી માહિતી વાંચી રહ્યાં હતા. ડીએમ અને એસપી તેમના સવાલોના જવાબ આપી રહ્યાં હતા. યોગી સરકારે કાનપુર-શુટઆઉટથી લઈને વિકાસ દુબે અને બીજા અપરાધીઓના એન્કાઉન્ટરની તપાસ માટે જસ્ટિસ શશિકાંત અગ્રવાલના નેતૃત્વમાં પંચ બનાવ્યું છે. અગ્રવાલ 2 મહીનામાં તપાસ પુરી કરીને રિપોર્ટ આપશે. આ પંચનું મુખ્યાલય કાનપુર છે.

પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટના જજ પાસે તપાસ કરાવવાની માંગ કરી હતી
કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ કાનપુર શૂટઆઉટની તપાસ સુપ્રીમ કોર્ટના જજ પાસે કરાવવાની માંગ કરી હતી. તેમણે યોગી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે ઉતરપ્રદેશને અપરાધ પ્રદેશમાં ફેરવી નાંખ્યું છે. વિકાસ દુબે જેવા અપરાધીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. સમગ્ર રાજ્ય એ વાતથી માહિતગાર છે કે આવા આરોપીઓને રાજકીય મદદ આપવામાં આવે છે. જ્યાં સુધી અપરાધીઓ અને રાજકારણીઓની વચ્ચેની સાઠગાંઠનો ખ્યાલ નહિ આવે ત્યાં સુધી ન્યાય મળશે નહિ.

કાનપુરના બિકરુ ગામમાં 2 જુલાઈએ થયું હતું શૂટઆઉટ
કાનપુરના બિકરુ ગામમાં ગેંગસ્ટર વિકાસ દુબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર બદમાશોએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના પગલે 8 પોલીસ કર્મચારીઓના મોત થયા હતા. ઘટનાના 7 દિવસ પછી એટલેકે 10 જુલાઈએ યુપી એસટીએફએ વિકાસ દુબેનું એન્કાઉન્ટર કર્યું હતું.

Be the first to comment on "જસ્ટિસ શશિકાંત અગ્રવાલે ગેંગસ્ટર વિકાસ દુબેના ગામની મુલાકાત કરી, 8 પોલીસ કર્મચારીઓની હત્યા વિશે લોકો પાસેથી માહિતી મેળવી"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: