જયપુરમાં ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ: યુવકે 60 મિનિટમાં 50 કિલોમીટર દોડાવી કાર, 6 જગ્યાએ નાકાબંધી તોડી; ટાયર ફાટ્યું તો રિમ પર દોડાવતો રહ્યો


 • Gujarati News
 • National
 • The Youth Ran 50 Kilometers In 60 Minutes In A Car, Breaking The Blockade In 6 Places; He Kept Running On The Rim If The Tire Burst

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જયપુર5 મિનિટ પહેલાલેખક: વિષ્ણુ શર્મા

 • કૉપી લિંક

એમડી રોડ પર પોલીસે કાર રોકવા માટે રસ્તા પરથી પસાર થતી ટેક્સિઓ, ટૂરિસ્ટ બસ અને બીજી ગાડિઓને લગાવી, પરંતુ કાર ચાલક નાકાબંધી તોડીને ભાગ્યો.

શું તમે હોલીવુડ ફિલ્મ ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ જોઈ છે? આશ્ચર્યજનક કાર રેસિંગવાળી આ ફિલ્મ જેવો નઝારો જયપુરના રસ્તાઓ પર જોવા મળ્યો. શહેરમાં ખતરનાક રીતે દોડતી ડસ્ટર કારને જ્યારે પોલીસે પકડવાનો પ્રયાસ કર્યો તો, કાર ચારલેક સ્પીડ વધારી દિધી અને ભાગતા ભાગતા 6 જગ્યાએ પોલીસની નાકાબંધી તોડી નાંખી. આ દરમિયાન ડિવાઈડરથી અથડાઈને કારનું ટાયર ફાટ્યું, તો તે રિમના સહારે કાર દોડાવતો રહ્યો.

ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ કાર શહેરમાં 1 કલાક સુધી દોડતી રહી. 13 પોલીસ સ્ટેશનના 100થી વધુ પોલીસ કર્મચારીઓ તેને પકડવામાં નિષ્ફળ રહ્યાં. અંતે એક જગ્યાએ રસ્તો બ્લોક કર્યો તે બાદ તે પકડાયો હતો. જો કે આ દરમિયાન કારમાં બેઠેલા આરોપીના મિત્રો ફરાર થઈ ગયા. વાંચો શું હતી આખી ઘટના…

60 મિનિટમાં શહેરના રસ્તાઓ પર 50 કિલોમીટર દોડી કાર

 • શહેરમાં ગુરૂવારે રાત્ર 1 વાગ્યે આ કારની ધમાચોકડી શરૂ થઈ.
 • પીછો કરી રહેલી પોલીસને બે ગાડીઓને ટક્કર મારી
 • મોતીડુંગરી રોડ પર નાકાબંધી માટે લગાડવામાં આવેલા બેરિકેડ્સ ઉડાવ્યા
 • ટક્કરથી નાકા પર ડ્યૂટી કરી રહેલા કોન્સ્ટેબલના પગમાં ફ્રેકચર થયું.
 • કારનું આગલું ટાયર રોડ ડિવાઈડર સાથે અથડાઈને ફાટી ગયું, પરંતુ કાર ન રોકાઈ. લોખંડની રિમ રસ્તા પર ઘસડાવવાથી તીખારા નીકળતા રહ્યાં.
 • શહેરના 13 પોલીસ સ્ટેશનના લગભગ 100 પોલીસ કર્મચારીઓને કાર રોકવા માટે બોલાવવામાં આવ્યા.
 • રાત્રે 2 વાગ્યે એમઆઈ રોડ પર કારે ખાસાકોઠીના સર્કિટ હાઉસમાં ઉભેલી અલવરના ધારાસભ્યની ગાડીને ટક્કર મારી.
 • આગળ રસ્તો બ્લોક થવાથી કાર આગળ ન જઈ શકી. જે બાદ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી.
વિધાયકપુરી પોલીસની પકડમાં આવેલા રોમિકે કહ્યું કે લાયસન્સ ન હોવાને કારણે તે ગભરાય ગયો હતો. તેથી બચવા માટે ગાડી દોડાવતો રહ્યો.

વિધાયકપુરી પોલીસની પકડમાં આવેલા રોમિકે કહ્યું કે લાયસન્સ ન હોવાને કારણે તે ગભરાય ગયો હતો. તેથી બચવા માટે ગાડી દોડાવતો રહ્યો.

પિતાની ગાડી લઈને ફરવા નીકળ્યો હતો યુવક
વિધાયકપુરી પોલીસે કાર ચલાવનાર યુવકની ધરપકડ કરી. જે બાદ મોતીડૂંગરી પોલીસે તેના પર કેસ દાખલ કરી ધરપકડ કરી. આરોપી રોમિક ભામૂ (25) ઝુંઝનું જિલ્લામાં અલીપુરનો રહેવાસી છે. તે એક ઓનલાઈન એજ્યુકેશન એપ કંપનીમાં જોબ કરે છે. તેને જણાવ્યું કે ગુરૂવારે રાત્રે તે પોતાના પિતાની ગાડી લઈને જયપુર ફરવા નીકળ્યો હતો. તેના મિત્ર હિતેશ અને મનીષ પણ કારમાં સવાર હતા. તે ત્રણેય નાહરગઢ કિલ્લા પર જવા માગતા હતા.

ડ્રાઈવિંગ લાયસન્સ ન હોવાને કારણે પહેલી જગ્યાએ નાકાબંધી તોડી
જયપુર-સીકર હાઈવે પર રાત્રે 1 વાગ્યે હરમાડા વિસ્તારમાં પોલીસે નાકાબંધી કરી રાખી હતી. આરોપીએ જણાવ્યું કે તેની પાસે ડ્રાઈવિંગ લાયસન્સ ન હતું, તેથી તેને નાકાબંધી તોડીને કારને ભગાવી હતી. જો કે સૂત્રોએ જણાવ્યું કે કારમાં બેઠેલા ત્રણેય લોકો નશામાં હતા.

આ વિસ્તારોમાં ફુલ સ્પીડે દોડી કાર
નાકાબંધી તોડવા પર વિશ્વકર્મા પોલીસને કાર રોકવા માટેની સુચના આપી. વિશ્વકર્મા પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મચારીઓએ કાર રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ કારની સ્પીડ વધુ હોવાથી તેઓએ તેમાં સફળ ન રહ્યાં. જે બાદ સીકર રોડથી વિદ્યાધર નગર, શાસ્ત્રી નગર, પીતલ ફેક્ટરી, પાનીપેચ ચોક, બનીપાર્ક થઈને જયસિંહ હાઈવે પર પહોંચી. જ્યાંથી ક્લેક્ટ્રી સર્કલ, ખાસાકોઠી ચોકથી અશોક નગરમાં અહિંસ સર્કલ પહોંચી હતી.

જે બાદ કાર સ્ટેચ્યૂ સર્કલ, નારાયણ સિંહ સર્કલ, ત્રિમૂર્તિ સર્કલ, મોતી ડુંગરી સર્કલ પહોંચી હતી. ત્યાં એક બેરિકેડને ટક્કર મારીને મોતીડુંગરી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રતનારામને ઘાયલ કરી દિધા. જે બાદ ગુરૂદ્વારાના વણાંક, ટ્રાંસપોર્ટ નગર, એમઆઈ રોડ થઈને કાર લગભગ રાત્રે 2 વાગ્યે સર્કિટ હાઉસ પહોંચી. જ્યાં અલવરના ધારાસભ્યની કારને ટક્કર મારી હતી. આગળ રસ્તો બંધ હતો તેથી પીછો કરી રહેલા એએસઆઈ મુકેશ કુમારે આરોપી રોમિકની ધરપકડ કરી.

તસવીરોમાં જુઓ કારની હાલત

ડિવાઈડરથી ટકરાયા બાદ કારનું એક ટાયર ફાટીને અલગ થઈ ગયું. ત્યારે પણ આરોપી કારને 20 કિમી સુધી દોડતી રહી.

ડિવાઈડરથી ટકરાયા બાદ કારનું એક ટાયર ફાટીને અલગ થઈ ગયું. ત્યારે પણ આરોપી કારને 20 કિમી સુધી દોડતી રહી.

વિધાયકપુરી પોલીસ સ્ટેશનમાં ઊભેલી ક્ષતિગ્રસ્ત કાર. પોલીસે કેસ દાખલ કરીને કારને જપ્ત કરી લીધી છે.

વિધાયકપુરી પોલીસ સ્ટેશનમાં ઊભેલી ક્ષતિગ્રસ્ત કાર. પોલીસે કેસ દાખલ કરીને કારને જપ્ત કરી લીધી છે.

ઘટનાનો સીસીટીવી ફુટેજઃ રાત્રે દોઢ વાગ્યે કારને પકડવા માટે નાકાબંધી કરતી પોલીસ

ઘટનાનો સીસીટીવી ફુટેજઃ રાત્રે દોઢ વાગ્યે કારને પકડવા માટે નાકાબંધી કરતી પોલીસ

1 Trackbacks & Pingbacks

 1. યુવકે 60 મિનિટમાં 50 કિલોમીટર દોડાવી કાર, 6 જગ્યાએ નાકાબંધી તોડી; ટાયર ફાટ્યું તો રિમ પર દોડાવતો રહ્ય

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: