જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવા અંગે શાહ: લોકસભામાં ગૃહમંત્રીનો કોંગ્રેસ પર ટોણો-અમારી પાસે 17 મહિનાનો હિસાબ માંગવા વાળા જણાવે કે 70 વર્ષમાં તેમણે શું કર્યું?


  • Gujarati News
  • National
  • Amit Shah Parliament Update | Home Minister Amit Shah On Jammu And Kashmir Article 370 Abrogation And Kashmiri Pandits

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગૃહમંત્રી અમિત શાહે શનિવારે લોકસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાની સ્થિતિ પર નિવેદન આપ્યું છે. શાહે કહ્યું, જેમને પેઢીઓ સુધી શાસન કરવાની તક આપી, તે તેમના ભૂતકાળમાં નજર કરીને જુવે કે હિસાબ માંગવાના લાયક પણ છે કે નહીં. શાહે કહ્યું કે, આર્ટિકલ 370 હટાવવાના મુદ્દે કોર્ટમાં લાંબી સુનાવણી થઈ અને પછી 5 જજોની બેંચે આને ટ્રાન્સફર કરી દીધો.

હવે વિપક્ષ અમને કહે છે કે આજે સુપ્રીમ કોર્ટ સામે જાવ અને તેમને કહો કે આની પર ઝડપથી સુનાવણી કરો. અમે સુપ્રીમ કોર્ટની સામે છીએ અને એ વાત લઈને સામે છીએ કે દેશમાં આર્ટિકલ 370 ન હોવો જોઈએ. હાલ સુપ્રીમ કોર્ટમાં વર્ચુઅલ સુનાવણી થઈ રહી છે અને આ મામલાની વર્ચુઅલ સુનાવણી ન થઈ શકે. જ્યારે ફિઝીકલ સુનાવણી ફરીથી શરૂ થશે, ત્યારે આ કેસ સાંભળવામાં આવશે.

યોગ્ય સમયે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપશે
શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરને યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. શું ગોવા રાજ્ય નથી? મિઝોરમ રાજ્ય નથી? જો તમે ધ્યાનથી વાંચો તો આટલી ફજેતી જ ના થાત. જ્યાં જે રીતની ભૌગોલિક અને એડમિનિસ્ટ્રેટિવ પરિસ્થિતિ હોય છે, ત્યાં એ હિસાબથી અધિકારી મોકલવા પડે છે. તમે જે વસ્તુઓને હિન્દુ મુસ્લિમમાં વહેંચી દો છો, દેશના અધિકારોને પણ. શું એક હિન્દુ અધિકારી મુસ્લિમ જનતા અને મુસ્લિમ અધિકારી હિન્દુ જનતાની સેવા ન કરી શકે? ત્યારપછી તમે તમારી જાતને ધર્મનિરપેક્ષ કહો છો, આ કેવી ધર્મનિરપક્ષતા છે?

કોના દબાણમાં આર્ટિકલ 370ને આટલા સમય સુધી ચાલું રાખ્યો? શાહે કહ્યું કે, હાલ આ લોકો કહી રહ્યાં છે કે 2Gથી 4G અમે વિદેશીઓના દબાણમાં કર્યું. આ મોદીની સરકાર છે, જેમાં દેશના નિર્ણય દેશ કરે છે. અમુક સમય માટે અમે આ સેવાઓ બંધ કરી હતી, જેથી અફવા ન ફેલાય. તમે તો અટલજીના સમયે મોબાઈલ બંધ કરી દીધા હતા. નાગરિકનો સૌથી મોટો અધિકાર છે સુખ-શાંતિથી રહેવા અને સલામતીથી રહેવાનો. સલામતી જ્યાં નહીં હોય, ત્યાં બધા અધિકાર કેવી રીતે હશે. હું તમને પૂછવા માંગું છું કે તમે કોણા દબાણના કારણે આર્ટિકલ 370ને આટલા સમય સુધી ચાલું રાખ્યો?

કોંગ્રેસે એક ટેમ્પરરી આર્ટિકલને 70 વર્ષ જાળવી રાખ્યો
શાહે કહ્યું કે, હું એગ્રીમેન્ટને ધ્યાનથી વાંચું છું. પહેલાની સરકારોએ પણ જે વાયદા કર્યા, તેને ધ્યાનથી વાંચીને તેની પર અમલ કરવો જોઈએ. 370માં ટેમ્પરરી એગ્રીમેન્ટ વાળી વાત હતી. તમે 17 મહિનામાં અમારી પાસે હિસાબ માગો છો અને 70 વર્ષ ટેમ્પરરી આર્ટિકલ 370 ચાલ્યો, તેનો જવાબ કોણ આપશે? અમે આવીશું જશું. જીતીશું-હારીશું, પણ તેને ધ્યાનમાં રાખીને દેશને મુશ્કેલીમાં નહીં મુકીએ. આ તમારા વિચાર છે. તમે કહો છો કે અધિકારીઓના કામ કરવાનો અધિકાર જતો રહેશે. કાશ્મીરમાં અધિકારી કેમ કામ નહીં કરી શકે? શું કાશ્મીર દેશનો હિસ્સો નથી? શું કાશ્મીરના યુવાનને IAS અને IPS બનવાનો હક નથી? કોંગ્રેસનું શાસન યાદ કરો શું હતું? હજારો લોકો માર્યા જતા હતા અને વર્ષો સુધી કર્ફ્યૂ લાગતો હતો. કાશ્મીરમાં શાંતિ મોટી વસ્તુ છે. ભગવાન કરે ત્યાં અશાંતિ ન હોય.

દેશમાં બે નિશાન, બે બંધારણ નહીં રહે
શાહે કહ્યું કે, કાશ્મીરની અંદર ચીપ પોપ્યુલારિટી માટે કોઈ અધિકારીને બહારનો કહેવો યોગ્ય નથી. તમામ ભારત માતાના સંતાન છે અને ભારતના અધિકારી છે. નવા પેટર્ન પર તમે નવું તર્ક લઈને આવ્યા છો. કોઈને અલગ ધ્વજ અને અલગ બંધારણ નથી આપવામાં આવ્યું. અમે 1950માં વાયદો કર્યો હતો કે દેશમાં નિશાન અને બે બંધારણ નહીં રહે.

કાશ્મીરમાં પંચાયત ચૂંટણીમાં ગોળી નથી વાગી
અમિત શાહે જણાવ્યું કે, આર્ટિકલ 370 હટાવ્યા પછી ત્યાં સૌથી પહેલા કામ પંચાયતી રાજ સ્થાપિત કરવાનું થયું હતું. પંચાયતી ચૂંટણીમાં 51.7% મતદાન થયું. ક્યાંય ગોળી નહોતી ચલાવવી પડી. કોંગ્રેસના શાસનમાં કેવી રીતે ચૂંટણી થતી હતી, હું તેમાં નથી જવા માંગતો. વિરોધી પણ આરોપ નથી લગાવી શકતા કે ચૂંટણીમાં ગોટાળો થયો છે. જેમણે 370 પાછા લાવવાના આધારે ચૂંટણી લડી, તે સાફ થઈ ગયા. કાશ્મીરની જનતાનો મેન્ડેટ પણ તેમને નથી મળ્યો.

આજનું પંચ આવતીકાલનો ધારાસભ્ય બનશે
શાહે કહ્યું કે, આજે જે પંચ, સરપંચ અને જિલ્લા પંચાયતના સભ્ય મળ્યા છે, તે આવતીકાલે ધારાસભ્ય બનશે. તેમને કોઈના આશીર્વાદની જરૂર નથી. આ ચૂંટણી માટે જમ્મુ-કાશ્મીરની જનતા અને સુરક્ષાદળોને શુભેચ્છા પાઠવું છું. ચૂંટણી પછી અમે તેમને બજેટ આપ્યું છે. પહેલા 5 હજાર રૂપિયા પણ સરપંચે સરકાર પાસે માંગવા પડતા હતા. આજે તેમના ખાતામાં 1500 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. એડમિનિસ્ટ્રેશનના 21 વિષય તેમને સોંપી દેવાયા છે. આનાથી તે આત્મનિર્ભર થઈને પોતાના ગામનો વિકાસ કરશે. આ કામ 370 હટાવવાના કારણે થયું છે.

ઓગસ્ટ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવામાં આવ્યો
કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ, 2019માં જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ-370ને ખતમ કરી દીધો હતો.આનાથી જમ્મુ-કાશ્મીરમાં પણ ભારતનું બંધારણ લાગૂ થવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધો. જમ્મુ-કાશ્મીરમાં 20 અને લદ્દાખમાં બે જિલ્લા લેહ અને કારગિલ સામેલ કરાયા છે.

જમ્મુ-કાશ્મીરમાં ક્યારે આર્ટિકલ 370 લાગૂ થયો હતો?
જમ્મુ-કાશ્મીરના ભારતમાં વિલય પછી પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની સરકારના સમય બંધારણમાં આર્ટિકલ-370 જોડવામાં આવ્યો હતો. જેના હેઠળ જમ્મુ-કાશ્મીરના વિશેષ રાજ્યનો દરજ્જો અને અમુક વિશેષ અધિકાર મળ્યા હતા. જેના હેઠળ કેન્દ્ર સરકાર માત્ર રક્ષા, વિદેશ અને સંચારથી જોડાયેલા મામલામાં જ દખલ કરી શકતી હતી. સંસદ તરફથી પસાર ઘણા કાયદા જમ્મુ-કાશ્મીરમાં લાગૂ નહોતા થતા. આર્ટિકલ 370 હેઠળ જ અનુચ્છેદ 35-Aને જોડવામાં આવ્યો હતો. આનાથી રાજ્યના લોકોને અમુક વિશેષ અધિકાર મળ્યા હતા. આર્ટિકલ -370ના પ્રભાવી રહેવાથી રાજ્યનું પુનર્ગઠન નહોતું કરી શકાતું.

Be the first to comment on "જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવા અંગે શાહ: લોકસભામાં ગૃહમંત્રીનો કોંગ્રેસ પર ટોણો-અમારી પાસે 17 મહિનાનો હિસાબ માંગવા વાળા જણાવે કે 70 વર્ષમાં તેમણે શું કર્યું?"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: