[:en]
- Gujarati News
- National
- Administration Cuts Down Thousands Of Apple Trees In The Name Of Encroachment, Endangers Livelihoods Of 1.5 Million People
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શ્રીનગરએક મિનિટ પહેલાલેખક: ઝફર ઈકબાલ
- કૉપી લિંક
જમ્મુ-કાશ્મીરમાં વહીવટીતંત્રએ અતિક્રમણના નામે જંગલો અને પર્વતો પર હંગામી શેડ અને કાચા મકાનોમાં રહેતા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું છે. તેમના બાગ-બગીચાઓનો નાશ કરવામાં આવી રહ્યો છે. ફોટો-આબીદ ભટ્ટ
જમ્મુ-કાશ્મીરના જંગલોમાં રહેતા લોકો મુશ્કેલીઓમાં છે. તેમાં ગુર્જર સમુદાય પણ છે. ગયા વર્ષે નવેમ્બર મહીનાથી જ વહીવટીતંત્રએ જંગલો અને પર્વતો પર કામચલાઉ શેડ અને કાચા મકાનોમાં રહેતા લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. અતિક્રમણના નામે તેમના જગ્યાઓને દૂર કરવામાં આવી રહ્યા છે. બાગ-બગીચાઓના હટાવવામાં આવી રહયા છે. જેના કારણે ત્યાના લોકોમાં ખળભળાટ મચી ગયો છે. જમ્મુ-કાશ્મીરમાં કુલ 15 લાખ લોકો જંગલોમાં રહે છે.
કાશ્મીરના બડગામ જિલ્લાના કનીદાજન ગામના રહેવાસી 62 વર્ષના અહસન વાગે આઘાતમાં છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં વન વિભાગ દ્વારા તેમને જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી અને બીજા જ દિવસે તંત્રએ તેમના 200 સફરજનના ઝાડ કાપી નાંખ્યા હતા. તેઓ જણાવે છે કે આ બગીચો બનાવવામાં ઘણા વર્ષો વીતી ગયા હતા. તેમના પરિવાર માટે દાયકાઓ સુધીનો આજીવિકા માટે આ એકમાત્ર આધાર હતો.તેમને સમજાતું નથી કે શા માટે વહીવટી તંત્રે આવું કર્યું. કોઈ ચેતવણી વગર જ શા માટે તેમના બગીચાનો નાશ કર્યો? તેઓ કહે છે કે મેં મારા કુટુંબનો કોઈ સભ્ય ગુમાવ્યો હોય તેવું મને લાગી રહ્યું છે. હું બીમાર થઈ ગયો છું, ચાલવા- ફરવાની હિંમત પણ હવે નથી બચી.
આ ગામમાં 400 પરિવારોના 1200 લોકો રહે છે, જેઓ દાયકાઓથી જંગલની જમીન પર ખેતી-વાડી કરી રહ્યા છે. વાગે જણાવે છે કે અહીંયા 35 બગીચાઓમાં લગભગ 10 હજાર સફરજનના ઝાડ કાપી નાંખવામાં આવ્યા છે. અમે લોકો 100 વર્ષથી પણ વધુ સમયથી અહીંયા ખેતી કરી રહ્યા છીએ અને હવે અચાનક તંત્રએ અમારા ગામ પર કુહાડીના ઘા મારી દીધા અને અમારા આ બગીચાઓનો નાશ કરી નાંખ્યો. આ જ ગામમાં બશીર અહેમદના પણ 30 જેટલા ઝાડ કાપી નાંખવામાં આવ્યા છે. તેઓ કહે છે કે તંત્રને આખરે આટલી ઉતાવળ કેમ છે. જ્યારે સરકારે જ અમારા મારે વિસ્તાર ડેવલપ કર્યો, વીજળી-પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તો પછી તેનો નાશ કેમ કરવામાં આવી રહયો છે, આ જ સમજાતું નથી.

કાશ્મીરના બડગામ જિલ્લાના રહેવાસી 62 વર્ષીય અહસાન વેજ સરકારની નોટિસ બતાવી રહ્યાં છે. વહીવટીતંત્રએ અતિક્રમણના નામે તેમના સફરજનના વૃક્ષોને કાપી નાંખ્યા છે. ફોટો- બસીત જર્ગર.
હાલમાં જ પહેલગામમાં ગુર્જરના ઠેકાણા તોડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી પહેલગામ જઈને તેમને મળ્યા હતા. આ પછી તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘આજે હું પહેલગામના લીદ્દરુમાં ગુર્જર પરિવારો સાથે મુલાકાત કરી. વહીવતી તંત્રએ તેમને બેઘર કરી દીધા છે. તે પણ હાડ થીંજવતી ઠંડીમાં. સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં આ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જેમને ગેરકાયદેસર કબ્જો જમાવ્યાની આડમાં તેમના પર ત્રાસ ગુજારવામાં આવી રહયો છે.
આ અગાઉ 8 ડિસેમ્બરે મુફ્તીને બડગામ જતા રોકી દેવામાં આવ્યા હતા અને નજરકેદ કરવામાં આવ્યા હતા. આ પછી, તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતુ, ” કોઈપણ પ્રકારનાં વિરોધને અટકાવવા માટે ગેરકાયદેસર રીતે અટકાયત કરાવી તે ભારત સરકારની પસંદગીની પદ્ધતિ બની ગઈ છે.” મારી એક વાર ફરીથી અટકાયતમાં કરવામાં આવી છે, કારણ કે હું બડગામની મુલાકાત લેવા ઇચ્છતી હતી. જ્યાં સેંકડો પરિવારોને તેમના ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે.’
Illegal detention has become GOIs favourite go to method for muzzling any form of opposition. Ive been detained once again because I wanted to visit Budgam where hundreds of families were evicted from their homes. pic.twitter.com/HFQHJHPAzQ
— Mehbooba Mufti (@MehboobaMufti) December 8, 2020
આ બાબતે વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, અતિક્રમણ હટાવવા માટે કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોર્ટે તાજેતરમાં આ કૃત્યને ગેરકાયદેસર અને ગેરબંધારણીય જાહેર કર્યું છે, જે અંતર્ગત કેટલાક લોકો દ્વારા કબ્જો કરાયેલ સરકારી જમીન પર માલિકીના હકની મંજૂરી અપાઈ હતી.
5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી. આ હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો. અહીં પ્રથમ બહારના લોકો જમીન ખરીદી શકતા ન હતા. સરકારી નોકરી માટે અરજી કરી શકતા ન હતા.
જો કે, હવે નવા ડોમિસાઇલ કાયદાની રજૂઆત સાથે જમ્મુ-કાશ્મીરના દરવાજા બહારના લોકો માટે મોટા પ્રમાણમાં ખુલ્યાં છે. આ અંતર્ગત, કોઈપણ જે 15 વર્ષથી અહી રહે છે અથવા તે હાઇસ્કૂલની પરીક્ષામાં સામેલ થયા છે અને તે જમ્મુ-કાશ્મીરમાં 7 વર્ષથી રહેવાસી છે, તે અહીં જમીન ખરીદી શકે છે. આ આધારે જમ્મુમાં રહેતા 30 લાખ બિન-મુસ્લિમ પશ્ચિમ પાકિસ્તાની રિફ્યુજી જે જમ્મુમાં રહી રહ્યા છે, તેમણે ડોમિસાઈલ સ્ટેટસ મળી ગયું.

જમ્મુ-કાશ્મીરમાં કુલ 15 લાખ લોકો જંગલોમાં રહે છે. તેઓએ ત્યાં તેમના અસ્થાયી ઠેકાણાં બનાવ્યાં છે અને બગીચાઓ લગાવ્યા છે. ફોટો- આબિદ ભટ્ટ
આર્ટિકલ 370ને હટાવ્યા પછી અહીં ઘણા કેન્દ્રીય કાયદા અમલમાં આવ્યા છે. પરંતુ, વિશ્લેષકો માને છે કે દેશના અન્ય રાજ્યોની જેમ અહીંના આદિવાસીઓના અધિકારો માટે સરકાર વન અધિકાર અધિનિયમ (FRA)લાગુ કરવામાં ધીમી પડી રહી છે.
તેમનું કહેવું છે કે દુખની વાત તે છે કે એક તરફ વહીવટી તંત્ર કાશ્મીરમાં ઉદ્યોગ સ્થાપવા અને હોટલ ખોલવા માટે ફોરેસ્ટ લેન્ડ ટ્રાન્સફર કરી રહ્યું છે, બીજી તરફ જંગલોમાંથી આદિવાસીઓને હાંકી કાઢવામાં આવી રહ્યા છે. ઝાડ કાપવા તે ગેરકાયદેસર છે. ફક્ત ફળ આપનારા વૃક્ષો જ નહીં, પણ એવા વૃક્ષો પણ કે જેના પર ફળ આવ્યા નથી તેને પણ કાપવામાં આવ્યા છે. જંગલોમાં રહેતા લોકોની માંગણી ઉચિત છે. જે કાયદા લોકોના હિત માટે છે, તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી અને જે ખોટા છે, તેને લાગુ કરવામાં આવી રહ્યા છે.
જંગલોમાં રહેતા લોકો કહે છે કે જમ્મુ-કાશ્મીરમાં FRA લાગુ ન કરવાને કારણે તેમની મુશ્કેલીઓ વધી છે. તેઓ બેરોજગાર બની ગયા છે. બશીર અહેમદ કહે છે કે અહીં વિલંબ કર્યા વિના અહીં FRA લાગુ કરવામાં આવે. આ દરમિયાન, વન અધિકારીઓ કહે છે કે FRA કોરોના મહામારીને કારણે લાગુ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.
[:]
Be the first to comment on "[:en]જમ્મુ-કાશ્મીરથી રિપોર્ટ: વહીવટીતંત્રએ સફરજનના હજારો વૃક્ષોને અતિક્રમણના નામે કાપી નાંખ્યા, 15 લાખ લોકોની આજીવિકા પર સંકટ[:]"