[:en]
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
14 મિનિટ પહેલા
- કૉપી લિંક
સલમાન ખાન 27 ડિસેમ્બરે 55 વર્ષનો થવા જઈ રહ્યો છે. જોકે, આ વખતે તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર કોઈ પ્રકારનું સેલિબ્રેશન નહીં હોય. ખુદ સલમાને તેના ફેન્સને વ્યક્તિગત રૂપે મેસેજ મોકલીને જાણકારી આપી છે અને ઘર બહાર ભીડ ન કરવાની અપીલ કરી છે.
સલમાને લખ્યું, હું ગેલેક્સીમાં નથી
સલમાને તેના મેસેજમાં લખ્યું છે, ‘મારા જન્મદિવસ પર ફેન્સનો પ્રેમ અને સ્નેહ વર્ષોથી ખૂબ રહ્યો છે. પણ આ વર્ષે મારો વિનમ્ર આગ્રહ છે કે કોરોના મહામારી અને સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને મારા ઘર બહાર ભીડ ન લગાવતા. માસ્ક પહેરો, સેનિટાઇઝ કરો. સોશિયલ ડિસ્ટન્સ રાખો. આ સમયે હું ગેલેક્સીમાં નથી.’

જન્મદિવસે સલમાન શૂટિંગ કરશે
થોડા દિવસ પહેલાં સ્પોટબોયના રિપોર્ટમાં સલમાનના નજીકના મિત્રના હવાલે લખવામાં આવ્યું હતું કે, ‘આવું પહેલીવાર છે, જ્યારે અમે ભાઈના જન્મદિવસ અને નવા વર્ષના અવસરે તેમના ફાર્મહાઉસ પર નથી જઈ રહ્યા.’
મિત્રના હવાલે આગળ લખ્યું હતું, ‘મેં અમુક મીડિયા રિપોર્ટ્સમાં જોયું કે સલમાન આ વર્ષે નાનું સેલિબ્રેશન કરશે. પણ, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તે પહેલીવાર તેના જન્મદિવસ અને નવા વર્ષ પર તેના જીજુ (આયુષ શર્મા) સાથે ફિલ્મ ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ’નું શૂટિંગ કરતો હશે. જોકે, આ ફિલ્મના ડિરેક્ટર મહેશ માંજરેકર છે એટલે સેટ પર ભાઈના જન્મદિવસનું કોઈપણ પ્રકારનું સેલિબ્રેશન હોવાનું નક્કી છે.’
મહેશ માંજરેકર ખાસ મિત્રોમાં સામેલ
મહેશ માંજરેકર ન માત્ર સલમાન અને આયુષ સ્ટારર ફિલ્મ ‘અંતિમ’ના ડિરેક્ટર છે પણ તે સલમાનના ક્લોઝ ફ્રેન્ડ્સમાં સામેલ છે. સલમાને મહેશની દીકરી સઈ માંજરેકરને તેની ફિલ્મ ‘દબંગ 3’માં કાસ્ટ કરી હતી. રિપોર્ટ તો એવા પણ છે કે સઈ માંજરેકર ‘અંતિમ’ ફિલ્મમાં પણ મહત્ત્વના રોલમાં છે. જોકે, ખુદ મહેશે આ વાતને નકારી દીધી છે.
છેલ્લે સલમાન ‘દબંગ 3’માં દેખાયો હતો
સલમાન ખાન છેલ્લે ‘દબંગ 3’માં દેખાયો હતો, જે 20 ડિસેમ્બર, 2019ના રોજ રિલીઝ થઇ હતી. 2020માં ઈદના દિવસે તેની ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ રિલીઝ થવાની હતી. કોરોના મહામારીને કારણે અને લોકડાઉનને કારણે તે શક્ય ન બન્યું. હવે આ ફિલ્મ 2021માં રિલીઝ થશે. ‘રાધે’ અને ‘અંતિમ’ સિવાય સલમાન 2021માં ‘પઠાન’ અને ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કેમિયો પણ કરશે.
[:]
Be the first to comment on "[:en]જન્મદિવસ પર સલમાનની અપીલ: સલમાન ખાને ફેન્સને મેસેજ આપ્યો, લખ્યું- જન્મદિવસ પર ઘરની બહાર ભીડ ન કરતા, હું ગેલેક્સીમાં નથી[:]"