Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ3 મિનિટ પહેલા
- કૉપી લિંક
કંગના રનૌત ફરી એકવાર ભગવાન કૃષ્ણ તથા માતા યશોદાને કારણે ટ્રોલ થતાં સદગુરુ જગ્ગી વાસુદેવના બચાવમાં આવી છે. એક્ટ્રેસે સો.મીડિયામાં ટ્રોલ્સને આડેહાથ લીધા છે. કંગનાએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ‘વામપંથી આ દાવા સાથે સદગુરુજીને હેરાન કરે છે કે તે હિંદુ સંસ્કૃતિ, યોગ તથા રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપે છે. દક્ષિણપંથી તેમને એમ કહીને ટ્રોલ કરે છે કે તે લિબ્રલ છે તથા હિંદુ દેવાઓ તથા ધર્મગ્રંથોનું સન્માન કરતાં નથી.’

કંગનાએ આગળ કહ્યું હતું, ‘એ વાત સમજવી મુશ્કેલ નથી કે હિંદુઓને હજારો વર્ષથી કેમ ગુલામ રાખવામાં આવ્યા. કોઈ રણનીતિ નહીં, કોઈ યોજના નહીં, કોઈ અલાઈમેન્ટ નહીં. બેવફૂક લોકો. શું તમે તમારી કાવેરીને બચાવવા, ગામવાસીઓના બાળકોને ભણાવવામાં અથવા મંદિરો બચાવવામાં સપોર્ટ કરી શકો છો? જો ના તો ચૂપચાપ રહો.’

શું છે સદગુરુનો કૃષ્ણ-યશોદા વિવાદ?
વાસ્તવમાં, થોડાં દિવસ પહેલાં સદગુરુનો એક વીડિયો સો.મીડિયામાં વાઈરલ થયો હતો, જેમાં તેમણે યશોદાને કૃષ્ણની લવર કહી હતી. જોકે, સો.મીડિયા યુઝર્સે લવરનો અર્થ પ્રેમિકા કર્યો અને સદગુરુને ટ્રોલ કર્યા હતા. જોકે, પછીથી ઈશા ફાઉન્ડેશને સ્પષ્ટતા કરી હતી કે આ વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. તેમણે યશોદાને કૃષ્ણની પ્રેમિકા નહીં, પરંતુ ભક્ત કહ્યાં હતાં. ઈશા ફાઉન્ડેશને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સદગુરુનો વાઈરલ વીડિયો 2005માં યોજાયેલી એક ઈવેન્ટનો છે. કોઈએ ઘણી જ ચાલાકીથી વીડિયો સાથે છેડછાડ કરીને સો.મીડિયામાં શૅર કરી દીધો હતો.
સદગુરુએ વીડિયો રિલીઝ કરીને સ્પષ્ટતા પણ આપી હતી. તેમણે કહ્યું હતું, ‘કૃષ્ણના જીવનમાં રહેલી અનેક સારી મહિલાઓમાંથી એક યશોદા પણ હતી. જે શરૂઆતમાં તેમની માતા હતી, પરંતુ પછી તેમની લવર (ભક્ત) બની ગઈ. કેટલાંક લોકોએ લવર શબ્દનો ખોટો અર્થ કાઢ્યો. તેઓ એ ના સમજ્યા કે કૃષ્ણ લવ છે અને એવું કોઈ નથી, જે તેમના લવર ના હોય. દુર્ભાગ્યથી કોઈએ લવરના અર્થ સેક્સ્યુઆલિટી સાથે જોડ્યો અને તેમના અંગે અપમાનજનક ફીલ કરવા લાગ્યા. જેમને વાસ્તવમાં દુઃખ થયું હોય, હું તેમની માફી માગું છું.’
સદગુરુ માટે આ પહેલાં પણ કંગના ટ્રોલ્સ પર ભડકી હતી
કંગનાએ આ પહેલાં પણ ટ્રોલ્સને આડેહાથ લીધા હતા. 8 માર્ચના મહિલા દિવસ પર સદગુરુએ સો.મીડિયામાં કહ્યું હતું, ‘સ્ત્રી એક જાતિ નથી, પરંતુ એક પરિમાણ છે.’ આ પોસ્ટ પર અનેક યુઝર્સે સદગુરુને ટ્રોલ કર્યા હતા. કંગનાએ તે સમયે કહ્યું હતું, ‘જે ઈડિયટ્સને ઉંદરનો IQ તથા કીડાઓનું અસિતત્વ મળ્યું છે, તેઓ સ્ત્રીને એક જાતિ નહીં પરંતુ પરિમાણ કહેવા પર સદગુરુને નિશાન બનાવી રહ્યાં છે. તેઓ એ જાણીને હેરાન થઈ ગયા કે તેમની પાસે સૂર્ય તથા ચંદ્રમા છે, તેમના માતા તથા પિતા, મર્દ તથા સ્ત્રી બંને તેમનામાં છે. બેવકૂફ પોતાને શરમમાં મૂકવાનું બંધ કરે.’
Be the first to comment on "જડબાતોડ જવાબ: યશોદાને કૃષ્ણની લવર કહેતાં સદગુરુ ટ્રોલ, કંગનાએ કહ્યું- સમજવું મુશ્કેલ નથી કે હિંદુઓ હજારો વર્ષથી ગુલામ કેમ રહ્યાં?"