- છેલ્લા 24 કલાકમાં નવસારીમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો
- દક્ષિણ ગુજરાતના ચાર તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ
દિવ્ય ભાસ્કર
Jul 15, 2020, 10:01 AM IST
સુરત. હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારી જિલ્લાના જલાલપોર અને સુરતમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારી જિલ્લાના જલાલપોર અને સુરતમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. નવસારી સિટીમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ચાર તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો છે.
છેલ્લા 24 કલાકનો વરસાદ
તાલુકો | વરસાદ(મીમી) |
જલાલપોર | 112 |
સુરત સિટી | 109 |
નવસારી સિટી | 73 |
ચોર્યાસી | 69 |
વલસાડ | 57 |
પલસાણા | 56 |
પારડી | 55 |
ગણદેવી | 39 |
નિઝર | 35 |
ડોલવણ | 23 |
ચીખલી | 22 |
Be the first to comment on "છેલ્લા 24 કલાકમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ, જલાલપોર અને સુરતમાં 4 ઈંચથી વધુ"