[:en]ચિન્તુનું ફોર્મ ચિંતાનો વિષય?: ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જિતાડનાર પૂજારા એ સીરિઝ પછી ફોર્મ માટે ઝઝૂમી રહ્યો છે; મોંગિયાએ કહ્યું- ઇટ્સ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ, ચેતેશ્વર જલ્દી જ જંગી સ્કોર કરશે[:]

[:en]ચિન્તુનું ફોર્મ ચિંતાનો વિષય?: ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જિતાડનાર પૂજારા એ સીરિઝ પછી ફોર્મ માટે ઝઝૂમી રહ્યો છે; મોંગિયાએ કહ્યું- ઇટ્સ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ, ચેતેશ્વર જલ્દી જ જંગી સ્કોર કરશે[:]

[:en]

 • Gujarati News
 • Sports
 • Cricket
 • Pujara, Who Help India Win The Test Series For The First Time In Australia, Has Been Struggling For Form Since That Series; Nayan Mongia Says It’s Just A Matter Of Time, Cheteshwar Will Score Big Soon

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ3 મિનિટ પહેલા

 • કૉપી લિંક
 • 4 ટેસ્ટની શ્રેણી 1-1ની બરાબરી પર, સીરિઝમાં લીડ મેળવવા ટીમ ઇન્ડિયાને સિડનીમાં પૂજારા પાસેથી મેરેથોન ઇનિંગ્સની અપેક્ષા
 • પૂજારાએ વર્તમાન સીરિઝની 4 ઇનિંગ્સમાં 15.75ની એવરેજથી 63 રન કર્યા છે
 • દિવ્યભાસ્કરે ચેતેશ્વરના ફોર્મ અંગે ભારતના પૂર્વ વિકેટકીપર નયન મોંગિયા સાથે વાત કરી તેમનો અભિપ્રાય જાણ્યો

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે 4 ટેસ્ટની સીરિઝ રમી રહી છે. શ્રેણી 1-1ની બરાબરી પર છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમે ’36માં ઓલઆઉટ’ વાળી શરમજનક હાર પાછળ છોડીને મેલબોર્નમાં 8 વિકેટે મેચ જીતી. 7 જાન્યુઆરીએ સિડની ખાતે સીરિઝમાં લીડ મેળવવા બંને ટીમ વચ્ચે ખરાખરીનો ખેલ જોવા મળશે અને તેમાં દરેક ભારતીયની નજર નંબર-3 ચેતેશ્વર પૂજારા પર રહેશે.

વર્લ્ડ ક્રિકેટમાં જ્યાં T-20ના ગ્લેમર પાછળ આજે ક્રિકેટર્સ ટેક્નિકને મહત્ત્વ નથી આપતા ત્યાં પૂજારા સંભવત છેલ્લો જેન્ટલમેન છે જે ઓલ્ડ ફેશન્ડ છે. જે શોટ મેકિંગ જેટલું જ મહત્ત્વ બોલને લીવ કરવા પર આપે છે.

ઓસ્ટ્રેલિયા સામે છેલ્લા એક દાયકામાં સૌથી વધુ બોલ કોઈ રમ્યું હોય તો તે પૂજારા છે. તેણે છેલ્લા 10 વર્ષમાં કાંગારુ સામે 3691 બોલનો સામનો કર્યો છે. એટલે કે 615થી વધુ ઓવર બેટિંગ કરી છે. કેપ્ટન વિરાટ કોહલી આ જ સમયગાળામાં પૂજારા કરતા 3 ટેસ્ટ વધુ રમ્યો પરંતુ સરખામણીએ 487 બોલ ઓછા રમ્યા.

જોકે, 24 યાર્ડ પર યોગ કરીને તેને જ પોતાનું ઘર બનાવતી ભારતની વોલ 2.0ને પણ પેઇન્ટિંગની જરૂર પડી છે. તે છેલ્લી 18 ઇનિંગ્સથી સદી મારી શક્યો નથી અને ફોર્મ માટે ઝઝૂમી રહ્યો છે. દિવ્યભાસ્કરે ચેતેશ્વરના ફોર્મ અંગે ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન નયન મોંગિયા જોડે વાત કરી.

પૂજારા ટેસ્ટમાં આપણો મુખ્ય બેટ્સમેન, જલ્દી જ મોટો સ્કોર કરશે

 • નયન મોંગિયાએ કહ્યું કે, મને નથી લાગતું કે પૂજારાની બેટિંગમાં કોઈ ટેક્નિકલ ઇસ્યુ છે. તે ખરાબ ફોર્મમાંથી પણ પસાર નથી થઈ રહ્યો. ઇટ્સ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ કે એ મોટો સ્કોર નોંધે.
 • ચેતેશ્વરને પણ ખ્યાલ હશે કે છેલ્લા કેટલાક સમયથી તે જંગી સ્કોર રજિસ્ટર કરી શક્યો નથી. તેના પર બેટિંગની જવાબદારી છે. ટેસ્ટ ક્રિકેટમાં તે આપણો મુખ્ય બેટ્સમેન છે. તેણે ભૂતકાળમાં સારો દેખાવ કર્યો છે અને કાયમ કનસિસ્ટન્ટ રહ્યો છે.

ઇટ્સ જસ્ટ મેટર ઓફ ટાઈમ

 • મોંગિયાએ વધુમાં કહ્યું કે, અત્યારે એક-બે ઇનિંગ્સનો જ સવાલ છે. મને ખાતરી છે કે, પૂજારા બહુ જલ્દી મોટો સ્કોર કરશે. તેનાથી તેને અને ભારત બંનેને ફાયદો થશે.
 • તેમણે વધુ ઉમેર્યું કે, ગઈ વખતે પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામે સારો દેખાવ કર્યો હતો.
 • જ્યારે તમે કોઈ દેશ સામે તેમના જ ઘરઆંગણે રનનો ઢગલો કરો તો તમારો કોન્ફિડન્સ હાઈ હોય છે.
 • મેં પહેલાં કહ્યું એમ, ઇટ્સ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ. પૂજારાનું ફોર્મ ચિંતાનો વિષય નથી.

છેલ્લી 18 ઇનિંગ્સમાં માત્ર 26.5ની એવરેજ, એ પહેલાંની 18 ઇનિંગ્સમાં એનાથી ડબલ+ની એવરેજે રમ્યો હતો

 • પૂજારાનું ફોર્મ ગયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી ખોવાઈ ગયું છે.
 • તે પછી પૂજારાએ 11 મેચની 18 ઇનિંગ્સમાં 26.5ની એવરેજથી 477 રન કર્યા છે. આ દરમિયાન તે એકપણ સદી ફટકારી શક્યો નહોતો.
 • જ્યારે આ 18 ઇનિંગ્સ પહેલાંની 18 ઇનિંગ્સની વાત કરવામાં આવે તો ચેતેશ્વર પર્પલ પેચમાં હતો.
 • તેણે 54.7ની એવરેજ અને 4 સદીની મદદથી 930 રન કર્યા.

પૂજારાએ જ પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જિતાડી હતી

 • ભારત પોતાના ક્રિકેટ ઇતિહાસમાં માત્ર એક જ વાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીત્યું છે.
 • 2018-19ની એ સીરિઝમાં સૌરાષ્ટ્રનો ચિન્તુ કાંગારૂ માટે ચિંતાનો વિષય બન્યો હતો.
 • તેણે તે ટૂરની ચાર મેચમાં 74.42ની એવરેજથી 521 રન બનાવ્યા હતા. તેમાં તેનો હાઈએસ્ટ સ્કોર 192 હતો.

વર્તમાન સીરિઝમાં 15ની એવરેજે રમી રહ્યો છે

 • પૂજારાએ ચાલુની સીરિઝની 2 મેચની 4 ઇનિંગ્સમાં 15.75ની એવરેજથી 63 રન કર્યા છે.
 • તે એડિલેડ ખાતે 43 અને 0, જ્યારે મેલબોર્ન ખાતે 17 અને 3 રને આઉટ થયો હતો.
 • પૂજારા 4માંથી 3 વાર ફાસ્ટ બોલર પેટ કમિન્સનો શિકાર થયો હતો.

[:]

Be the first to comment on "[:en]ચિન્તુનું ફોર્મ ચિંતાનો વિષય?: ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જિતાડનાર પૂજારા એ સીરિઝ પછી ફોર્મ માટે ઝઝૂમી રહ્યો છે; મોંગિયાએ કહ્યું- ઇટ્સ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ, ચેતેશ્વર જલ્દી જ જંગી સ્કોર કરશે[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: