ચાર શોના કલાકારો અથવા ક્રૂ મેમ્બર કોરોનાનો ભોગ બન્યાં, CINTAAના સચિવ અમિત બહલે કહ્યું- ઉતાવળીયું કામ હંમેશાં શેતાનનું હોય છે


કિરણ જૈન

Jul 12, 2020, 06:54 PM IST

મુંબઈ. ‘કસૌટી જિંદગી કે’નો લીડ એક્ટર પાર્થ સમથાન કોરોના પોઝિટિવ છે. છેલ્લા એક અઠવાડિયામાં હિંદી સિરિયલનો આ ચોથો શો છે, જેમાં કોઈ મેમ્બર કોરોના પોઝિટિવ આવ્યું હોય. સૌથી પહેલાં ‘એક મહાનાયક ડો. બી આર આમ્બેડકર’ના સેટ પર એક્ટર જગન્નાથ નિવાંગુને કોરોના વાઈરસનો ભોગ બન્યા હતાં. ત્યારબાદ ‘મેરે સાંઈ’માં ક્રૂ મેમ્બરને અને પછી ‘ભાભીજી ઘર પર હૈં’ની એક હેર ડ્રેસરને કોરોનાનો ચેપ લાગ્યો હતો. દિવ્ય ભાસ્કરે આ અંગે CINTAA (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન)ના સચિન અમત બહલ સાથે વાત કરી હતી.

શું કહ્યું અમિત બહલે?
અમિત બહલે કહ્યું હતું કે તેમણે શૂટિંગ માટે પ્રોડ્યૂસર્સ પાસેથી થોડો સમય માગ્યો હતો. તેઓ હાથ જોડતા રહ્યાં પરંતુ પ્રોડ્યૂસર્સે કોઈ વાત માની નહીં. છેલ્લાં એક અઠવાડિયામાં આ ચોથો સેટ છે, જ્યાં કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી હતી. આ ચારેય સેટ પરથી ફરિયાદ આવી હતી. ચિંતા થાય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, CINTAA પણ શું કરી શકે? છેલ્લાં દોઢ મહિનાથી પ્રોડ્યૂસર્સ શૂટિંગ માટે ઉતાવળા બન્યા હતાં. અમે માત્ર એક યુનિયન છીએ અને કેવી રીતે કોઈને ના પાડી શકીએ? સરકારે પણ પરમિશન આપી દીધી હતી. 

આ ઉતાવળે કામ થયું અને ઉતાવળે માત્ર શેતાન જ કામ કરે
અમિત બહલે આગળ કહ્યું હતું કે આ ઉતાવળે કામ કરવામાં આવ્યું અને ઉતાવળે માત્ર શેતાન જ કામ કરે છે. સેટ પર યોગ્ય કાળજી લેવામાં આવી નથી. ટેલિકાસ્ટ કરવાની ઉતાવળમાં સેટ પર ક્યાંકને ક્યાંક ભૂલ થઈ ગઈ છે. દરેકને બસ ટેલિકાસ્ટની ઉતાવળ હતી. પાર્થ લીડ એક્ટર છે અને તે કોરોનાનો ભોગ બન્યો. હવે ટીમ તેના વગર કેવી રીતે શૂટિંગ કરશે? પૂરી સ્ટોરીલાઈન તેના આસપાસ ફરે છે તો હવે રાતોરાત સ્ટોરી લાઈન બદલી નાખવામાં આવશે? પાર્થ તો ફિઝિકલી ફીટ છે અને આમાંથી બહાર પણ આવી જશે. જોકે, તે જેને પણ મળ્યો હશે તે બહાર આવશે કે કેમ? તે જ્યાં શૂટ કરતો હતો તે સ્ટૂડિયો (ક્લિક નિક્સન)માં અન્ય ઘણાં શોનું શૂટિંગ થાય છે. સીનિયર એક્ટર્સ કોરોનાનો ભોગ બનશે તો તેમની સાથે અનેક લોકોને ચેપ લાગશે. 

વધુમાં અમિત બહલે કહ્યું હતું કે CINTAA સેટ પર જઈને શૂટિંગ રોકી શકે નહીં. તે માત્ર વિનંતી કરી શકે કે જે પણ કરો તે સમજી વિચારીને કરો. તેમને રોજ ફોન આવે છે કે 65 વર્ષથી ઉપરના કલાકારોને શૂટિંગ માટે પરમિશનને લઈ ફોન આવતા હોય છે. આ સીનિયર એક્ટર્સ પણ સમજતા નથી કે તેમની ઈમ્યુન સિસ્ટમ માટે હાલમાં આ માહોલ માટે યોગ્ય નથી. તે જાતે તો ભોગ બનશે અને સાથે જ બીજાને પણ ચપેટમાં લઈ લેશે. આ તમામ કામ કરવાને લઈ જોશમાં છે પરંતુ તેમણે સમજી વિચારીને પગલું ભરવું જોઈએ. CINTAAએ થોડો સમય માગ્યો હતો કે પરિસ્થિતિ થોડી કંટ્રોલમાં થવા દો. સેટ પર ટેસ્ટિંગ તથા સેનિટાઈઝેશન માટે વધુ સમય આપવાની જરૂર હતી પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. 

જોખમની વાત છે
અમિતે આગળ કહ્યું હતું કે લોકો સેટ પર કાળજી રાખે છે પરંતુ બહારની કોઈ વ્યક્તિ સેટ પર આવે છે તો શું ગેરંટી છે તે સલામત છે. પાર્થને સેટ પર ચેપ લાગ્યો કે તેના ઘરમાં? આ વાત કોઈને ખબર નથી. કોને દોષ આપવો. હાલમાં આ પરિસ્થિતિને ગંભીરતાથી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં કોઈ નિર્ણય લેવામાં આવશે. આ એક જોખમની વાત છે. 

Be the first to comment on "ચાર શોના કલાકારો અથવા ક્રૂ મેમ્બર કોરોનાનો ભોગ બન્યાં, CINTAAના સચિવ અમિત બહલે કહ્યું- ઉતાવળીયું કામ હંમેશાં શેતાનનું હોય છે"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: