ચાકુબાજીમાં ઘાયલ થયેલી માલવીના સપોર્ટમાં આવી કંગના, કહ્યું- નાના શહેરમાંથી આવતા સ્ટ્રગલર્સ સાથે આવું જ થાય છે


2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ટીવી એક્ટ્રેસ માલવી મલ્હોત્રા પર સોમવારે રાત્રે 9 વાગ્યે મુંબઈમાં ચાકુથી જીવલેણ હુમલો થયો. તે કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ છે. ઘાયલ માલવીએ કંગનાને મદદ કરવા માટે વિનંતી કરી કહ્યું હતું કે, હું પણ હિમાચલ પ્રદેશના મંડીની છું, મારી મદદ કરો. ત્યારબાદ કંગના હવે એક્ટ્રેસના સપોર્ટમાં આવી છે.

કંગનાએ કહ્યું, ‘પ્રિય માલવી, હું તમારી સાથે છું, મેં વાંચ્યું કે તમારી હાલત નાજુક છે, હું તમારા માટે પ્રાર્થના કરું છું. હું રેખા શર્માજીને વિનંતી કરું છું કે તે દોષી વિરુદ્ધ તરત જ એક્શન લે. અમે તમારી સાથે છીએ અને અમે તમને ન્યાય અપાવશું. પ્લીઝ ભરોસો કરો.’

કંગનાએ આગળ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હકીકત છે. નાના શહેરમાંથી આવતા સ્ટ્રગલર્સ સાથે આવું જ થાય છે જેની પાસે કોઈ કનેક્શન કે પ્રોપર ચેનલ નથી હોતી, નેપોટિઝ્મ કિડ્સ ભલે ગમે એટલા પોતાને ડિફેન્ડ કરી લે પરંતુ તેમાંથી કેટલાને ચાકુ મારવામાં આવ્યા છે, તેમનો રેપ થયો છે અથવા તેમની હત્યા થઇ?’

માલવીએ મદદ માગી હતી
મંગળવારે માલવીએ મીડિયા ઈન્ટરેક્શનમાં નેશનલ વીમેન કમિશન અને કંગના પાસે મદદ માગતા કહ્યું હતું કે, ‘હું નેશનલ વીમેન કમિશનની અધ્યક્ષ રેખા શર્માને અપીલ કરું છું કે તે આ કેસને જુએ અને મારી મદદ કરે. હું કંગના રનૌતને પણ વિનંતી કરું છું કે મારો સપોર્ટ કરે કારણકે હું પણ તેમના શહેર મંડીની છું. જે ઘટના મારી સાથે મુંબઈમાં થઇ તે મેં ક્યારેય સપનામાં પણ વિચારી ન હતી. માટે હું મારી સાથે થયેલા અન્યાય માટે તેમનો સપોર્ટ માગુ છું.’

લોકલ ગાર્ડિયને માલવીની સ્થિતિ જણાવી

હોસ્પિટલમાં એડમિટ માલવી હવે સુરક્ષિત છે.

હોસ્પિટલમાં એડમિટ માલવી હવે સુરક્ષિત છે.

મુંબઈમાં માલવીના ગાર્ડિયન અતુલ પટેલે કહ્યું કે માલવીના બંને હાથ અને પેટ પર ચાકુ લાગ્યું છે. તે આઉટ ઓફ ડેન્જર છે. ડોકટર થોડા સમયમાં તેની પ્લાસ્ટિક સર્જરી કરશે. પટેલે જણાવ્યું મુંબઈ પોલીસે FIR ફાઈલ કરી લીધી છે. માલવી પર આ હુમલો પોતાને પ્રોડ્યૂસર ગણાવનાર યોગેશ નામના વ્યક્તિએ કર્યો હતો. પોલીસ યોગેશના ઘરે પણ ગઈ હતી પરંતુ તે ત્યાં હતો નહીં. હવે તેની તપાસ થઇ રહી છે. માલવીનો પરિવાર તેની સારવાર પૂરી થયા બાદ તેને ઘરે પરત લઇ જશે.

સોમવારે રાત્રે ઘટના ઘટી હતી
માલવી સાથે આ ઘટના સોમવારે રાત્રે 9 વાગ્યા આસપાસ વર્સોવામાં ઘટી જ્યારે તે કેફેથી ઘરે પરત ફરી રહી હતી. તેના પર યોગેશે ચાકુથી હુમલો કરી દીધો, જે ઘણા સમયથી માલવીની રાહ જોઈ રહ્યો હતો. હિમાચલની રહેવાસી માલવી તેલુગુ ફિલ્મ ‘કુમારી 21 એફ’, તમિળ ફિલ્મ ‘નદિક્કુ એન્ડી’, હિન્દી ફિલ્મ ‘હોટલ મિલન’, ટીવી સિરિયલ ‘ઉડાન’માં કામ કરી ચૂકી છે. આ સિવાય તેણે જાહેરાતોમાં પણ કામ કર્યું છે.1 Trackbacks & Pingbacks

  1. ચાકુબાજીમાં ઘાયલ થયેલી માલવીના સપોર્ટમાં આવી કંગના, કહ્યું- નાના શહેરમાંથી આવતા સ્ટ્રગલર્સ સાથ

Leave a comment

Your email address will not be published.


*