ચાંદીમાં ઝડપી તેજી 52000 ક્રોસ, સોનુ 51000ની નજીક, સોનાના ઉંચા ભાવના કારણે રોકાણકારો હવે ચાંદી તરફ આકર્ષાયા


દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 05:56 AM IST

અમદાવાદ. સોનાની તુલનાએ ચાંદીમાં તોફાની તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ઝડપી 19.50 ડોલર  નજીક 19.47 ડોલર પહોંચી છે જેના કારણે સ્થાનિક બજારમાં આજે ખુલતી બજારે વધુ રૂ.800 ઉછળી રૂ.52000ની સપાટી કુદાવી રૂ.52300 બોલાઇ રહી છે. સોનાની સતત વધી રહેલી કિંમતો અને ઉંચા ભાવના કારણે રોકાણકારો હવે ચાંદી તરફ આકર્ષાયા છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ખુલવા સાથે હંજફંડોનું પણ ચાંદીમાં વધી રહેલી ખરીદીના કારણે તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 19.70 ડોલરની સપાટી ઉપર બંધ આપે તો આગળ જતા 20.30-21.00 ડોલરની સપાટી સુધી પહોંચી શકે છે.

વૈશ્વિક સોનું 9 વર્ષની ઉંચાઇએ પહોંચી 1813 ડોલર ક્વોટ થઇ રહ્યું છે જેના કારણે સ્થાનિકમાં પણ ભાવ નવી ટોચે પહોંચ્યા છે. અમદાવાદ ખાતે સોનું વધુ 300 વધી રૂ.50900 રેકોર્ડ સપાટી પર રહ્યું છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો આજે સ્થિર રહ્યો હતો જેના કારણે ઝડપી તેજી અટકી છે. આગળ જતા રૂપિયામાં વધુ ઘસારો થશે તો સોના-ચાંદીમાં ઝડપી તેજીની શક્યતા રહેલી છે. 

બૂલિયન એનાલિસ્ટો ફંડામેન્ટલ તેજી તરફી દર્શાવી રહ્યાં છે. સોનાની ઉંચી કિંમતો અને સ્થાનિકમાં માગ ઠંડી રહેતા સોનાની આયાત સતત ઘટી રહી છે. લોકડાઉનના કારણે ગેરકાયદે આયાત પણ ઘટી છે. વધતી કિંમતોથી જ્વેલર્સ દ્વારા હોલ્ડિંગ મજબૂત થયું છે. હાજર બજારની સાથે વાયદામાં પણ તેજીનો ચમકારો જોવા મળ્યો છે. રોકાણકારો ફિઝિકલના બદલે હવે ડિમેટ સ્વરૂપે ગોલ્ડની ખરીદી તરફ ડાઇવર્ટ થયા છે. ક્રૂડ ઓઇલમાં બે તરફી ચાલ રહી છે. બ્રેન્ટ ક્રૂડ ફરી ઘટી 43 ડોલરની સપાટી અંદર 42.64 રહ્યું છે.

Be the first to comment on "ચાંદીમાં ઝડપી તેજી 52000 ક્રોસ, સોનુ 51000ની નજીક, સોનાના ઉંચા ભાવના કારણે રોકાણકારો હવે ચાંદી તરફ આકર્ષાયા"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: