[:en]ચર્ચામાં રજનીકાંત: એકમાત્ર સ્ટાર જેની સ્ટોરી સિલેબસમાં, સેટ પર પણ 4 પુસ્તકો સાથે રાખે છે રજનીકાંત[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઇ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રજનીકાંતની તસવીર

  • કેમ કે રાજકીય પાર્ટી બનાવવા કર્યો ઈનકાર, આરોગ્યનું કારણ આપ્યું
  • જન્મ : 12 ડિસેમ્બર, 1950
  • શિક્ષણ : મદ્રાસ ફિલ્મ ઈન્સ્ટીટ્યુટમાંથી ડિપ્લોમા
  • પરિવાર : પત્ની- લતા રજનીકાંત, બાળકો- ઐશ્વર્યા, સૌંદર્યા
  • સંપત્તિ : 360 કરોડ રૂપિયા

‘તલૈવા’ નામથી પ્રખ્યાત 70 વર્ષના રજનીકાંત રાજકીય રંગમંચ પર જોવા નહીં મળે. દુનિયાભરમાં તેમના કરોડો પ્રશંસકોને આશા હતી કે, રાજનીતિમાં પણ તેઓ કરામત બતાવશે. દક્ષિણ ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકો તેમને ભગવાન માને છે. આ કારણે જ કોઈ પણ ફિલ્મ દિગ્દર્શક રજનીકાંતને વાર્તામાં મરવા દેતો નથી. પ્રશંસકો રજનીકાંતના પોસ્ટર્સનો દૂધથી અભિષેક કરે છે. ઓલ ઈન્ડિયા રજનીકાંત ફેન્સ એસોસિએશનના મેનેજર વીએમ. સુધાકરે ‘રજનીકાંત- ધ ડેફિનેટિવ બાયોગ્રાફી’ પુસ્તકમાં લખ્યું છે કે, 2001 સુધી રજનાકાંતની 50 હજાર રજિસ્ટર્ડ ફેન ક્લબ હતી, સોશિયલ મીડિયા પર કરોડો ફેન છે. જોકે, રજનીકાંત પણ પોતાના પ્રશંસકોનું એટલું જ ધ્યાન રાખે છે. પોતાની સંપૂર્ણ કારકિર્દીમાં તેઓ જાહેરાત અને બ્રાન્ડ્સના પ્રમોશનથી બચતા રહ્યા છે. તેમણે સમગ્ર કારકિર્દીમાં માત્ર એક જ વખત પામ કોલા ડ્રિન્કની જાહેરાત કરી હતી. જાણકારોના કહ્યા પ્રમાણે રજનીકાંત નથી ઈચ્છતા કે તેઓ તેમનાં પ્રશંસકોને કોઈ ખાસ વસ્તુનો ઉપભોગ કરવા માટે પ્રેરિત કરે.

25 વર્ષની અટકળો, 26 દિવસમાં સમાપ્ત
રજનીકાંત 1995માં પ્રથમ વખત જાહેરમાં કોઈ મુદ્દા પર બોલ્યા હતા. એક કાર્યક્રમમાં તમિલનાડુમાં બોમ્બ કલ્ચર અંગે તેમણે વાત કરી હતી. ત્યાર પછી 1996માં જયલલિતાની પાર્ટી એઆઈએડીએમકેમાં ભ્રષ્ટાચારની વાત કહી હતી. 1996માં તેમણે તમિલ મનીલા કૉંગ્રેસ અને ડીએમકેના ગઠબંધનનું જાહેરમાં સમર્થન કર્યું હતું. આ ગઠબંધન ચૂંટણી જીતી ગયું હતું. ત્યાર પછી 1998ની લોકસભા ચૂંટણીમાં ડીએમકેને ટેકો જાહેર કર્યો, પરંતુ ડીએમકે હારી ગઈ હતી. 2002માં કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે કાવેરી જળ વિવાદમાં કર્ણાટક સરકારના વિરોધમાં એક દિવસની ભૂખ હડતાળ કરી હતી. 2017માં તેમણે રજની મક્કલમ મંદ્રમ (આરએમએમ) નામનું સંગઠન બનાવ્યું હતું. 3 ડિસેમ્બર, 2020ના રોજ પત્ર લખીને રાજકીય પાર્ટી બનાવવા કહ્યું અને 26 દિવસ પછી આરોગ્યના કારણો આગળ ધરી પ્રશંસકોની માફી માગી લીધી.

ભાઈ એક્ટિંગના સમર્થક, રામકૃષ્ણ મઠમાં નાટકોનું મંચન કર્યું
બેંગલુરુમાં જન્મેલા રજનીકાંત (શિવાજી રાવ) મોટા ભાઈ સત્યનારાયણના પ્રિય રહ્યા છે. અભ્યાસમાં હોંશિયાર શિવાજીને સત્યનારાયણે રામકૃષ્ણ મઠમાં મોકલ્યા હતા. અહીંથી જ રજનીકાંતને અભિનયનો ચસ્કો લાગ્યો. એકલવ્ય પર આધારિત નાટકમાં એકલવ્યના મિત્રની ભૂમિકા ભજવી હતી. ત્યાર પછી કુરુક્ષેત્ર નાટક કર્યું. 12મા ધોરણ પછી ઘરના સભ્યોને કહ્યું કે, અભ્યાસમાં રસ નથી. પિતાએ વિરોધ કર્યો, પરંતુ ભાઈ શિવાજીની પ્રતિભા જાણતા હતા. બેંગલુરુ મશીનરીમાં કામ કર્યા પછી રજનીકાંત 1970માં બેંગલોર મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (બીટીએસ)માં કન્ડક્ટર બન્યા. બીટીએસમાં રજનીકાંતનો સાથી ડ્રાઈવર રાજા બધર તેમનો સૌથી ખાસ મિત્ર બન્યો. તેઓ સવારે 6થી 2 નોકરી કરતા, સાંજે થિયેટર. કન્ડક્ટરની નોકરીમાં રજનીકાંતે બીટીએસના 25 નાટકોમાં અભિનય કર્યો હતો.

21 દિવસમાં તમિલ શીખી, ડિરેક્ટરે રજનકાંત નામ આપ્યું
પ્રખ્યાત નિર્માતા કે.બાલાચંદ્રન મદ્રાસ ફિલ્મ ઈન્સ્ટીટ્યુટમાં લેક્ચર આપવા આવ્યા હતા. બાલાચંદ્રને સંસ્થાની કન્નડ બેચના વિદ્યાર્થી રજનીકાંતને ફિલ્મ ‘અપૂર્વા રંગાંગલ’માં એક ભૂમિકા ઓફર કરી. શરત મૂકી કે તેમણે તમિલ શીખવી પડશે. મરાઠી અને કન્નડભાષી રજનીકાંતે માત્ર 21 દિવસમાં તમિલ શીખી લીધી હતી. 27 માર્ચ, 1975ના રોજ રજનીકાંતે પ્રથમ વખત કેમેરાનો સામનો કર્યો. ડિરેક્ટર ઈચ્છતા ન હતા કે, દક્ષિણ ભારતીય ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા શિવાજી ગણેશનના નામનો ઉપયોગ થાય, એટલે તેમણે શિવાજી રાવને નવું નામ આપ્યું – રજનીકાંત. 1983માં ‘અંધા કાનુન’ ફિલ્મ સાથે હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી. 45 વર્ષની કારકિર્દીમાં રજનીકાંતે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ મિલાવીને કુલ 209 ફિલ્મોમાં કામ કર્યું છે. તે બે ફિલ્મોના રાઈટર અને પ્રોડ્યુસર પણ રહ્યા છે.

અનોખા રજની

અનોખા રજની

અનોખા રજની – છઠ્ઠા ધોરણના પુસ્તકમાં તેમનો પાઠ, અનેક સ્ટાઈલ્સ ટ્રેડમાર્ક બની
રજનીકાંતનો આ ફોટો માથાના વાળ સ્ટાઈલથી પાછળ લઈ જતો, ટ્રેડમાર્ક છે. તેમને જાણનારા મજાકમાં કહે છે કે, આ સ્ટાઈલના કારણે જ રજનીકાંત ટાલિયા છે. તે એકમાત્ર ફિલ્મ કલાકાર છે, જેના અંગે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસના ધોરણ-6ના પુસ્તકમાં ‘ફ્રોમ બસ કન્ડક્ટર ટૂ ફિલ્મ સ્ટાર’ નામથી એક પાઠ છે. રજનીકાંતના ફેશન ડિઝાઈનર રહેલા શ્રીરામના અનુસાર રજનીકાંત સેટ પર કવર ચડાવેલા 4 પુસ્તકોને સાથે લાવે છે, જેથી કોઈ તેનું શીર્ષક ન વાંચી શકે.
કન્ટેન્ટ સાભાર – રજનીકાંત ધ ડેફિનેટિવ બાયોગ્રાફી – નમન રામચંદ્રન

[:]

Be the first to comment on "[:en]ચર્ચામાં રજનીકાંત: એકમાત્ર સ્ટાર જેની સ્ટોરી સિલેબસમાં, સેટ પર પણ 4 પુસ્તકો સાથે રાખે છે રજનીકાંત[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: